બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને દાતાઓ ઉ૫સ્થિત રહ્યા: ગૃહમાતાના નેજા હેઠળ બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી દર્શાવી
સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના શિક્ષણ સમાજ સુધારણા અને રાજકીય જાગૃતિના ભીષ્મ પિતામહ ગોંડલ પૂર્વ ધારાસભ્ય બાલુભાઇ પટેલની સ્મૃતિમાં સ્થપાનાર બાલુભાઇ પટેલ વિઘાપીઠનો નવપ્રસ્થાન કાર્યક્રમ યોજાઇ ગયો. બિલીયાળા ખાતે નેશનલ હાઇવે ઉપર ૩ એકર જમીન ઉપર ગરીબ- મઘ્યમ વર્ગના વિઘાર્થીઓને વ્યાજબી ફી સાથે ગુણવતા સભર રોજગારલક્ષી શિક્ષણ પુરું પડવાની સંસ્થાની નેમ છે. સંસ્થાના માર્ગ દર્શક દિનેશભાઇ પટેલએ હાયર સેક્ધડરી વિજ્ઞાન પ્રવાહની સ્કુલથી શરુ કરી ભવિષ્યમાં હેલ્થ હોસ્પિટલીટી બેન્કીંગ ઇન્સ્યોરન્સ અને ટેકનોલોજી ક્ષેત્રના વ્યવસાય લક્ષી અભ્યાસક્રમો શરુ કરવાના ભાવિ આયોજનને ચિતાર આપ્યો હતો.
અઘ્યક્ષ સ્થાનેથી કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ ‚પાલાએ માત્ર પાટીદાર સમાજ જ નહીં બલ્કે સમગ્ર પંથકના લોકો ઉપરના બાલુબાપાના ઋણનો સ્વીકાર કર્યા હતાં. તેઓએ માત્ર બીલ્ડીંગોનો નિર્માણથી સમાજનો સાચો અને પુરતો વિકાસ શકય નથી તેવી ટકોર કરી હતી. ઉમિયા માતાજી સંસ્થાના ઉઝાના પૂર્વ પ્રમુખ કેશવલાલ શેઠ જેવા તપસ્વી સમાજ આગેવાનો જ સમાજને એક જુથ રાખીને સાચી દિશામાં દોરી શકે તેવું જણાવી સમાજના આગેવાનો નકકર કામગીરી કરે તેવી સમાજની અપેક્ષા વ્યકત કરી હતી.
વલ્લભભાઇ કનેરીયાએ નવપ્રસ્થાન પ્રોજેકટ માટે જાહેર થયેલ રૂ. ૫.૫૧ કરોડના દાનની વિગતો આપી વિદેશી ‚ા એક કરોડ અને રૂ. પચીસ લાખના દાન આપનાર દાતાઓએ પ્રોજેકટમાં કયાંય તેમના નામ નહી રાખવા અનુરોધ કર્યા હોવાની વિગત જણાવી હતી.
ઉમીયા માતાજી મંદીર, સિદસરના પ્રમુખ ડો. ડાયાભાઇ પટેલના હસ્તે પ્રમુખ દાતાઓનું સન્માન કરવામાં આવ્યુઁ હતું. કાર્યક્રમમાં જેરામભાઇ વાંસજાળીયા બી.એચ. ઘોડાસરા, ગોરધનભાઇ જાવીયા, જયેશભાઇ પટેલ સહીતની સમાજના આગેવાનો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા. સ્થાનીક યુવા આગેવાનો સુરેશભાઇ ભાલોડીની આગેવાની હેઠળ પાટીદાર યુવા ગ્રુપ અને શહેર-ગ્રામ્ય ઉમીયા પરીવાર સમીતીના યુવાનોએ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા સંભાળી હતી. ગૃહમાતા મધુબેન ના માર્ગદર્શન હેઠળ બાળાઓએ રજુ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંશા પામ્યો હતો.