શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ સમાજ, સંસ્કાર જ નહિં સમગ્ર બ્રહ્માંડને સંચાલનની શક્તિનો સંચાર કરે છે. શક્તિ વિના જીવ માત્ર સબ સમાન ગણાય છે. આ શક્તિ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. નવરાત્રીમાં શક્તિની આરાધના ધર્મની સાથેસાથે આધ્યાત્મીકતાની દ્રષ્ટિએ ખૂબ જ મહાત્મય ધરાવે છે. તેવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસો દરમ્યાન શક્તિની આરાધનાથી બ્રહ્માંડની સમગ્ર શક્તિઓ જાગૃત બની જાય છે. આ શક્તિઓથી જ વિશ્ર્વનું સર્જન થયું હતું. આ શક્તિઓ થકી જ દુષ્ટોનો સહાર થાય છે.
નવરાત્રીનો અર્થ મહાશક્તિની આરાધનાનો પર્વ થાય છેે. ર્માં દુર્ગાના નવ રૂપોનું તિથિવાર પૂજન-અર્ચન કરવામાં આવે છે. અલગ-અલગ શક્તિના રૂપ એવા માં અંબાના નવ રૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્વિદાત્ર દેવીની પુજા-અર્ચનાનો મહત્વ સંસારમાં શક્તિનું મહત્વ સમજાવે છે. શક્તિ સ્વરૂપ માં અંબાના પાવન પૂજન-અર્ચનથી શક્તિની ઉપાસના કરવામાં આવે છે.
દેવીનો અર્થ નિર્ભયતા થાય છે અને તેને પ્રકાશનું પ્રતિક માનવામાં આવે છે. જીવનમાં, સંસારમાં અને સમગ્ર સૃષ્ટિમાં નિર્ભયતા અને પ્રકાશના સમન્વયથી કાર્યસિદ્વિ અને તેનું ફળ મળે છે. નવરાત્રીની ઉજવણીના અનેક મર્મ રહેલાં છે. તેમાંનો એક ખૂબ જ મહત્વનું મર્મ આપણને દેવ ભગવતીના રૂપમાં એક નારી શક્તિના આદરનો સંદેશો આપે છે. દેવી ભગવતીના કેટલાંય રૂપ છે. દરેક મહિલામાં આપણને જગદંબાના રૂપના દર્શન કરવાનું શાસ્ત્રોક્ત આદેશ છે. નવરાત્રીમાં ક્ધયા પૂજન કરવાની પરંપરા છે. ક્ધયા પૂજનનું શું મહત્વ ? દેવીશક્તિને મહિલા શક્તિમાં કેમ જોવામાં આવે છે ? પુરૂષશક્તિ કેમ નહિં ? દેવી શાસ્ત્રમાં મહિલાને પ્રકૃતિનું તત્વ અને એક શક્તિ અને શક્તિનું રૂપ માનવામાં આવે છે. દેવીને પ્રકાશનું રૂપક પણ ગણવામાં આવે છે.
ભયમુક્ત જીવન માટે શક્તિ અને પ્રકાશ અને નિર્ભયતાનું સમન્વય કરવું જોઇએ. નવરાત્રીના નવ દિવસની ઉપાસનામાં પણ જીવનનો મર્મ સમાયેલો છે. શક્તિ દરેક જીવમાં વિવિધ રૂપમાં સંસકરીત હોય છે. જેમાં બુદ્વિના રૂપમાં રહેલી શક્તિ દરેક જીવને સારા-ખરાબનું જ્ઞાન પ્રદાન કરાવે છે. તમામ જીવોમાં મનુષ્ય માત્ર એટલા માટે અલગ છે કે તેમની પાસે બુદ્વિની સાથેસાથે વિવેક પણ છે.
બુદ્વિનો, શક્તિનો ઉપયોગ કેમ કરવો તેની સુજ્જ મનુષ્ય પાસે જ હોય છે. નવરાત્રીના દિવસોમાં વિવિધ શક્તિઓની ઉપાસના કરવાનું ધાર્મિક મહાત્મય માત્ર પુણ્યફળ પુરતું જ સીમીત નથી. મનુષ્ય જાતને શક્તિનું મહત્વ સમજાવવા અને શક્તિનો સંચય કરવામાં અધર્મનો રસ્તો ન અપનાવવા જેવો વિવેક જ મનુષ્યને સર્વશ્રેષ્ઠ સાબિત કરે છે.
માત્ર આનંદ, ઉલ્લાસ અને સંગીતના તાલે નૃત્ય કરવાથી જ નવરાત્રીનો મર્મ પ્રાપ્ત ન થાય. નવરાત્રી શક્તિની આરાધનાનો પર્વ છે, શક્તિનો સંચાર તેની પ્રાપ્તિ, તેની જાળવણી અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવો એ નવરાત્રીનો સાચો મર્મ રહેલો છે.
પ્રાચિન ગરબીઓમાં બાલિકાઓની અંબા આરાધના માથે માટીનો ગરબો અંદર દિપકની આખી માં અંબાની સ્તૃતિ અને ગરબીની પરંપરા સમગ્ર બ્રહ્માંડના સંચાલન તેનુ પરિભ્રમણ અને દેવીશક્તિના સંતુલનથી જ સમગ્ર જીવસૃષ્ટિનું સંચાલન થતું હોવાનો એક આખો માહોલ ગરબીના દર્શનના રૂપમાં કરાવનાર નવરાત્રી મહોત્સવ ધર્મ, ઉપાસનાની સાથેસાથે બ્રહ્માંડના રહસ્યો અને શક્તિના ખરાં ઉદ્ેશ્યનું જ્ઞાન આપે છે.
નવરાત્રી મહોત્સવમાં માં અંબાના નવ એ નવ અલગ-અલગ રૂપની આરાધના જીવનમાં જરૂરી એવી તમામ ઉર્જાના સંચારના આશિર્વાદ આપે છે. નવરાત્રી મહોત્સવએ શક્તિ આરાધનાનો પર્વ છે.