હાલમાં બજારમાં ડાર્ક કોમ્પ્લેક્ષ કલર્સની સાડીઓ ટ્રેન્ડમાં છે. આ રંગ કમાલના હોય છે અને દરેક સ્કીન ટોન પર ખુબ જ સજે છે. ખાસ કરીને શ્યામ રંગ ધરાવતી યુવતીઓ પર. તો આ નવરાત્રી તમે પણ હવન તથા પૂજા માટે ડાર્ક કલરની સાડી પહેરી છવાઈ જાવ.
બ્રાઉન કલર સાડી :
તમને સાંભળીને થોડું અજીબ લાગશે. પણ એક વખત આ કલર પણ ટ્રાય કરી જુઓ. આ કલર શ્યામ કોમ્પ્લેક્સ ધરાવતી યુવતી પર ખુબ જ સુંદર લાગે છે.
સફેદ કલર સાડી :
આમ તો સફેદ કલર સાડીઓ માટે હોટ માનવામાં આવે છે. પરંતુ તમે જો અત્યાર સુધી આ કલર ક્યારેય ટ્રાય નથી કર્યો, તો ફાઈનલી હવે ટાઈમ આવી ગયો છે. આ હવન પૂજામાં પહેરીને બધાથી અલગ દેખાઈ શકો છો.
ડાર્ક પિંક કલર સાડી :
કોટન ફેબ્રિક અને તેમાં પણ ગુલાબી કલર આ કોમ્બિનેશનને બહુ જ સારું લાગે છે. આ સાડી પહેરવામાં અનુકૂળ અને દેખાવમાં એકદમ સાદગીભરી લાગે છે.
રેડ કલર સાડી :
રેડ સાડી કોઈપણ સ્કિન ટોન પર ખુબજ સરસ લાગે છે. રેડ સાડી હંમેશાથી પૂજા વખતે વધુ પસંદ કરવામાં આવે છે. તો આ પૂજામાં તમે પણ રેડ કલર ફરી વાર ટ્રાય કરી શકો છો.
બ્લુ કલર સાડી :
આજકાલ આવી સાડીઓ ચલણમાં છે. ડાર્ક કોમ્પ્લેક્સનાં લોકો પર પણ આ સાડી ખુબ જ સારી લાગે છે. આ કલરની સાડી બધા લોકોનું ધ્યાન ખેંચે છે.