ગોમટાના ગોકુલ નેચર કયોર સેન્ટર (કુદરતી ઉપચાર કેન્દ્ર) દ્વારા તા.23 થી 26 માર્ચ સુધી નિસર્ગોપચાર મહોત્સવ મેગા નેચરોપેથી વિનામુલ્યે કેમ્પનું આયોજન કરાયું છે. અનુભવી નેચરોપથ દંપતી કમલેશ અને કિરણ સોલંકી દ્વારા સંચાલિત આ કેન્દ્ર છે. સોલંકી દંપતી છેલ્લા 23 વર્ષથી કુદરતી ઉપચારના ક્ષેત્રમાં કાર્યરત છે.

વિવિધ રોગો જેવા કે, ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, ગઠીયો વા, સંધિવા, આર્થરાયટીસ, કમરનો દુ:ખાવો, સાયટીકા, ઘુંટણનો દુ:ખાવો, ગરદનનો દુ:ખાવો, ચીકનગુનીયા, અસ્થમા, માયગ્રેન, મેદસ્વિતા, પેટના રોગો, કબજીયાત, એસીડીટી, સોરીયાસીસ, ચામડીના રોગો, માનસીક તણાવ, સ્ત્રી રોગોના નિરાકરણ માટે શરીર શુદ્ધિ તથા જીવનશૈલી પરિવર્તન જરૂરી હોય તો કસ્યુટેશન કરાવી તેના માટેના અમુક નિર્ધારીત કુદરતી ઉપચારો જેવા કે માલીશ, સ્ટીમ, નાગોડ શેક, માટે લેપ, લપેટ, માટી પટ્ટી, વનસ્પતી લેપ, રાઇનો લેપ, એક્યુપ્રેશર, એક્યુપંચર, સુજોક, વિગેરેનો લાભ લેવા માટે આમંત્રણ છે.

ગોકુલ નેચર કયોર સેન્ટર ગોમટામાં છે. રાજકોટ જિલ્લાનાં કાઠીયાવાડના રજવાડી શહેર ગોંડલથી લગભગ 10 કિ.મી. દક્ષિણમાં, કુણી લીલોતરીથી ભરપુર 20 એકર જમીનમાં આ કુદરતી ઉપચાર કેન્દ્ર 4500 સ્કવેર મીટરનું પરિસર ધરાવે છે. ઔષધબાગ, ગૌશાળા અને ફળ-શાકભાજીની ખેતી માટે અન્ય જમીનનો ઉપયોગ થાય છે. લીલા મેદાન, પહાડો અને નદીના શાંત તથા નિર્મળ કુદરતી વાતાવરણથી કેન્દ્ર ઘેરાયેલું છે. સવારનું સ્વચ્છ શાંત વાતાવરણ પક્ષિઓ ના કલરવથી ગુંજી ઉઠે અને દૈનિક કાર્યક્રમ શરૂ થાય છે. કેન્દ્ર શુદ્ધ શાંત વાતાવરણ અને સતત પ્રયત્નશીલ કાર્યકરો આપનું રહેઠાણ વધુ સુખદ અને સાર્થક બનાવે છે.

જન સામાન્ય ને સ્વસ્થ જીવનશૈલી તથા રોગ મુક્ત જીવન જીવવા માટે કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા માર્ગદર્શન તથા મદદ પુરી પાડવામાં આવે છે.

કુદરતી ઉપચાર કેન્દ્રનો મુખ્ય હેતુ સમાજમાં સ્વાથ્યપ્રદ જીવનશૈલી માટે શિક્ષણ અને જાગરૂકતા લાવવાનો છે. લોકોને સ્થાચ્ય ને લગતી તકલીફોમાં સામાન્ય ઉપચારો તથા પંચમહાભુત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશની મદદથી રાહત મેળવતા શીખવવું.

કેન્દ્રમાં સ્વાથ્ય સાધકને કુદરતના નિયમો મુજબ રહેવાનો અનુભવ કરાવી, વ્યક્તિની જીવની શક્તિ સુધારી શરીરને વિજાતીય દ્રવ્યો બહાર કાઢવામાં મદદરૂપ થવાનો પુરો પ્રયત્ન કરવામાં આવે છે.

કુદરતી આહાર 8 પોષક દ્રવ્યોથી ભરપુર ફળ, શાકભાજી તથા અન્ય રસોડાના ઔષધોનું અમુક વિશેષ માત્રામાં અનુપાના કરવાથી દવા જેવી અસર કરી શરીરમાંથી વિજાતીય દ્રવ્યોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આ કુદરતી. તત્વો શરીરની ચયાપચયની ક્રિયાને સંતુલીત કરી દવા વગર સહજ સ્થાચ્ય પ્રાપ્તી કરાવે છે.

કુદરતી ઉપચાર દ્વારા શારીરીક, માનસિક તથા આધ્યાત્મિક શુદ્ધિ કરવામાં આવે છે. જે માટે વિવિધ કુદરતી ઉપચારો જેવા કે જળ ચિકિત્સા, માટી ચિકિત્સા, માલીશ ચિકિત્સા, વાનસ્પતીક ઔષધ ચિકિત્સા, યોગ, પ્રાર્થના, કાઉન્સેલીંગ, એક્યુપ્રેસર, એક્યુપંક્યર, રંગ ચિકિત્સા, સુગંધ ચિકિત્સા, સંગીત ચિકિત્સા, સુજોક ચિકિત્સા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક સારવાર કાર્યદક્ષ ઉપચારકો દ્વારા, અનુભવી નેચરોપેથના માર્ગદર્શન હેઠળ આપવામાં આવે છે. કેન્દ્રના અનુભવી અને નિષ્ણાત નેચરોપેથ આપની તકલીફોને ધ્યાનમાં રાખીને સંપુર્ણ સારવાર આપવામાં આવે છે.ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, ગઠીયો વા, સંધિવા, આર્થરાયટીસ, કમરનો દુ:ખાવો, સાયટીકા, ઘુંટણનો દુ:ખાવો, ગરદનનો દુ:ખાવો, ચીકનગુનીયા, અસ્થના, માયગ્રેન, મેદસ્વિતા, પેટના રોગો, કબજીયાત એસીડીસી, સોરયાસીસ, ચામડીના રોગો, માનસીક તણાવ, સ્ત્રી રોગો, શરીર શુદ્ધિ તથા જીવનશૈલી પરિવર્તન કરવામાં આવે છે.કેન્દ્રમાં એકસાથે 36 સ્થાસ્થ્ય સાધકોને રહેવાની સગવડ છે. રહેઠાણ વ્યવસ્થામાં મુખ્યત્વે 6 ડિલક્ષ રૂમ, 4 સ્પેશ્યલ રૂમ તથા ભાઇઓ અને બહેનોના જનરલ વોર્ડ છે. દરેક ડિલક્ષ રૂમ તથા સ્પેશ્યલ રૂમમાં 2 વ્યક્તિઓને રહેવાની સગવડ છે. અહી ભાઇઓ-બહેનો માટે જનરલ વોર્ડના 4 રૂમ છે. જેમાં એક રૂમમાં ચાર વ્યકિતને રહેવાની સુવિધા છે. વલ્લભકુળ તથા ઠાકોરજીની સેવા કરતા વૈષ્ણવ સાધકો માટે સેવાની સુવિધા તથા રસોડા સાથે રહેઠાણની વિશેષ સુવિધા ઉપલબ્ધ છે.

આગમન વ્યવસ્થા: કેન્દ્ર રેલમાર્ગ તથા હાઇવે પરીવહન સાથે સીધું સંકળાયેલ છે. રાજ્ય પરીવહન બસ, પ્રાઇવેટ બસ, ટેક્સી તથા ટ્રેન દ્વારા ગોંડલ, વિરપુર અને રાજકોટ થી કેન્દ્ર પર પહોંચી શકાય છે. કેન્દ્રથી ગોંડલ 17 કી.મી. તથા વિરપુર 8 કિ.મી. ના અંતરે છે. નજીકનું ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ, 282 કિ.મી. તથા ડોમેસ્ટીક એરપોર્ટ રાજકોટ, પ7 કિ.મી. ના અંતરે આવેલ છે. નજીકના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ તથા ગોમટા ચોકડીથી આવાગમનની સગવડ સામાન્ય શુલ્કથી ઉપલબ્ધ છે. આ માટે સ્વાથ્ય સાધકે અગાઉથી જાણ કરવાની રહેશે.

આપના પૂર્વત આવેદનથી આપ જયારે પણ હોત્યાંથી આપના આવાગમનની વ્યવસ્થા યોગ્ય શુલ્કથી ગોઠવી આપવાની સગવડ ઉપલબ્ધ છે.

બુકીંગ વ્યવસ્થા:  અગાઉથી બુકીંગ કરાવવું જરૂરી છે. ટેલીફોનીક અથવા ઓનલાઇન બુકીંગ પધ્ધતિ દ્વારા કામચલાઉ બુકીંગ કરાવી શકાય છે.

સ્વાથ્ય સાધક તરફથી બુકિંગ ડિપોઝીટ તથા બુકિંગ એપ્લીકેશન ફોર્મ મળ્યા પછીજ બૂકીંગ ક્ધફર્મ કરવામાં આવશે.

કેન્દ્રમાં આગમન પહેલા સ્વાથ્ય સાધકે પોતાના બુકિંગ ની ખાતરી કરી લેવી જરૂરી છે.

કેમ્પનો લાભ લેવા માટે મો.નં. 70961 77767, 72010 77767 પર

રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તેમ જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.