મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જુદી-જુદી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે ગત તા.૨૮/૯ને શનિવારનાં રોજ નવરાત્રી રાસોત્સવનું આયોજન બાલભવન રાજકોટ ખાતે કરાયું હતું. જેમાં ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી તેમજ ભગીની સંસ્થાનાં આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ નવરાત્રી મહોત્સવમાં ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓ વિજેતા થયા અને તમામને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. શિક્ષકો વચ્ચે થયેલી દાંડીયા રાસની સ્પર્ધામાંથી ૧૧ જેટલા શિક્ષકો વિજેતા થયા અને તેમને પણ ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ નવરાત્રી મહોત્સવમાં મમતાબેન, શિતલબેન અને વૈદહીબેને નિર્ણાયક તરીકેની સેવા આપી હતી. તેમજ આ કાર્યક્રમમાં મનસુખભાઈ જોષીએ તમામ વિદ્યાર્થીઓને આર્શિવચન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિદ્યાલયનાં આચાર્ય ભરતસિંહ પરમાર તેમજ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.