શણગાર કીટ, ચાંદીના સિક્કા તથા સુખડીનો પ્રસાદ અપાયો
ગુજરાત સરકાર તથા મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આંગણાવાડીમાં આવતી બાલિકાઓનું પુજન કરવા નવદુર્ગા બાલીકા પુજનનું આયોજન આજે રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ દ્વારા છોટુનગર ૧,૨, અને ૩ના આંગણવાડી કેંદ્ર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય દ્વારા વોર્ડ નં.૦૧ શાળા નં-૯૫ અક્ષરનગર કેંદ્ર તથા લાખના બંગલા પાસે તથા અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા વોર્ડ નં.૦૧૫માં ગંજીવાડા, પી.ટી.સી. રોડ, શેરી નં.૦૬ તથા વોર્ડ નં.૧૧ વેલદીપ આંગણવાડી, મવડી ચોકડી, જીથરીયા હનુમાનવાળી શેરી ખાતે તેમજ પુર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા પોલિસ હેડ કવાર્ટર આંગણવાડી કેંદ્ર ખાતે બાલિકાઓનું નવદુર્ગા પુજન કરેલ છે અને તથા રાજકોટ શહેરના તમામ વોર્ડના આંગણવાડી કેંદ્રો ખાતે રાજકોટ મહાનગરપાલિકાના આઇ.સી.ડી.એસ. અધિકારીઓ અને પદાધેકારીઓ દ્વારા પણ આંગણવાડીની બાલિકાઓનું પુજન કરેલ છે.
ઉકત કાર્યક્ર્મમાં રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી મેયર બીનાબેન આચાર્ય અને શિશુકલ્યાણ ચેરમેન રૂપાબેન શીલુના હસ્તે બાલિકાઓને શણગારકીટ, ચાંદીના સિક્કા તથા સુખડીનો પ્રસાદ આપવામાં આવેલ છે આ કાર્યક્ર્મનું સંપુર્ણ સંચાલન અને મોનેટરીંગ રાજકોટ અર્બન આઇ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફીસર હીરાબેન વી. રાજશાખા દ્વારા કરવામાં આવેલ હતું અબે કાર્યક્ર્મની સફળતા માટે તેમજ તમામ સી.ડી.પી.ઓ. અને તમામ મુખ્યસેવીકા દ્વારા ભારે જહેમત ઉઠવવામાં આવેલ હતી.