વિદેશી જી.પી.એસ.ની જગ્યાએ દેશી નેવી નૌસન સિસ્ટમ ટુંક સમયમાં અમલમાં આવશે
દેશી જીપીએસ સીસ્ટમ ‘નાવીક’ભારતીયોનો પથદર્શક બનવા તૈયાર છે ટુંક સમયમાં ભારતમાં સ્માર્ટફોન અને કારના નેવીનોશન નાવીક આધારીત થઇ જશે.
મોદી સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેકટ પૈકીની એક પ્રોજેકટ નાવીક ગણવામાં આવે છે. જે હાલ છેલ્લા તબકકામાં છે અને ટુંક સમયમાં લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે.સરકારે ‘નાવીક’ ની અમલવારી માટે ભલામણ ઉપર ઘ્યાન દોર્યુ છે. આ પઘ્ધતિના નિર્માણ પાછળ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન (ઇસરો) નો ફાળો છે.
નાવીકને ભારતીય રીઝનલ નેવીનોશન સેટેલાઇટ સીસ્ટમ (આઇઆરએનએસએસ) તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રણાલી સાત સેટેલાઇટના માઘ્યમથી અમલમાં મુકાશે. ‘નાવીક’ના નિર્માણ પાછળ દેશી જીપીએસના વિસ્તરણનો મુખ્ય હેતુ છે.
અહીં ઉલ્લેખનીય છે કે પોતાની નેવીનોશન પઘ્ધતિ ગણ્યા ગાંઠયા દેશો પાસે જ છે જેમાં અમેરીકાના જીપીએસ (ર૪ સેટેલાઇટ), રશિયાના ગ્લોનાસ, યુરોપિયન યુનિયનના ગેલીલીઓનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત ચીન પણ પોતાનું નેવીનૌસન સીસ્ટમ ‘બીડુંઓ નેવીનોસન સેટેલાઇટ સીસ્ટમ’તૈયાર કરવામાં આવે છે.
અમેરિકાના જીપીએસ કરતા ભારતની નેવીનોશન સીસ્ટમ નાવીકા વધુ એકયુરેટ રહેશે. નાવીકના માઘ્યમથી પ મીટર સુધી પોઝીશન જાણી શકાશે આ સરખામણીએ જીપીએસથી માત્ર ૨૦ – ૩૦મીટરની એકયુરેસી તળે છે.