અર્વાચીન આયોજન વચ્ચે અખંડ પ્રાચીન ગરબા: બાળાઓએ રાજસ્થાની, રાધા-કૃષ્ણ થીમ પર રાસ રમી લોકોને મંત્રમુગ્ધ કર્યા
શહેરની રૈયા રોડ સ્થિત અલ્કાપુરી સોસાયટીમાં છેલ્લા ૨૨ વર્ષથી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાલીકાઓની સુરતાલના સવારે આરાધના કરી ગરબે ઘુમી હતી. બાળાઓ અલગ અલગ થીમ પર વિવિધ રાસ આકર્ષીત રીતે રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કરે છે. પરંપરાગત રીતે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા અર્વાચીન આયોજન વચ્ચે પણ અખંડ પ્રાચીન ગરબી કરાવવામાં આવે છે.
નવદુર્ગા ગરબી મંડળના સભ્ય દક્ષાબેન વ્યાસે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી અમે પ્રાચીન ગરબીનું આયોજન કરીએ છીએ. ખાસ ગરબીનું મહત્વ વધે અને આપણી પરંપરા જળવાઈ રહે તેવા ઉત્તમ હેતુી આ ગરબી કરાવીએ છીએ અને આ ગરબી કરાવવા માટે અમારા લત્તાવાસીઓનો ખુબજ સહયોગ મળી રહે છે.
લગભગ ૪૦થી વધુ બાળાઓ એ-બી અને સી ગ્રુપમાં નવે-નવ દિવસ માં જગદંબાની આરાધના કરી વિવિધ થીમ પર ગરબા રમે છે. ખાસ તો રાજસની થીમ, રાધાકૃષ્ણ થીમ તેમજ આવતીકાલે શનિવારે ભુવા રાસ એ અમારું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત બાળાઓને લત્તાવાસીઓના અને અમારા ગ્રુપના સહયોગી દર વર્ષે સોનાની લ્હાણી પણ આપવામાં આવે છે અને નાસ્તો પણ કરાવવામાં આવે છે.
નવદુર્ગા ગરબી મંડળના સભ્ય હિરેન કારાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબી ઉજવવામાં આવી રહી છે.
ખાસ તો અત્યારની જનરેશનને એક મેસેજ મળે કે દાંડીયા-રાસી કંઈક અલગ આજના દિવસે પણ પ્રાચીન ગરબીનું પહેલા જેટલું જ મહત્વ છે અને ભવિષ્યમાં પણ પ્રાચીન ગરબી અકબંધ રહે તેવો અમારો પ્રયાસ છે. અમારી ગરબીમાં ૧૦ થી ૧૨ વર્ષની લગભગ ૪૦થી વધુ બાળાઓ ભાગ લે છે અને દર વર્ષે કંઈક નવી થીમ પર બાળાઓને અમે ગરબે ઘુમાવીએ છીએ.