સર્વ જ્ઞાતિની બહેનો પારિવારિક વાતાવરણમાં ગરબે રમી શકે તેવી વ્યવસ્થા: મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી
રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ દર વર્ષે રાજકોટના અલગ અલગ ચાર ઝોનમાં નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ રાજકોટના ચાર ઝોનમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. પારિવારિક વાતાવરણમાં સર્વ સમાજની બહેનો ગરબે રમી શકે તે માટે ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમ દ્વારા રાજકોટના બે ઝોનમાં ફકત બહેનો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુવાડવા રોડ પર ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઇસ્ટ ઝોન દ્વારા સર્વ જ્ઞાતિની બહેનો માટે નવરાત્રિનું આયોજન કરાયું છે જેમાં ૪,૦૦૦ બહેનો રમી શકે તેવું આયોજન છે.
ખોડલધામ નવરાત્રી મહોત્સવ ઇસ્ટ ઝોન દ્વારા રણછોડદાસ બાપુ આશ્રમનો વંડો, સિઘ્ધિ વિનાયક પાર્કની સામે કુવાડવા રોડ પર ર૯ સપ્ટેમ્બરથી ૮ ઓકટોબર સુધી જાજરમાન આયોજન કરાયું છે. વિશાળ મેદાનમાં ફકત બહેનો માટે રાસોત્સવ યોજાશે. જેમાં અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ, રાખવામાં આવી છે. ખોડલધામ ઇસ્ટ ઝોન આયોજીત નવરાત્રી મહોત્સવમાં સીંગર તરીકે નીરવ રાયચુરા, કવિતા ઝાલા, પ્રકાશ પરમાર, ઇમરાન કાન્યા, અનુબેન પરમાર અને એન્કર તરીકે આર.જે. વિનોદ જોડાશે. રાસ ગરબાનું લાઇવ પ્રસારણ જોઇ શકાય તે માટે મેદાનમાં વિશાળ એલઇડી સ્કીનની પણ વ્યવસ્થા કરાઇ છે. આ સમગ્ર કાર્યક્રમને લઇ આયોજકોએ અબતકની મુલાકાત લીધી.
નવરાત્રિમાં પરિવારને મહિલાઓની સુરક્ષાની ખુબ ચિંતા થતી હોય છે તેથી ખોડલધામ ઇસ્ટ ઝોનના આયોજકો દ્વારા ર૦ મહીલા સ્વયંસેવકો સહીત કુલ ૭૦ સ્વયંસેવકોની ટીમ અને સિકયુરીટીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉ૫રાંત નવરાત્રી મેદાનમાં સી.સી ટી.વી. કેમેરા પર રાખવામાં આવ્યા છે. ખેલૈયાઓ માટે વિશાળ પાકિંગની પણ સુંદર વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.
ઇસ્ટ ઝોન આયોજીત ખોડધામ નવરાત્રી મહોત્સવના પાસ મેળવવા માટે ખોડીયાર જવેલર્સ, પાણીનો ઘોડો, રાજકોટ અથવા મહાકાલેશ્ર્વર મહાદેવ મંદીર, કુવાડવા રોડ ડી-માર્ટ વાળો પ૦ ફુટ રોડ, રાજકોટ ખાતે દીલીપભાઇ લુણાગરીયા મો. નં. ૯૮૨૫૨ ૧૬૧૭૬, પરેશભાઇ પીપળીયા મો. નં. ૯૮૨૫૨ ૧૪૪૪૬ ઉપર સર્ંક કરવા અનુરોધ છે.
આ આયોજન સમીતીના સભ્યોમાં અરવિંદ રૈયાણી (ધારાસભ્ય), દીલીપભાઇ લુણાગરીયા, પરેશભાઇ પીપળીયા, અરવિંદભાઇ મુંગરા, ધીરુભાઇ બજાણી, જીગ્નેશ લુણાગરીયા, ડેનીસભાઇ લુણાગરીયા, સી.ટી.પટેલ, જગલીશ ખુંટ, દિવ્યેશભાઇ રામાણી, રજની મહાકાલ, અમીતભાઇ વેકરીયા, પરેશભાઇ પીપળીયા, પરેશભાઇ પીપળીયા અને જયદીપભાઇ ગરસોદીયા જહેમત ઉઠાવી રહ્યા છે.