જે ટ્રકના નામે ઈસ્યુ થયેલા ટોકનના બદલે અન્ય ટ્રકમાં કોલસો ભરી કરી ઠગાઈ: ટ્રકના ચાલક સહિત ચારેય આચર્યું કૌભાંડ
મોરબી જિલ્લાના નવલખી પોર્ટની બાજુમાં જયદીપ એસોસીએટ પ્રાઈવેટ કંપનીમાંથી જે ટ્રકના નામે ઈસ્યુ થયેલા ટોકન, લોડીંગ સ્લીપ અને આઉટ ગેટ પાસના બદલે અન્ય ટ્રકના નામે રૂ.3.32 લાખની કિંમતનો 41,600 ટન કોલસા બારોબાર વેચી દીધાની ટ્રકના ચાલક સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા અને નવલખી પોર્ટ ખાતે આવેલી જયદીપ એસોસીએટ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના સુપરવાઈઝર સંજય કરમશી ભરવાડ નામના યુવકે મોટા દહીસરા ગામનો ટ્રકના ચાલક જી.જે.12 એ ઝેડ 8088 ના ચાક હરેશ ભરત કોળી, વવાણીયા ગામનો જીતેન્દ્ર ઘનશ્યામ ખીમાણીયા, ચિરાગ ઘનશ્યામ ખીમાણીયા અને કાના ગોવિંદ આહિરે રૂ.3.32 લાખની કિંમતનો 41,600 ટન કોલસો ભરી છેતરપીંડી કર્યાની માળીયા મીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જયદીપ એસોસીએટ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાંથી જી.જે.3 બીટી 8903 નંબરના ટ્રકનું ટોકન, લોડીગસ્લીપ અને આઉટ ગેટ પાસ હોવાનું જાણતા હોવા છતાં જી.જે.12 એ ઝેડ 8088 નંબરનાં ટ્રકમાં કોલસો ભરી છળકપટ પૂર્વક મેળવી ટાકેન, લોડીગ સ્લીપ અને આઉટ ગેટ પાસનો ખરા તરીકેઉપયોગ કરી ઠગાઈ કરી છે.
ઈન્ડીયા કોપ પ્રાઈવેટ લીમીટેડ તરફથી સુપરવાઈઝર ને જણાવેલ કે 37 ટ્રક અમારી કંપનીમાંથી ભરાયેલું હોવાનું બતાવે છે.કંપની તરફથી 36 ટોકન ઈસ્યુ થયા છે. જેની તપાસમાં ખુલતા પોલીસે ટ્રકના ચાલક અને બે ભાઈ સહિત ચાર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે