ખેલૈયાઓમાં નવે નવ દિવસ પોતાની જાતને અલગ–અલગ ડ્રેસીસ અને એસેસરીઝનાં ચોક્કસ રંગથી સુંદર બનાવવાનો ક્રેઝ: બજારોમાં નવરાત્રીને અનુરૂપ વસ્ત્રો, આભૂષણો, શણગારેલા દાંડિયા, ગરબા, સુશોભિત મઢ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ શરૂ
જગદંબાની આરાધના કરવાનો અનેરો ઉત્સવ એટલે નવરાત્રી પર્વ. નવરાત્રી શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે. પરંતુ હાલ યુવાનો પણ નવલા નોરતાના નવ દિવસ ગરબે ઘુમી આનંદી
માણતા હોય છે. ખાસ કરીને ખેલૈયાઓમાં હાલ સમાન રંગના ડ્રેસ પહેરીને રમવાનું ચલણ વધુ પ્રચલિત છે. ખેલૈયાઓ નવે નવ દિવસ નવરંગ નક્કી કરી એક સમાજ વસ્ત્રો પહેરી ગરબે ઘુમતા હોય છે. યુવતીઓ પણ નવરાત્રીનાં દરેક દિવસે પોતાની જાતને અલગ-અલગ ડ્રેસ તેમજ એસેસરીઝના ચોક્કસ રંગથી સુંદર બનાવે છે. નવરાત્રીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે ખાસ કરીને આપણા સર્વ ઉત્સવપ્રિય રંગીલા અને મોજિલા રાજકોટની વાત કરીએ તો બજારોમાં નવરાત્રીને લગતા ડ્રેસીસ, ઓર્નામેન્ટસ, શણગારેલા દાંડિયા-ગરબા, સુશોભિત મઢ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ શ‚ થઈ ચુકયું છે. ખેલૈયાઓ પણ ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે.