માં ના ગરબાની પધરામણી બાદ તેને મંદિરે મૂકવા રવિવારે જવાય નહી તેથી ૨૬ ઓકટો. સોમવારે મંદિરે પધરાવવાનો યોગ્ય દિવસ ગણાશે
તહેવારોની મોસમ પૂર બહારમાં શરૂ થઈ ચૂકી છે. ત્યારે આગામી ૧૭મી ઓકટોબરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થશે. કોરોના સંક્રમણનાં પગલે ઠેર ઠેર યોજાનાર પ્રાચીન અર્વાચીન રાસોત્સવ થશે કે કેમ? તે અંગે હજુ વિચારણાઓ ચાલી રહી છે. છતા પણ માંની આરાધનાના આ નવ દિવસોનાં મહાપર્વને શ્રધ્ધાળુઓ ઘરે ઘરે માં ના ગરબાની પધરામણી કરીને નવરાત્રીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરશે. નવરાત્રીનાં પ્રારંભ પહેલા તેની ઉજવણી અંગેના સમય મૂહૂર્ત દર્શાવવામાં આવ્યા છે. જે પૈકી ગરબો લેવાનું મૂહૂર્ત ૧૭ ઓકટોબર સવારે ૮.૧૨ થી ૯.૩૯ સુધીનું છે. ત્યારબાદ ઘટ્ટ સ્થાપનાનું મૂહૂર્ત ૧૭મીએ સવારે ૮.૧૨ થી ૯.૩૯ તથા સાંજે ૬.૧૯ થી ૭.૫૨ સુધીનું છે. હવન અષ્ટમી ૨૩ ઓકટોબરનાં દિવસે કરાશે તથા ૨૫ ઓકટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે.
નવ દિવસ માંના ગરબાની પધરામણી બાદ મંદિરે ગરબો પધરાવવા જવાનુ મૂહૂર્ત ૨૬ ઓકટોબરે સવારે ૯.૪૦ થી ૧૧.૫ દરમિયાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીનાં ગરબાની ઘેર પધરામણી કર્યા બાદ મંદિરે મૂકવા જવા માટે રવિવાર યોગ્ય દિવસ ન હોવાથી સોમવારે ગરબો પધરાવવાનું યોગ્ય મૂહૂર્ત છે.