દિવ્યાંગ સફળ તારલાઓ જેઓએ રચ્યો અનોખો ઇતિહાસ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
વૈજ્ઞાનિક
(ઈ.સ.૧૮૭૯-૧૯૫૫)
આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક હતા.
૨૦મી સદીના વિશ્વના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનની ગણના થાય છે. તેઓ ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. તેમના વિચારો આજે પણ આધુનિક વિજ્ઞાનની સમજ અને બ્રહ્માંડની સમજણ માટે પાયારૂપ છે. જોકે આધુનિક એટમ બોંબના નિર્માણમાં તેઓ સામેલ હતા, પરંતુ વ્યકિતગત રીતે તેઓ પ્રખર યુદ્ધ વિરોધી અને શાંતિવાદી વિચારક હતા. તેઓએ હંમેશા યુદ્ધનો વિરોધ કર્યો હતો. તેમને જન્મજાત ડીસ્લેક્ષીયાની બિમારી હતી એટલે કે બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં તેઓને વાંચીને કોઈપણ બાબત સમજવામાં તકલીફ પડતી હતી. તેઓ કોઈપણ બાબત ચિત્રો દ્વારા વધુ સારી રીતે સમજી શકતા. તેઓ હંમેશા કહેતા કે, અંત:સ્કુરર્ણાથી અનુભવેલું જ્ઞાન અમૂલ્ય છે. તેમની પ્રિન્સટન, અમેરિકા સ્થિત કચેરીની બહાર આ લેખ વાંચી શકાય છે: ‘એ જરૂરી નથી કે એવી દરેક વસ્તુ કે જે ગણી શકાય તેને ગણતરીમાં લઈ શકાય અને એવી દરેક ગણતરીમાં લઈ શકાય એવી વસ્તુઓ ગણી શકાય છે.
આવર્ત કોષ્ટકનો શોધક : દમિત્રિ મેન્ડેલીવ
પૃથ્વી પર ઘણા બધા ખનીજો, રસાયણો અને વાયુઓ મળી આવે છે. ઘણા દ્રવ્યો વિવિધ રસાયણોનાં સંયોજન કે મિશ્રણથી બનેલા હોય છે તો ઘણા કુદરતી તત્વ હોય છે. કાર્બન, ઓકિસજન, હાઈડ્રોજન, સોનું, યુરેનિયમ એમ ઘણા દ્રવ્યો મૂળભુત અને સ્વતંત્ર તત્વ છે. દરેક પદાર્થ અણુનો બનેલો છે અણુમાંય ઈલેકટ્રોન અને પ્રોટોન જેવા કણો હોય છે. દરેક તત્વના અણુમાં ઈલેકટ્રોન અને પ્રોટોનની સંખ્યા ચોકકસ હોય છે અને એ મુજબ તેની ઓળખ હોય છે. અણુની આ સમજના આધારે દમિત્રિ મેન્ડેલીવ નામના વિજ્ઞાનીએ એક એવો કોઠો બનાવ્યો કે દરેક તત્વને તેના ઈલેકટ્રોન અને પ્રોટોનની સંખ્યાના આધારે આંકડા સાથેની સંજ્ઞા અને નંબર આપ્યા. આ કોઠાને પિરિયોડિકલ ટેબલ કે આવર્ત કોષ્ટક કહે છે. જે રસાયણશાસ્ત્રના અભ્યાસમાં જરૂરી અને ઉપયોગી છે. દમિત્રિ મેન્ડેલીવનો જન્મ ઈ.સ.૧૮૩૪માં સાઈબિરિયાના ટોબોલ્સક ગામે થયો હતો. સેન્ટ પિટસબર્ગ યુનિવર્સિટીમાં ગ્રેજયુએટ થયા બાદ તે પ્રોફેસર બન્યા હતા. દમિત્રિ તેની શરૂઆતની કારકિર્દીમાં જ એક અગ્રણી વિજ્ઞાની તરીકે પ્રસિઘ્ધ થયા. તેણે હાઈડ્રોડાયનેમિક, ભુસ્તર શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રનો ઉંડો અભ્યાસ કરેલો. પિરિયોડિકલ ટેબલ તેની મહાન શોધ બની. તેણે રશિયામાં મેટ્રિક સિસ્ટમ દાખલ કરેલી. તેણે ધુમાડો ન નીકળે તેવા પદાર્થની શોધ કરેલી. જીવનભર વિજ્ઞાન સાથે સંકળાઈને તેણે ઘણા એવોર્ડ મેળવેલા. તે બ્રિટનની રોયલ સોસાયટીના સભ્ય પણ બનેલા. તેણે વિજ્ઞાનના શિક્ષણ માટે પણ ઘણા યોગદાન આપેલા. એ પ્રોજેકટ ફોર સ્કુલ ટીચર તેનું પ્રસિઘ્ધ પુસ્તક છે. ૧૯૦૭ના ફેબ્રુઆરીની બીજી તારીખે તેનું અવસાન થયેલું.
જુલિયસ સીઝર
મહાન સમ્રાટ
(ઈ.સ. પૂર્વે ૧૦૦-૪૪)
જુલિયસ સીઝર રોમન સામ્રાજયનો મહાન સમ્રાટ રાજા હતો.
જન્મ: ૧૩ જુલાઈ ઈ.સ.પૂર્વે ૧૦૦
મૃત્યુ: ૧૫ માર્ચ ઈ.સ.પૂર્વે ૪૪
જુલીયસ સીઝર રોમન સૈન્યનો સકળ સુકાની અને મહાન સમ્રાટ રાજા હતો. તેમણે ફ્રાંસ પર ચઢાઈ કરી જીત મેળવી હતી. તે શારીરિક રીતે અપંગ હતા. તેમને વાઈ (ફેરર્રુ)ની તકલીફ હતી. તેના કારણે તેઓને ઘણી વખત આંચકા (તાણ) આવતાના કારણે રોજિંદા કામકાજ તેમજ યુદ્ધના મેદાનમાં પડી જતા.
લુઈ બ્રેઈલ
બ્રેઈલ લીપીના સંશોધક
(ઈ.સ.૧૮૦૯-૧૮૫૨)
તેમનો જન્મ ૧૮૦૯માં ફ્રાંસના પેરીસ શહેરની પરીસરમાં આવેલા એક નાના ગામડામાં થયો હતો. ત્રણ વર્ષની નાની ઉંમરે પિતાના કામના ઓજારો સાથે રમતા અકસ્માતે તેમની આંખમાં ઈજા થવાથી તેમને શરૂઆતમાં આંખે ઓછુ દેખાતુ, શિક્ષક અને ચર્ચાના પાદરીની મદદથી તેઓ રાષ્ટ્રીય અંધજન સંસ્થા, પેરીસ ખાતે રહેવા ગયા ત્યાં ૧૧ વર્ષની ઉંમરે તેમણે ફ્રાન્સના સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતી રાત્રે લખી શકાય એવા સાંકેતિક ચિન્હોનો ઉપયોગ કરી ખાસ પ્રકારનાં ટપકાઓ દ્વારા નિર્મિત અક્ષરોનો આવિસ્કાર કર્યો. ઈ.સ.૧૮૨૪ સુધીમાં તેઓ આ ક્રાંતિકારી બેઈલ લીપીનું આવિસ્કાર કરી ચુકયા હતા પરંતુ ફ્રાંસની સરકારે તેમના આ સંશોધનને માન્યતા આપી નહોતી. ૧૮૫૪ (તેમનાં મૃત્યુનાં બે વર્ષ બાદ) સુધી આ આવિષ્કાર બ્રેઈલ લીપી તરીકે ઓળખાતો હતો. તેમના ગામમાં મુકાયેલ એક સ્મારકના તકતીલેખમાં લખ્યું કે, તેમણે જેઓ જોઈ નથી શકતા તેમના માટે જ્ઞાનરૂપી વિશ્ર્વાના દ્વાર ખોલી દીધા છે. લુઈ બ્રેઈલે તેમની ડાયરીમાં લખ્યું હતું, ‘ જો મારી આંખો મને મનુષ્યો, ઘટનાઓ, વિચારો અને સિઘ્ધાંતો વિશે કંઈ નહીં જણાવે તો મારે બીજો રસ્તો શોધવો પડશે.
પાયથાગોરસ
ગણિતશાસ્ત્રી
(ઈ.સ.પૂર્વે ૫૬૯-૪૭૫)
પાયથાગોરસ એક ગણિતશાસ્ત્રી હતા.
૨૫૦૦ વર્ષ પૂર્વે તેઓ પ્રાચીન ગ્રીસમાં રહેતા હતા. આજે પણ એમના સંશોધન પાયથાગોરસના સિઘ્ધાંતનો ઉપયોગ જુદા-જુદા આકાર-ત્રિકોણ, વર્તુળનું ક્ષેત્રફળ માપવા માટે કરીએ છીએ. પાયથાગોરસ શારીરિક રીતે અપંગ હતા. તેમને વાઈ (ફેફરું)ની તકલીફ હતી. તેના કારણે તેમને ઘણી વખત આંચકા (તાણ) આવતા રહેતા.
અર્નેસ્ટ રૂથરફોર્ડ : અણુ વિભાજનનો શોધક
રેડિયો એકટીવ પદાર્થોના રાસાયણિક ગુણધર્મો વિશે ઉંડી સમજ આપનારા વિજ્ઞાનીઓમાં અર્નેસ્ટ રૂથરફોર્ડનું નામ મોખરે છે. આલ્ફા અને બિટા વિકિરણોના નામ પણ તેણે આપેલા. પદાર્થનાં અણુમાં રહેલા પ્રોટોનનું નામ પણ તેણે આપેલું. અણુ વિભાજનની મહત્વની શોધ કરવા બદલ તેને ૧૯૦૮માં કેમિસ્ટ્રીનું નોબેલ ઈનામ મળેલું. અર્નેસ્ટ રૂથરફોર્ડનો જન્મ ઈ.સ.૧૮૭૧ના ઓગસ્ટની ૩૦ તારીખે ન્યુઝિલેન્ડના બ્રાઈટવોટર શહેરમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. તેમણે હેવલોક સ્કુલ અને નેલ્સન કેન્ટબરી યુનિવર્સિટીમાં ઈલેકટ્રીકલ ટેકનોલોજીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ૧૮૯૫માં તે ઈંગ્લેન્ડ કેમબ્રિજ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરવા ગયા. ૧૮૯૮માં તેમને કેનેડાની મેકગિલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણુક મળી. ૧૮૯૫ થી ૧૮૯૮ દરમિયાન તેમણે રેડિયો એકટીવ પદાર્થો પર રાસાયણિક પ્રયોગ કરી સંશોધનો કર્યા. ૧૯૦૭માં તે બ્રિટન આવ્યા અને માંચેસ્ટર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા. ૧૯૦૮માં તેમને નોબેલ ઈનામ એનાયત થયું. બ્રિટનની મહારાણીએ તેમને નાઈટનો ઈલકાબ આપેલો.
રૂથરફોર્ડના હાથ નીચે ભણેલા ઘણા વિદ્યાર્થીઓ વિશ્ર્વ પ્રસિઘ્ધ વિજ્ઞાનીઓ બનેલા. તત્વોના કોઠામાં ૧૦૪ના સ્થાન પર શોધાયેલા નવા તત્વને રૂથર ફોર્ડિયમ નામ આપીને વિજ્ઞાન જગતે તેમને અંજલિ આપી છે. ઈ.સ.૧૯૩૭ના ઓકટોબરની ૧૯મીએ તેનું અવસાન થયું હતું.
જયોર્જીસ કૌથન
વકીલ અને ક્રાંતિકારી
ઈ.સ.૧૭૫૫-૧૭૯૪
જયોર્જીસ કૌથન એક ક્રાંતિકારી વકીલ હતા.
જયોર્જીસ કૌથન ફ્રાંસની ક્રાંતિના નેતા હતા. તેઓ લકવાગ્રસ્ત પગ સાથે જન્મ્યા હતા જે તેમને ઉભા થવામાં મદદકર્તા ન હતા પણ દઢ નિશ્ર્ચયથી તેઓ ભણ્યા અને એક વકીલ બન્યા અને જરૂરતમંદ, નબળા, ગરીબ લોકોને ન્યાય અપાવવા સદાય તત્પર રહેતા. તેમણે જાતે એક પૈડા ખુરશી તૈયાર કરી જેને હાથ વડે હલેસા મારી ચલાવી શકાય. તેઓ એક કુશળ રાજનેતા હતા અને રીપબ્લીકન આર્મી કે જેણે લીઓનના કિલ્લાને ઘેરો નાખી કબજે કર્યો હતો તેના લીડર હતા. તેઓ પરોપકારી અને દયાળુ વ્યકિત હતા. તેમને ફ્રાંસની ક્રાંતિ દરમ્યાન મોતની જાહેર સજા ફરમાવવામાં આવી હતી.