હિન્દુ ધર્મમાં નવરાત્રીનું અલગ મહત્વ હોય છે. આ નવ દિવસોમાં અલગ-અલગ દેવીઓ અને શક્તિઓનું પુજા કરવામાં આવે છે. આ નવ દિવસોમાં તેમની પુજા અર્ચના કરી તેમને અલગ અલગ પ્રસાદ ધરવામાં આવે છે.
સાથે જ રંગ-બેરંગી કપડાં પહેરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો નવરાત્રીના આ નવ દિવસોમાં ક્યાં દિવસે ક્યો પ્રસાદ બનાવો જોઈએ ? નહીં ને તો આજે અમે તમને જણાવીશું કે ક્યાં દિવસે ક્યો પ્રસાદ માતાને અર્પિત કરવો જોઈએ.
નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલી પુત્રીની પુજા કરવામાં આવે છે. દેવી શેલીને ઘી ઘણું જ પસંદ હતું. એટલા માટે તમારે પહેલા દિવસે શુધ્ધ દેશી ઘીમાંથી બનેલો પ્રસાદ અર્પિત કરવો જોઈએ.
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પુજા કરવામાં આવે છે.માતા બ્રહ્મચારિણીનું રૂપ એ માતા પાર્વતિને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ જ દિવસે પુન:દેવીએ પોતાના પતિ શિવને પામ્યા હતા. એટલા માટે તેમણે ખાંડ માથી બનાવેલી વસ્તુનો ભોગ લાગવામાં આવે છે.
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પુજા કરવામાં આવે છે. માતાના માથા પર હમેશા અર્ધ ચંદ્રમા જોવા મળતા હતા. એવી માન્યતા છેકે માતાને દૂધ અથવા તો દૂધ માથી બનેલી મીઠાઇ ઘણી જ પસંદ હતી આથી આપણે તે દિવસે દૂધમાંથી બનેલી વસ્તુનો ભોગ લગાવો જોઈએ.
નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડાની પુજા કરવામાં આવે છે. એવું માનવમાં આવે છે કે માતા ને મીઠા અને મુલાયમ માલપુઆ ઘણા જ પસંદ હતા આથી તે દિવસે તેમણે માલપુવાનો ભોગ લગાવો જોઈએ.
નવરાત્રીના પાંચમા દિવશે દેવી સ્કંદની પુજા કરવામાં આવે છે. આ રૂપમાં દેવી ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. આ દેવીને કેળાનો પ્રસાદ ધરવામાં આવે છે.
નવરાત્રીના છઠા દિવશે દેવી કાત્યાયની ની પુજા કરવામાં આવે છે. તેમણે ખૂસ કરવા માટે મધની પ્રસાદી આપવામાં આવે છે.
દેવી કાલરાત્રીને તેમનું કૂર રૂપ માનવમાં આવે છે.સાતમા દિવસે તેમની પુજા કરવામાં આવે છે. માતા કાલીને ખુશ કરવા માટે ગોળનો પ્રસાદ આપવામાં આવે છે.
આઠમા દિવસે માતા માહાગોરીની પુજા કરવામાં આવે છે. દેવી ગોરીને નારિયલની પ્રસાદી અર્પિત કરવામાં આવે છે.
નવરાત્રીના છેલ્લા દિવસે માતા સિદ્ધિદાત્રીની પુજા કરવામાં આવે છે.તે બધી પ્રકારની ઈચ્છા પૂરી કરે છે. તેમણે તલનો પ્રસાદ ચડાવામાં આવે છે.