આયોજકોના સંચાલન સાથે જૈનમ રાસોત્સવનો છઠ્ઠો દિવસ નિર્વિઘ્ન સંપન્ન: જૈન નર-નારીઓએ પરંપરાગત પોષાકમાં ગરબાની રમઝટ બોલાવી: યુવા હૈયાઓના તરવરાટથી જૈનમ આયોજકોમાં સંતોષ સાથે આનંદની લાગણી: ફાયદા કે નુકશાનનું ગણિત ગણ્યા વગર ‘જૈનમ’નું બેનમુન આયોજન: આજે સાતમાં નોરતે પણ અનેકવિધ નવા આયોજનો સાથે રાસ-રસિયાઓ સ્ટેજ ફાળું પર્ફોમન્સ આપશે
શક્તિની ઉપાસનાનો મહાપર્વ એટલે નવરાત્રી. નવરાત્રીનો સાતમો દિવસ છે. છેલ્લા છ દિવસથી સાક્ષાત શક્તિની અર્ચના આરાધનાના ઉત્સવમાં બાળક અને યુવાન બધા જ નર-નારીઓમાં ઉત્સાહનો થનગનાટ જોવા મળી રહ્યો છે. સતત છેલ્લા છ દિવસથી પરંપરાગત પોષાકમાં યુવાહૈયાઓ નવરાત્રીના રંગમાં ધોળાઈ ગયા છે. રોજેરોજ નવા ઉત્સાહ અને જોશ સાથે ખેલૈયાઓ ઢોલીડાના તાલે મન મૂકીને રાસની રમઝટ બોલાવી રહ્યાં છે.છેલ્લા ઘણા સમયથી પ્રાચીન ગરબીઓની સાથો સાથ અર્વાચીન રાસ મહોત્સવનું યુવાનોને ઘેલુ લાગ્યું છે. રાજકોટ શહેરમાં અનેક વિધ અર્વાચીન દાંડિયા રાસના આયોજનો ચાલી રહ્યાં છે. તેમાં વિશેષ વાત કરીએ તો ગત વર્ષની ભવ્ય સફળતા અને લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદથી સતત બીજા વર્ષે પણ જૈન સમાજ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં છેલ્લા છ દિવસથી જૈનમ રાસ રસિયાઓ પરંપરાગત પોષાકમાં શક્તિની ઉપાસના અર્થે ઉમટી પડે છે. જૈનમ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીના નવરંગો બરાબર ધોળાઈ ગયા છે.વિશેષમાં વાત કરીએ તો જૈનમ આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવની નંબર-૧ અવ્વલ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફ્રૂડ ઝોનથી માંડીને ભવ્ય સાઉન્ડ સિસ્ટમ, દર્શકો માટે આરામદાયક બેસવાની વ્યવસ્થા તેમજ ખેલૈયાઓ માટે ચુસ્ત સલામતીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આયોજકો દ્વારા જૈનમ નવરાત્રી મહોત્સવનું બેનમુન આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરનો તમામ જૈન સંસ્થાઓ તરફથી પણ પુરતો સહયોગ મળી રહ્યો છે.ગઈકાલે નવરાત્રીના છઠ્ઠા દિવસે જૈન સમાજના તમામ નર-નારીઓ પરંપરાગત પોષાકમાં ગુજરાતી ગરબા સાથે ફયુઝન સોંગ્સ ઉપર ઝૂમ્યા હતા. ખેલૈયાઓના જોશ અને ઉત્સાહને વધારવા છઠ્ઠા દિવસે પણ ઈનામોની વણઝાર કરવામાં આવી હતી. તેમજ બહેનો માટે ચુડી અને ભાઈઓ માટે પાઘડી સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રિન્સ-પ્રિન્સેસને પણ આકર્ષક ઈનામો અપાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં નવરાત્રીએ પ્રોફેશનલ રંગ-‚પ ધારણ કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આયોજકો દ્વારા તેમાં ફાયદા અને નુકશાનનું ગણિત ગણાતું હોય છે. પરંતુ આથી તદ્ન વિપરીત આ કાર્યક્રમમાંથી થનાર આવક સમાજ ઉપયોગી શુભ કાર્યક્રમો ઉપયોગમાં લેવાશે. જૈનમ નવરાત્રી મહોત્સવનાં લાઈવ પ્રસારણ માટે પણ ટીમ ‘અબતક’ છેલ્લા છ દિવસથી ખડેપગે છે. આજે સાતમાં નોરતે પણ જૈનમ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે.દરરોજ ખેલૈયાઓ અવનવા પહેરવેશ સાથે રાસની રમઝટ બોલાવે છે. છઠ્ઠા નોરતે જૈનમ નવરાત્રી મહોત્સવમાં બંગડી સ્પર્ધા અને પાઘડી સ્પર્ધા યોજાઈ હતી અને આ સ્પર્ધાને ધ્યાનમાં રાખી ખેલૈયાઓ સ્પર્ધા માટે ખુબજ ઉત્સાહી હતી. સ્પર્ધામાં આવેલા ખેલૈયાઓમાંના ઈનામો પણ આપવામાં આવ્યા હતા.ત્યારે જૈનમ નવરાત્રીના ‚ડાના સીઈઓ પરિમલભાઈ, સંવેદના બિલ્ડર પ્રાઈવેટ લિમિટેડના રાજેશભાઈ દફતરી, ૨૦૦૪માં મિસિસ રાજકોટ બનેલા ડો.અંજલી માનવાની જે જજ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા અને એચ.પી.સ્વીટના માલિક પ્રકાશભાઈ, એવીઆર વિક્રમના મેનેજિંગ ડિરેકટર વિક્રમભાઈ જૈન, રોલેક્ષ કંપનીના માલિક મનીષભાઈ, બોન્ટન ટ્રાવેલના માલિક પિયુષભાઈ પારેખ જેવા આગેવાનોએ જૈનમ નવરાત્રિના છઠ્ઠા દિવસે હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે, જૈનમ નવરાત્રિ મહોત્સવનું આ આયોજન ખુબ જ અને‚ છે અને વ્યવસ્થાના ભાગ‚પે ખેલૈયાઓને મુશ્કેલી પડતી નથી.સાથે સાથે ખેલૈયાઓને રમવામાં સરળતા રહે અને ડસ્ટ ન ઉડે એ માટે કાર્પેટ પાથરવામાં આવી હતી અને એનર્જી માટે વેસ્ટર્ન કેટરિંગ તરફથી રસપ્રદ અને એકદમ ચટાકેદાર જૈન ફૂડ આપવામાં આવી રહ્યું છે.