નવરાત્રીને હવે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવતી નવરાત્રીમાં પોતાના સ્ટાઇલીશ બનવા માટે કોઇ કસર રાખતી નથી. પરંતુ પોતાને સ્ટાઇલીશ બનાવા માટે વધુ ખર્ચ પણ થાય છે. જો તમે ઓછા પૈસે આ રીતે બનાવો ખુદને સ્ટાઇલીશ….
૧-એરીંગશ :
– ટ્રેડિશનલ લુક આપવા માટે એરીંગથી બેસ્ટ કોઇ ઓપરેશન નથી. જો તમે જીન્સ, કુર્તી સાથે ટ્રેડિશનલ લુક આપવા માગતા હો તો એક બાલી આ માટે બેસ્ટ ઓપ્શન છે. એક સારી એરીંગ પહેર્યા બાદ તમારે વધુ જુલરી નહી પહેરવી પડે.
૨- ક્રોપ-ટોપ- લોન્ગ સ્કર્ટ :
– જો તમે ટ્રેંડી અને ટ્રેડિશનલ વચ્ચેનો લુક પહેરવા માંગતા હો તો તમે એક હેવી ક્રોપ-ટોપ અને સીમ્પલ લોન્ગ સ્કર્ટ આ માટે બેસ્ટ ઓપ્શન છે. જે તમને ટ્રેડીશનલ સાથે સ્ટાઇલીશ લુક પણ આપશે.
૩- દુપટ્ટા
– જો તમે સેમી ટ્રેડિશનલ લુક કેરી કરવા માંગતા હો તો એક સીમ્પલ ડ્રેસ સાથે હેવી દુપટ્ટાને કેરી કરો. આ દુપટ્ટા તમને ટ્રેડિશનલ સાથે સ્ટાઇલીશ લુક આપશે.
૪- કોટી, જેકેટ, શ્રગ…
– જો તમને હેવુ દુપટ્ટા પહેરવાનું ગમતુ હોય તો તમે એક સારી કોટી, જેકેટ કે શ્રગને કેરી કરી શકો છો. હેંડ લુગ વર્ક વાળી કોટી કે જેકેટ તમને સ્ટાઇલીશ લુક આપશે.
૫- અનારકલી કુર્તી
– જો તમે અનારકલી ડ્રેસને પહેરીને થાકી ગયા હો તો આ નવરાત્રીમાં પ્રીન્ટેડ અને ટ્રેડી કર્ટ વાળી અનારકલી કુર્તી ટ્રાય કરી શકો છો.