માસુમ પુત્રના મોતથી પટેલ પરિવારમાં અરેરાટી

ગોંડલ તાલુકા ના નવાગામ ની સીમ માં આવેલા ખેતર માં પિતા રોટાવેટર ચલાવી રહ્યા હતા ત્યારે પાછળ થી રોટાવેટર મા ચડેલા પુત્ર નો પગ લપસતા રોટાવેટર મા આવી જતા પિતાની નજર સામે તેનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતો.મૃતક પરીવાર માં એકનો એક પુત્ર હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગોમટા નજીક આવેલા નવાગામ માં રહેતા દિનેશભાઈ રૈયાણી સાંજના સુમારે પોતાનાં ખેતરે ટ્રેક્ટર પાછળ રોટાવેટર જોડી ફેરવી રહ્યા હતા ત્યારે તેમના 13 વર્ષ ના પુત્ર શ્યામ પાછળ થી રોટાવેટર પર ચડવા જતા તેનો પગ લપસતા રોટાવેટર મા ખાબકતા તેનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ.નજર સામેજ પુત્ર નુ મોત નિપજતા દિનેશભાઈ હતપ્રત બન્યા હતા.બનાવ બાદ શ્યામ ના મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

દિનેશભાઈ ને સંતાન માં બે પુત્રીઓ તથા શ્યામ એકનો એક પુત્ર હતો.બનાવ ને પગલે નવાગામ મા અરેરાટી ફેલાઇ હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.