મોટાભાગના લોકો સમયની કમીને કારણે ત્વચા પ્રત્યે વધુ ધ્યાન નથી આપી શકતા. જેને કારણે સ્કિન ડલ થઈ જાય છે. જો તમારી સાથે પણ આ જ સમસ્યા છે તો અમે તમને બતાવી રહ્યા છે કેટલીક વિશેષ ઘરેલુ ટિપ્સ. જેને અપનાવી લેશો તો ચેહરો ચમકવા લાગશે. અને નવરાત્રી પર તમે લાગશો સૌથી સુંદર.
- બે ચમચી બેસનમાં અડધો નાની ચમચી હળદર મિક્સ કરો. આ મિશ્રણમાં દસ ટીપા ગુલાબ જળ અને દસ ટીપા લીંબૂના મિક્સ કરી ફેંટો. ત્યાબાદ થોડુ કાચુ દૂધ મિક્સ કરીને પાતળો લેપ બનાવી લો. આ લેપને ન્હાતા પહેલા ચહેરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો.
- આંખોની નીચે કાળા ડાધ પડ્યા હોય રોજ આંખોની આસપાસ કાચા બટાકાના ટુકડા વડે
હળવા હાથે મસાજ કરો. થોડાક જ દિવસોમાં કાળા કુંડાળા દૂર થઈ જશે. - એક ચમચી મઘને લઈને તેને ચેહરા પર હળવા હાથે લગાવો. 15-20 મિનિટ લગાવી રહેવા દો. પછી ચેહરો ધોઈ લો. તૈલીય ત્વચા હોય તો મઘમાં ચાર પાંચ ટીપા લીંબૂનો રસ મિક્સ કરીને લગાવો.
- જવનો લોટ, હળદર અને સરસિયાનું તેલ પાણીમાં મિક્સ કરીને ઉબટન બનાવી લો. રોજ શરીર પર માલિશ કરી ગરમ પાણીથી ન્હાવ. દૂધમાં કેસર મિક્સ કરીને પીવો.
- સંતરાનુ જ્યુસ પીવો. સંતરાના છાલટાને સુકાવીને પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. આ ખૂબ કારગર નુસ્ખો છે.
- મુલ્તાની માટીમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાથી રંગત નીખરે છે.
- બે ચમચી ખીરાનો રસ. અડધી ચમચી લીંબૂનો રસ ને ચપડી હળદર મિક્સ કરીને લગાવો.
- ચાર ચમચી મુલતાની માટી, બે ચમચી મઘ, બે ચમચી દહી અને એક લીંબૂનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો.