આસો સુદ-૭ ભવ્ય હોમાદિક ક્રિયા પ્રારંભ થશે. અઘ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી રાત્રેના ૧૨.૧૫ કલાકે હવનમાં બિંડુ હોમાશે
કચ્છની ધન્ય ધરા માતાના મઢ બિરાજતા દેશદેવીમાં આશાપુરામાં ભવ્ય મંદીર છે જે ૧૯મી સદીનું ભવ્ય તીર્થ ધામ છે. જયા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે.
જયાં આસો નવરાત્રી તા. ૨૮-૯-૨૦૧૯ શનિવાર ભાદર વદ અમાસ રાત્રે ૮ કલાકે ઘટ સ્થાપન થશે. આસો સુદ-૧ તા. ૨૯-૯-૨૦૧૯ રવિવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા. ૫-૧૦ સુદ-૭ શનિવાર રાત્રે ૮ કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અઘ્યક્ષસ્થાને રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે પુજા વિધિ શરુ થશે. હવનવિધિ ગોર મહારાજશ્રી યજ્ઞ આચાર્ય દેવકૃષ્ણ મુલશંકર વાસુ સમગ્ર પુજાવિધી શ્ર્લોક શ્રુતિ પાઠ દ્વારા થશે. રાજવી પરિવારના સભ્યો માઇ ભકતો આમંત્રિત મહેમાનો હાજર રહેશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે. હવનમાં બીડું હોમવાનો સમય રાત્રીના ૧૨.૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી બીડું હોમશે. આસો સુદ આઠમ તા. ૬-૧૦-૨૦૧૯ રવિવાર કચ્છ રાજપરિવાર તથા ભકતો આમંત્રિત મહેમાનોની ઉ૫સ્થિતિમાં વિવિધવિધાન રાજપરિવાદ્વારા રાજવી કચ્છ મહારાવશ્રી પ્રાગમલજી (ત્રીજા) માં આશાપુરા માતાજીને જાતર (પત્રી) સવારે ૮ કલાકે ચઢાવશે. સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાપુરાના ગુણગાન ગવાશે. આ સમયે માં આશાપુર દ્વારા ફુલ સ્વરુપે રાજવી પરિવારને જાતર (પત્રી) નો પ્રસાદ આપે છે. આ રીતે કલયુગમાં પણ ચમત્કાર ગણાય છે. જેને પત્રીનો પ્રસાદ કહેવાય છે. માં આશાપુરા પાસે રાજવી પરિવાર વંદનપૂર્ંવક પ્રાર્થના કરે છે. સમગ્ર દેશમાં વસ્તા માઇ ભકતોની રક્ષા કરશો. માં આશાપુરા સૌની મનો કામના પૂર્ણ કરશો. કચ્છ ભૂમિ મહિમાવંતી છે. માં આશાપુરાના ભુવા બાધુભા રામસંગજી ચૌહાણ સેવા આપે છે. માં આશાપુરા દર્શન કરવા નવલા નોરતામાં હૈયામાં હામ અને હોઠે છે. માં આશાપુરાનાનું નામ અવિરત જપતા રાસ ગરબાની રમઝટ માઇ ભકતો બોલાવશે. માં આશાપુરાના નામ જપ્તા અપાર શ્રઘ્ધા અને વિશ્વાસના સ્નેહ સાથે પગપાળા જે હાથ લાગ્યુ તેવાહન લઇ માં આશાપુરાના દર્શન કરવા સમગ કચ્છ-સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્રમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમતી પડે છે. ભાવિકોમાં આશાપુરાના દિદાર કરવા ભીતરમાં આશાપુરાના દર્શન ભુમી મહિમાવંતી છે. અહી જગડુશાની દાતારી, ભિથા કકલની રાજભકિત, શ્યામકૃષ્ણ વર્માની દેશદાઝ, લાખો ફુલાની વિરતા સંત મેકરણદાદાની માનવતા જેસલની ભકિત, તોરલની ભકિત, તોરલની શકિત આત્મ સમપર્ણ આ ધરાને અજવાળી છે. કચ્છ માડુ રણને ઝરણ બનાવે રજને રજપ કચ્છનું ખુમારવંતી પ્રજામાં આશાપુરાના દર્શન કરવા. પગપાળા આવતા ભાવિકોની વિના મૂલ્યે વિના સંકોચે સેવા એ જ ધર્મના ઉદેશની નાના મોટા કેમ્પો સેવા કેન્દ્રો નાતજાતના ભેદભાવના વગર ર૪ કલાક નિસ્વાર્થ સેવા કચ્છી માડુ આપે છે. નવરાત્રી સમય દરમ્યાન શ્રીફળ વધેરવાની મનાઇ છે.