બાલભવન દ્વારા ૫ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે અર્વાચીન દાંડિયારાસનું આયોજન તા.૧૧.૧૦ થી તા.૧૯.૧૦ સુધી નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.ત્યારે જાણીતું સાઝ ઔર આવાજ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે બાળકો ધુમ મચાવે છે. ૫ થી ૧૦ વર્ષનું એ ગ્રુપ અને ૧૧ થી ૧૬ વર્ષનું બી ગ્રુપ ગ્રુપ રોજના ૨૫ થી ૨૦ બાળકો ગ્રુપ વાઈઝ બોયઝ એન્ડ ગર્લ્સનાં કુલ ૫૦ બાળકો તથા ડેઈલી પાસના ૫ બાળકો સહિત કુલ ૫૫ બાળકોને ઈનોમોથી નવાઝવામાં આવ્યા હતા.
જેમાં પ્રથમ દિવસે જ ઓરકેસ્ટ્રા ટીમે બાળકોને દાંડીયારાસમાં બાળકોને ઝુમાવ્યા જેમાં વાલીઓ પોતાના બાળકોને રમતુ નિહાળીને આનંદ મેળવ્યો હતો.વિજેતા બાળકોનેમુખ્ય મહેમાનો સુશીલાબેન જોશી, સામાજીક કાર્યકર, અલકાબને વોરા, નલીનીબેન ઉપાધ્યાય, રીટાબેન જોબનપુત્રા, રંજનબેન પોપટ તથા બાલભવન ટ્રસ્ટી અપૂર્વભાઈ માણેક તથા અમીતાબેન માણેક હસ્તે ઈનામો અપાયા હતા જેમાં નિર્ણાયક તરીકે પૂર્વીબેન વાગડીયા, ધ્વનીબેન રાવલ ક્રિશાબેન કકકડ તથા પલબેન ખોખરાએ સેવા આપી.