મેઘાલય એ ભારતનું એવું રાજ્ય છે જ્યાં કુદરત સોળે કળાએ ખીલી છે. અને એમાં પણ ત્યાંનું માયલોમોંગ ગામની એક ખાસિયતએ પર્યટકોનું ધ્યાન આકર્ષિત કર્યુ છે. તો આવો જોઇએ કે કેવી રીતે નિર્માણ પામ્યો આ વૃક્ષોનાં પૂલ…?

પૂર્વોતર ભારતનું રાજ્ય એટલે મેઘાલય જ્યાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ વર્ષે છે અને અતિ વર્ષનાં માહોલમાં તો એવા સંજોગો ઉભા થાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું મુશ્કેલ થઇ પડે છે. ખાસ તો ગામના રહેવાસીઓને પોતાનાં ખેતરો સુધી પહોંચવું પણ કપરું થઇ પડતું હતું અને એ મુશ્કેલીને દૂર કરવા ગામનાં લોકોએ એક અનોખો પ્રયોગ કર્યો અને સફળ પણ રહ્યાં. તેઓએ વડલાની વડવાઇઓને એવી રીતે ગુંથી નાખંી કે એક મજબૂત પુલ તૈયાર થઇ ગયો.

પુલની શરુઆત થઇ ત્યારે તેને બનાવવામાં ખૂબ લાંબો સમય લાગ્યો હતો. સ્થાનિક ચર્ચ દ્વારા એ પુલ બનાવવાની શરુઆત કરાઇ હતી. ચર્ચ દ્વારાએ કોશિશ કરવામાં આવી હતી કે ચોમાસામાં ગામ લોકોને ખેતરો સુધી પહોંચવામાં જાજી પરેશાની ન વેઠવી પડે. અને સરળતાથી ત્યાં પહોંચી શકાય. ચર્ચની આ પહેલમાં પછી મેઘાલય ગ્રામીણ વિકાસ સંસ્થા પણ જોડાઇ હતી. સુવિધા માટે થયેલી આ પહેલ વર્તમાન સમયમાં પર્યટકોનાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

નદીઓની ઉપર બનેલાં આ પૂલને પોતાનું સ્વરુપ ધારણ કરતા ૧૨-૧૫ વર્ષ લાગ્યા હતા. આ વડવાઇનો પુલ લીલા ઝાડવાનો ૫૦ મીટર સુધી લાંબો અને ઢોળાવ વાળો છે.

આ પુલ તો ગામની ખાસિયત છે જ સાથે સાથે એ નાનકડું ગામ પોતાની રીતે પણ એક આદર્શ છે. અને એ રીતે એશિયાનું સૌથી સાફસુથરું ગામ બન્યું છે. માય  લોમોંગ. ૧૯૮૬માં જ ગામ વાસીઓએ નક્કી કર્યુ હતું કે દરેક ઘરમાં એક ટોઇલેટ હોવું જ જોઇએ. પરંતુ આ સ્વસ્છ અને સુંદર ગામને ટુરીસ્ટોએ થોડી નજર લગાડી હોય તેમ જ્યાં ત્યાં કચરો ફેલાવતા જાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.