૫૫,૦૦૦ ચો.ફૂટના ગ્રાઉન્ડમાં ૫૧૦૦થી વધુ ખેલૈયાઓને રમવા માટે સૂવિધા: આયોજકો ‘અબતક’ને આંગણે
ખોડલધામ દ્વારા શહેરના ચાર અલગ અલગ ઝોનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવે છે જેમાં વેસ્ટઝોન-મવડી ચોકડીને ‘બેસ્ટ ઈવેન્ટ ઓફ નવરાત્રી ૨૦૧૬નું બિરૂદ પ્રાપ્ત થયું હતુ ત્યારે આ વર્ષે પણ શહેરમાં ભવ્ય આયોજન મવડી બાયપાસ રોડ પર હરિદર્શન સ્કુલની પાસે રાખેલ છે. જેમાં ૫૧૦૦થી વધારે ખેલૈયાઓ માટે ૫૫,૦૦૦ ચો.ફૂટનું ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે. આ અંગે માહિતગાર કરવા ખોડલધામ વેસ્ટઝોન નવરાત્રી મહોત્સવના ‘આયોજકો’ અબતકના આંગણે આવી પહોચ્યા હતા.વધુમાં તેમણે જણાવ્યું હતુ કે ૧૦,૦૦૦ થી વધારે લોકો ખુરશી પર બેસીને આ કાર્યક્રમ જોઈ શકે તેવું એલઈડી સ્ક્રીન તથા ગ્રાઉન્ડ પાર્કિંગ સુવિધા સાથે નવરાત્રી પર્વનું હાર્દ કહી શકાય એવા સિંગર કે જે રાજકોટ શહેરમાં છેલ્લા ૨૫ વર્ષથી ધૂમ મચાવે છે. એવા રમેશભાઈ પટેલ સરસ્વતી બેન પટેલ અને દેવાંશીબેન પટેલ છેલ્લા ત્રણ વર્ષથી ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે. સાઉંડની વાત કરીયે તો માર્કેટમાં લેટેસ્ટ ઓરકેસ્ટ્રા જીલ એંટરટેન્મેંટ તેજસભાઈ શીશાંગીયા, રિધમીસ્ટ મશહૂર રહીશ હાજી અને તેની ટીમ તાલ આપશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજન સમિતિનાં જીતુભાઈ સોરઠીયા, ધીરજભાઈ મુંગરા, રાજુભાઈ કોયાણી, સુરેશભાઈ વેકરીયા, જયેશભાઈ સોરઠીયા, મનસુખભાઈ વેકરીયા, વિનુભાઈ સોરઠીયા, પરસોતમભાઈ વેકરીયા, હસમુખભાઈ લુણાગરીયા, અનિલભાઈ ઠુંમર, રમેશભાઈ કાછડીયા તથા ખોડલધામના ૨૫૦થી વધુ સ્વયંસેવકભાઈ બહેનો છેલ્લા ૪૫ દિવસથી આ આયોજનને સફળ બનાવવા માટેની તડામાર તૈયારી કરી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે મો.નં. ૯૮૭૯૭૯૯૩૩૩ તથા ૯૩૭૪૧ ૦૪૮૮૧નો સંપર્ક કરવા અનુરોધ છે.