રેસકોર્સમાં ગીતા જ્ઞાનયજ્ઞમાં તૃતિય દિને કા મંડપમાં રંગમહેલનો મંગલ મનોર ધામધૂમપૂર્વક યોજાયો, આજે રાત્રે પલના નંદમહોત્સવ અને કાલે વિવાહખેલ મનોરમાં વૈષ્ણવો વિશાળ સંખ્યામાં ભાગ લેશે
ગઈકાલે રેસકોર્ષમાં ગીતા જ્ઞાનયજ્ઞના તૃતિય દિવસે કા પ્રારંભે પૂર્વે મુખ્ય કા આયોજન રમેશભાઈ ધડુકના વયોવૃદ્ધ માતુશ્રી, મોટાભાઈ વિઠ્ઠલભાઈ ધડુક, રમેશભાઈ ધડુક, નૈમિષભાઈ ધડુક સહિતના પરિવારે આચાર્યપીઠે ભગવદ્ ગીતાનું આરતી-પૂજન કરીને પૂ.દ્વારકેશલાલજીને માલ્યાર્પણ કરી હતી. કા સત્સંગ દરમિયાન કાલે મંડપમાં અમદાવાદના સાનિધ્ય બાવાશ્રી, જેતપુરના કૃષ્ણકુમાર મહોદય અને પોરબંદરના અક્ષયકુમારજી મહારાજની પધરામણી થઈ હતી, શ્રોતાઓને દર્શન અને વચનામૃતનો લાભ મળ્યો હતો. ગીતા ગોડ ઓફ ધી વર્લ્ડ છે, ચિદાનંદ શ્રી કૃષ્ણએ પોતાના મુખેથી અર્જૂનને કહેલી, ત્રણ વેદરૂપ પરમાનંદરૂપ અને તત્વરૂપ પર્દાના જ્ઞાની ભરપૂર છે. ગીતા પાઠ કરનારા લોકો મુક્ત અને સુખી થાય છે અને કર્મી લોયાતા નથી આવા લોકો દેહાંતે પરમપદ પામે છે. ગીતા જ્ઞાનરૂપી જળમાં કરેલું સ્નાન સંસારરૂપી મળનો નાશ કરનાર છે. જ્ઞાનયજ્ઞના ગઈકાલે તૃતિય દિને આચાર્ય પીઠેી પૂ.દ્વારકેશલાલજીએ કપીલ મુનિના સાંખ્ય યોગને કેન્દ્રમાં રાખીને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું રસપાન કરાવ્યું હતું. પહેલા અધ્યાયમાં યુદ્ધ મેદાનની મધ્યે ઉભેલા અર્જુનને દુશ્મનો ની દેખાતા, આપ્તજનો દેખાય છે. સ્વજનો અને સંબંધીઓ દેખાય છે. અર્જુનની કાયરતાના વિષયમાં શ્રીકૃષ્ણાર્જન સંવાદ સુંદર રીતે રજૂ થયો હતો. કર્મયોગ, સ્રિ બુધ્ધિના પુરૂષોના લક્ષણો અને એના મહિમાની સમજ આપી હતી. કાના તૃતિયદિને રાજકોટના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ગુજરાતના પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા, દિલીપભાઈ પટેલ, જેરામભાઈ વાડોલીયા, રાજકોટના રલ ડી.એસ.પી બલરામ મીના, નરેશભાઈ લોટીયા, કિશોરભાઈ ભાલાળા, કિશોરભાઈ પોપટ, વિનુભાઈ ધડુક, વિપુલભાઈ ધડુક, સુરેન્દ્રનગરના સાંસદ ડો.મુંજપરા, પ્રભુદાસ તન્ના વગેરે હાજર રહ્યાં હતા.