ભારતમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ મહત્વ સાથે માતાજીની આરાધના, પૂજન-અર્ચન ભક્તિભાવથી કરવામાં આવે છે. નવલા નોરતામાં મા આધાશક્તિની આરાધના સાથે ઠેર ઠેર રાસ-ગરબાનું આયોજન થાય છે. અવનવા રાસની રમઝટ બોલે છે. જે દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને આગવી રીત પ્રસ્તુત થાય છે. ભૂંવા રાસ, હાથતાળી રાસ, રૂમાલ રાસ, તલવાર રાસ વગેરે જેવા ગરબા આકર્ષણનું કેન્દ્ર બને છે.
નવરાત્રિના નવ દિવસ નાનાથી માંડી મોટેરા એમ સૌ કોઈ ઝૂમે છે. ઠેર ઠેર નાના-મોટા આયોજનો થતાં હોય છે. ત્યારે રાજકોટમાં કાલાવડ રોડ ખાતે સ્થિત શ્રી સદગુરુ કોલોનીમાં નવરાત્રી ઉત્સવ યોજાયો હતો. જેમાં ખાસ મહેમાન તરીકે કોર્પોરેટર નીરૂભા વાઘેલા તથા રાજશ્રીબેન ડોડીયા ઉપસ્થિત રહયા હતા.
સમગ્ર નવરાત્રી ઉત્સવનું આયોજન સદગુરુ કોલોની ફ્લેટ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ પૃથ્વીરાજસિંહ રાણા, ઉપ્રમુખ, રામભાઈ આહીર, રવીન્દ્રભાઈ ગઢવી,હેમંતભાઈ ભટ્ટ, હનીતસિંહ રાણા, ભૌમિકભાઈ બોરીસાગર, નરેન્દ્રભાઈ કારિયા,આનંદભાઈ પરમાર, વિરાજભાઈ મહેતા, કલ્પેશભાઈ દેસાઈ તથા સમગ્ર કમિટી ખુબજ જહેમત ઉઠાવી સફળ આયોજન કર્યું હતું.