નવરાત્રી ઉત્સવ આપણા આંગણે આવી રહ્યો છે. નવરાત્રીનું મહત્વ હિંદુ સમાજમાં અનોન્ય અલૌકિક છે. નવરાત્રીએ સંસ્કૃત શખ્દ છે. આનો અર્થ ‘નવ રાત્ર’આ નવરાત્રી અને દશેરા દસ દિવસો દરમ્યાન માતાજીની દેવીનાં પુજ, અર્ચન પાઠ કરવામાં આવે છે. જયારે દસમાં દિવસ દશેરા તરીકે ઉજવાય છે. (આમ તો માતાજીની પુજન અર્ચન કાયમ માટે કરવામાં આવતા હોય છે કરવા પણ જોઇએ જયારે આ દિવસોમાં એક અનેરું મહત્વ રહેલું છે. આ દિવસો દરમ્યાન પુજન અર્ચન કરવાથી અનોન્ય ઉર્જા આપણા મનમાં ઉત્પન્ન થાય છે. આ દિવસોમાં પુજન અર્ચન સાથે સાથે માતાજીને ભોગ પ્રસાદ અર્પણ કરવાથી પ્રકારની સમસ્યાઓમાંથી આપણને મુકિત મળે છે.
ચૈત્રી નવરાત્રી: જેને સવંત નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ તહેવાર વસંત ઋતુમાં (માર્ચ-એપ્રિલ) માં ઉજવાય છે આ ઉત્સવને અમુક જગ્યાએ રામાનવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
અષાઢ નવરાત્રી: આને ગુપ્ત નવરાત્રી કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવામાં આવે છે. અષાઢ (જુન-જુલાઇ) મહિનામાં આવે છે. અષાઢ નવરાત્રી (ગુપ્ત નવરાત્રી) અષાઢ શુકલ પક્ષ (ચંદ્રના વધવાના તબકકા) દરમ્યાન અનુસરવામાં આવે છે. આસો નવરાત્રી: જેને શરદ નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. જે હાલ આવી રહી છે. જેની હાલ ઉજવણીમાં સૌ મશગુલ છીએ તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે . તેની ઉજવણી શરદ (શિયાળાની શરુઆત સપ્ટેમ્બર ઓકટોબર) ના સમયે થાય છે.
માધ નવરાત્રી: માં જ નવરાત્રિ મહા નવરાત્રી જે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આવે છે.
નવરાત્રી દરમ્યાન શકિતના નવ સ્વરૂપે માતાજીની પૂજા થાય છે. શેલ પુત્રી, બ્રહ્મચારીણી, ચંદ્ર ઘંટા, કૃષ્માંડા, સ્ક્રંદ માતા, કાત્યાયની, કલીયાત્રી (કાલરાત્રી) મહાગૌરી, સિઘ્ધિ દાત્રી સૌથી મહત્વની અને જરુરી જો હોય તો નવરાત્રી દરમ્યાન સાધના અને ઉપાસના સાધના અને ઉપાસના દ્વારા જ મનોકામના માતાજી સુધી પહોંચે છે એમ પર્યાપ્ત ફળ પ્રાપ્ત થાય છે.નવરાત્રીના અંતે છેલ્લા દિવસે વિજયાદશમીની ઉજવણી ભવ્ય રીતે થાય છે કહેવાય છે કે બુરાય પર ભાલય નો વિજયની ઉજવણીનો પ્રસંગ છે. નવરાત્રીએ માનવની જીવનમાં એક નવો જ ઉર્જા અને શકિત આપનારું પર્વ છે આ સમયે જેટલું ઘ્યાન, ધર્મ થાય તેની ઉર્જા આખા વર્ષ દરમ્યાન આપણામાં સંગ્રહિત રહે છે અને જેનું ફળ અનોન્ય પ્રાપ્ત થાય છે આ દિવસોમાં આપણું મન જેટલું ધર્મ મય ચાથીંગ થાય તેટલું કરી લેવું જોઇએ આપણા શાસ્ત્રો પુરાણોમાં પણ આ નવલા દિવસોની અનેક વાતો સમાયેલી છે.
આપણે સૌ પ્રાર્થના કરીએ આ વર્ષના દિવસો દરમ્યાન આપણા પર મહામારી આવી તેને માતાજી હણી સર્વની રક્ષા કરે.