અબતક મીડિયાના સથવારે
નવરાત્રીના પાવન અવસર પર ખરેખર માંને માનો દરજજો મળી રહે તે માટે ‘આરતી’ના કોન્સેપ્ટ સાથે ૨૫ સપ્ટેમ્બરે યુટયુબ પર સોંગ રિલિઝ થશે: સિંગર અમીત ઘોરડા ‘અબતક’ને આંગણે
નવલા નોરતાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખલૈયાઓ અને ગાયકો દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આપણે દર વર્ષે નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા આદ્યશકિતની આરાધના કરીએ છીએ પરંતુ ભારતીય સંસ્કૃતિમાં જેમ ગાય, નદી, ધરતીને તેમજ પારકી બહેન દીકરીઓને માતાનો દરજજો અપાયો છે. ત્યારે આપણે સતત તેમની અવગણના કરી રહ્યા છીએ. આવા જ એક ખૂબજ સુંદર કોન્સેપ્ટ સાથે માતાજીની આરતીને એક નવા જ સ્વરૂપ સાથે અમીત ઘોરડા આવી રહ્યા છે.
અબતક મિડિયાના સથવારે ૨૫ સપ્ટે. રિલિઝ થનાર આરતી સોન્ગમાં મ્યુઝીક હર્ષલ કરદમશા રાબશા મ્યુઝીકલેબ મુંબઈ છે. જયારે સિંગરમાં અમીત ઘોરડા, વિધી ઉપાધ્યાય, કરદમશર્મા જોષી, હર્ષલ પંડયા, નિકિતા વાઘેલા, મયુર વાઘેલા, પુજા દવે, અને સ્તુતિ વોરા છે. આ આરતી અમીત ઘોરડા અને અબતક મીડિયાની યુટયુબ ચેનલ પર રિલિઝ થશે.
નવરાત્રીનાં પાવન અવસર પર મા ને માનો દરજજો મળે અને લોકોમાં અવેરનેસ આવે તે માટે ગાયક અમિત ઘોરડા અને આર.જે. જય સાંકરીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.