ગુજરાતભરના ઇસામલિયા જોશી પરિવારો થયા એકત્રીત: ધારાસભ્ય જયેશ રાદડીયાની વિશેષ ઉ5સ્થિતિ
ઔદિચ્ય સહસ્ત્ર ( ચિભડીયા ) ઈસામલિયા જોશી પરિવાર ચિભડીયા ) નો 50 વર્ષનો ઇતિહાસ જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામે ફરી ઐતિહાસિક તથ્યો સાથે જીવંત થવા જઈ રહ્યો છે . શુક્રવાર તા .12 મેના પાવન દિને આ પરિવારનાકુળદેવી બ્રહ્માણી માતાજીના ધામની સ્થાપના માટે નવચંડી નવકુંડી મહાયજ્ઞ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું .
આ પવિત્ર પ્રસંગે ગુજરાતભરના ઈસામલિયા જોશી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને મા બ્રહ્માણીના જયજયકાર સાથે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સંપન્ન કરાયું હતું . રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, કચ્છના અનેક શહેરો ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ખંભાળિયા, સોમનાથ વિગેરે ખાતેથી ઈસામલિયા જોશી ( ચિડીયા ) પરિવારો શુક્રવારે ખજુરડા ખાતે ઉમટી પડયા હતા અને વેદોકત મંત્રોચ્ચારથી ખજુરડા ગુંજી ઉઠયું હતું . આ ખાસ પ્રસંગે બહ્મ પરિવારો દ્વારા નવકુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું . વેદ પાઠશાળાના વિદ્વાન યુવા શાસ્ત્રીઓ દ્વારા સમગ્ર મહાપૂજા અને યજ્ઞવિધી વેદોકત રીતે કરાવવામાં આવી હતી .
આ વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા . મા શક્તિના ધામની સ્થાપના હોવાથી ખાતમુહૂર્ત પણ શક્તિસ્વરૂપા માતા અને બહેનોના હાથે કરાવીને માતૃદિનની પણ ઉજવણી કરવામાં આવી હતી. ખાતમુહૂર્ત ભાણવડ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન હિતેશભાઈ જોશી , જ્યોત્સનાબેન પ્રબોધભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું . બ્રહ્માણીધામ ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ જોશીએ આ તકે કહયું હતું કે , દાયકાઓ બાદ આ ધરા ઉપર ફરી માતાજીનું આગમન થવા જઈ રહ્યું છેઅને સમગ્ર ઔદિચ્ય સહસ્ત્ર ઈસામલિયા ( ચિભડીયા ) જોશી પરિવાર માટે આજનો દિવસ મહાન બની રહેશે માતાજીએ 500 વર્ષ બાદ ફરી ખજુરડામાં આગમન કરવા સંકેતો આપ્યા હતા તે પ્રમાણે વિધી આગળ ચાલી રહી છે .
જોશી પરિવારના વહિવંચા બારોટ લિખીત ચોપડામાં પ્રમાણો આપેલા છે તે પ્રમાણે માતાજીની સ્થાપના કરીને આરાધના કરવામાં આવશે . આ ધામ ફરી સૌ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બની રહેશે . ઉપ્રમુખ હિતેશભાઈ જોશી , ઉપપ્રમુખ કૈલાસબેન જોશી, મહામંત્રીપ્રફુલ્લભાઈ જોશી, મહામંત્રી ગિરીશભાઈ જોશી , સહમંત્રી ગીતાબેન જોશી , જયેશ જોશી, પ્રવિણભાઈ જોશી ( કાલાવાડ ), પ્રવિણભાઈ જોશી ( ખજુરડા ) , ચંદુભાઈ જોશી વીરપૂર વિગેરેએ સૌને આવકાર્યા હતા .
આજરોજ ઇસામલિયા જોશી પરિવારના બ્રહ્માણીયા ટ્રસ્ટના હરેશભાઇ જોષી- પ્રમુખ, હિતેશભાઇ જોષી ઉપપ્રમુખ, પ્રફુલભાઇ જોષી – ગીરીશભાઇ જોષી – મહામંત્રી, દિપકભાઇ જોષી, ધનરાજભાઇ જોષી, જયેશભાઇ જોષી ટ્રસ્ટી, જીજ્ઞાબેન જોષી પૂર્વ પ્રમુખ શ્રીનગરપાલિકા ભાણવડ, મીનાક્ષીબેન જોષી- ટ્રસ્ટી, આસ્થાબેન જોષી ટ્રસ્ટીએ ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાત લઇ વિગતો આપેલ