પાણીની પ્લાસ્ટીક બોટલો તથા ચોકલેટની બરણીઓમાંથી ચકલીઓને ચણવા માટે માળા બનાવી નિ:શુલ્ક વિતરણ કરવાની પક્ષી સેવા અભિયાન

પ્રભાતે ચી ચી કરતી ચકલીઓનો કલરવ જળવાય રહે તેવા શુભ આશયથી કરાતો ટ્રસ્ટનો પ્રયાસ

પ્રભાતે ચી ચી કરતી ચકલીઓનો કલરવ જળવાય રહે અને પર્યાવરણ જતન સાથે પક્ષીઓની સેવા કરવાના શુભ આશયથી મહુવાના પ્રયાસ નેચર ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સુંદર પ્રયાસ અંતર્ગત ચકલીઓને ચણવા માટે વેસ્ટમાંથી બેસ્ટ સૂત્રને સાર્થક કરીને માળા બનાવવામા આવ્યા છે. અને આ માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મહુવાના પ્રયાસ નેચર ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિના ભાગરુપે ચકલી બચાવો  અભિયાન અંતર્ગત ફેબ્રુઆરી માસની શરુઆતમાં વેસ્ટમાંથી બેસ્ટ સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે.

જેમાં પ્લાસ્ટીકની પાણીની બોટલ, પ્લાસ્ટીક સોડા બોટલ, તેમજ કરીયાણાની દુકાનોમાંથી ખાલી થયેલી ચોકલેટની બરણીઓમાંથી ચકલીઓને ચણવા માટે માળા બનાવીને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને લોકો સુધી આ માળા પહોચાડવામાં આવી રહ્યા છે.

નેચર ગ્રુપ ટ્રસ્ટના મિત્રો દ્વારા ઉનાળામાં પક્ષીઓ માટે માટીના કુંડાનું વિતરણ કરવામાં પણ આવે છે અને હવે આ માળાનું પણ વિતરણ કરીને સેવાકીય પ્રવૃતિને વેગ મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.