૫૧૦૦ ખેલૈયાઓ ગરબે ધુમી શકે તેવી વ્યવસ્થા: ૧૨૦૦૦૦ વોટની અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ અને કલાકારો રમઝટ બોલાવશે
નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પારીવારીક વાતાવરણમાં બહેનો નવરાત્રી મહોત્સવનો આનંદ લઈ શકે તે માટે રાજકોટમાં બે સ્થળ પર માત્ર બહેનો માટે રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
અબતકની મુલાકાત આવેલા આગેવાનોએ જણાવ્યું હતુ કે એક સાથે ૫૧૦૦ ખેલૈયાઓ ગરબે ઝુમી શકે એવા વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારીક વાતાવરણમાં બહેનો જ રમી શકે તે માટે અતિઆધુનિક જેબીએલની મ્યુઝીક સિસ્ટમ રાખવામાં આવી છે, ૧૨૦૦૦૦ વોટની અતિઆધુનિક સાઉન્ડ સીસ્ટમ અને પ્રસિધ્ધ ગાયક કલાકારો ઉમેશ બારોટ, સંગીતા દોશી, કૃણાલ ગોસ્વામી, હેતલ મીસ્ત્રી અને એન્કર તરીકે આર.જે. વિનોદની ટીમ રમઝટ બોલાવશે. રાસ મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે વિશાળ એલ.ઈ.ડી સ્ક્રીનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રીનાં નવે નવ દિવસ દરમ્યાન ચાઈલ્ડ, કવીન અને પ્રિન્સેસ કેટેગરીને તેમજ વેલડ્રેસ માટે પણ ઈનામોની વણઝાર રાખવામાં આવી છે.
નવરાત્રી મહોત્સવમાં પરિવારોને સુરક્ષાની સૌથી વધુ ચિંતા થતી હોય છે. ખોડલધામ નવરાત્રી ઈસ્ટઝોનમાં મહિલા સ્વયં સેવકોની ટીમ વ્યવસ્થા સંભાળશે તેમજ સિકયુરીટીની પણ વ્યવસ્થા કરી આપશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. આયોજન સમિતિ દ્વારા કેન્ટીન અને વિશાળ પાર્કિંગ રાખવામાં આવેલ છે.જેથી કોઈ અગવળતા નરહે. સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.
ઈસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવના પાસ મેળવવા માટે ખોડીયાર જવેલર્સ, પેડક રોડ, પાણીના ઘોડા સામે, મો. ૭૦૬૯૯ ૯૯૯૨૯ ઉપર સંપર્ક કરવાનું જણાવાયું છે. ખોડલધામ ઈસ્ટ ઝોન, સમિતિનાં દિલીપભાઈ લુણાગરીયા, અરવિંદભાઈ રૈયાણી, પરેશભાઈ પીપળીયા, ડેનિશ લુણાગરીયા, અમીતભાઈ વેકરીયા, ભરતભાઈ સાવકીયા, અરવિંદભાઈ મુંગરા, લલીતભાઈ આજાણી, ધીરૂભાઈ આજાણી, જગદીશભાઈ ખૂંટ, સીટી પટેલ, સંજય હરસોડા, પ્રફુલભાઈ ત્રાપસીયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.