રોડ, રસ્તા, આરોગ્ય અને પ્રજા સુખાકારીના પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત
મોરબી જીલ્લા પંચાયત અને ખાસ કરીને વાંકાનેર તાલુકામાં માલધારી અને ખેડૂતો પાસે પશુઓની સંખ્યા ખૂબ જ મોટી છે. જ્યારે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ચોમાસા દરમ્યાન પશુઓમાં ઘણા બધા રોગો જોવા મળતા હોય છે. જેમ કે મોવા, ખરવા, તાવ તથા વલો જેવા અનેક ભયંકર રોગો થતા હોય છે માટે આવા રોગોને પહોંચી વળવા માટે આપના તરફથી શું તૈયારી છે?
મોરબી જીલ્લાના દરેક તાલુકામાં નાની સિંચાઇ યોજનાના જે કામ ઘણા વર્ષો પહેલા થયેલા છે જેવા કે તળાવ તથા નાના ચેકડેમો છે તે પણ જર્જરિત થઇ ગયેલ હોય અને અમુક તૂટી ગયેલ હોય માટે ચોમાસા પહેલા આવા કામ રીપેર કરવા માટેનું શું આયોજન કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા ઠીકરીયાળી ગામમાં જીલ્લા પંચાયતમાં આવતુ તળાવની પાળ તથા વેસ્ટીવલ સાવ જર્જરિત હાલતમાં છે, તેના કારણે તળાવથી નીચે આવતા ખેડૂત ભાઇઓને મોટી હોનારત થઇ શકે તેમ છે. તેને અટકાવવા માટે અગાઉ પણ રજૂઆત કરેલ છે પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી તો હોનારત અટકાવવા માટે આગળની કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું?
આવા અનેક પ્રશ્નો નવઘણભાઇ મેઘાણી (જીલ્લા પંચાયતના સદસ્ય) દ્વારા પૂછવામાં આવેલ હતાં.