જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્ર્વર મહાદેવ, મંદિર સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબી મંડળમાં અવનવા રાસ-ગરબાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
નવજયોત અંધજન મંડળની બાળાઓના રાસ-ગરબાની નવરાત્રિ મહોત્સવ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સાધુ વાસવાણી રોડ ઉપર નવજયોજ અંધજન મંડળના મયુરભાઈ તથા અમિતાબેન પ્રવૃતિઓથી માહિતગાર કર્યા હતાં. રાસ-ગરબાનું ઉદ્ઘાટન બ્રહ્મ અગ્રગણી લલીતભાઈ જાનીએ કર્યું હતું.
રાજય ભા.જ.પ. મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન પાણીએ દિપ પ્રાગટય કરી જણાવ્યું કે, જીવનનગર ગરબીમાં વર્ષોથી હાજરી આપીએ છીએ તેનો ક્રમ જાળવી રાખ્યો છે. મેયર બીનાબેન આચાર્યે બાળાઓના રાસ-ગરબા નિહાળી જણાવ્યું કે, આ ગરબીમાં વિજ્ઞાન-સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે.
બાળાઓને પ્રતિક લ્હાણી રાજય મહિલા પ્રભારી અંજલિબેન પાણી, મેયર બીનાબેન આચાર્ય, બ્રહ્મ અગ્રણી લલીતભાઈ જાની, વોર્ડના નગરસેવકો જયોત્સનાબેન ટીલાળા, અશ્ર્વિનભાઈ ભોરણીયા સહિતના હાજર રહ્યાં હતા.