ભોગ બનનાર માસુમે આપેલા વર્ણનના આધારે ચોટીલા પંથકના શખ્સને ઉઠાવી લેતી પોલીસ
કુવાડવા નજીક નવગામમાં ગત બુધવારે બપોરે શાળાએથી ઘરે જઈ રહેલા ૯ વર્ષની બાળકીને ઝાડીમાં ઢસડી મુખમૈથુન માટે દબાણ કરનાર માનસિક વિકૃત શખ્સોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. કૃત્ય કર્યાનું પ્રાથમિક પુછપરછમાં ખુલ્યું છે. પોલીસે આરોપીની આકરી સરભરા કરીને વાસનાનું ભુત ઉતારી નાખ્યું હતું.
નવાગામમાં રહેતી અને ધોરણ ૪માં અભ્યાસ કરતી ૯ વર્ષની બાળકી ગત બુધવારે બપોરે શાળા છુટવાના એક કલાક પહેલા ૪ વાગ્યે પગપાળા ઘરે જઈ રહી હતી. આ સમયે અચાનક એક શખ્સ તેણીને મોઢે ડુમો દઈ ઝાડીમાં ખેંચી ગયો હતો. વાસનાંધ શખ્સે બાળકીને મુખમૈથુન કરવા માટે દબાણ કર્યું હતું પરંતુ બાળકી તાબે નહીં થતા નરાધમે કપડા ઉપર લઘુશંકા કરી હતી. બાળકીને વાસનનો શિકાર બનાવે એ પહેલા ત્યાંથી એક વ્યકિત પસાર થતા નરાધમ શખ્સ ભાગી ગયો હતો.
ભોગ બનનાર બાળકીએ આરોપીની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષ અને માથાના વાળ લાલ હોવાનું પોલીસને જણાવતા પોલીસે લાલ વાળ હોય અને અગાઉ ગુનામાં સંડોવાયેલા અટકાયત આરોપીઓના ફોટા દેખાડયા હતા પરંતુ પીડિતાએ એ પૈકી કોઈ શખ્સ ન હોવાનું જણાવતા તમામને જવા દેવાયા હતા. કુવાડવાના પીઆઈ એમ.ડી.ચંદ્રવાડીયા, પીએસઆઈ વી.પી.આહિર, મદદનીશ હીરાભાઈ રબારી આરોપીની ઓળખ મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અગાઉ નવાગામમાં જ ૧૧ વર્ષ સુધી રહેલા અને આઠ મહિનાથી ચોટીલા રહેવા ગયેલા જયેશ ઉર્ફે જહાની આ ગુનામાં સંડોવણીની માહિતી મળી હતી. જયેશ કામ શોધવા કુવાડવા જીઆઈડીસી તરફ હોવાની માહિતી મળતા તેને અટકાયતમાં લઈ લેવાયો હતો. પુછપરછમાં આરોપીએ ગુનાની કબુલાત આપી હતી. નવાગામમાં જુના ઘરે રહેતો હતો. બનાવ બાળકની એકલી જોઈને દાનત બગડતા આવું કૃત્ય કર્યાની કબુલાત આપી હતી.