ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાને ભારતની સાથે વિશ્ર્વ ફલક પર આપણા સાંસ્કૃતિક વારસાની અને યાત્રાધામોની ગૌરવ ગાથા ફેલાવી રહ્યા છે. મોદીજી કાશી વિશ્ર્વનાથ, મહાકાલેશ્ર્વર, કેદારનાથ, સોમનાથ, ચારધામ યાત્રાધામના વિકાસની સાથે સ્થાનીક લોકોના વિકાસ માટે કટીબઘ્ધ પ્રધાન મંત્રી હવે, એક એવા યાત્રાધામને પોતાની યાત્રા દ્વારા વૈશ્ર્વિક ફલક પર નવી ઓળખ આપવા જઇ રહ્યા છે, જયાં સુધી માત્ર દુર્ગમ અને કઠિન યાત્રા પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટને કારણે હવેે 10 વર્ષથી 75 વર્ષ સુધીના યાત્રિકો આસાનીથી આ યાત્રા કરી શકશે.
રપ વખત કૈલાસ માનસરોવરની યાત્રા કરનાર કણસાગરા મહિલા કોલેજના પ્રોફેસર ડો. યશવંત ગોસ્વામીએ આદિ કૈલાસ ૐ પર્વતની યાત્રા રર વર્ષ પૂર્વે 300 કી.મી. પગપાળા યાત્રા કરી હતી.
આ દુર્ગમ અને કઠિન યાત્રા પ્રધાન મંત્રીના ડ્રીમ પ્રોજેકટને કારણે બાળથી મોટેરા માટે સરળ થઇ આ સુંદર ઘાટીમાં 7મી થી 14મી સદીમાં નિર્માણ થયેલ 124 પ્રાચિન હિન્દુ મંદિરનો સમુહ છે
આદિ કૈલાસથી પાર્વતી સરોવર 3 કી.મી દુર છે: દુર્ગમ પહાડોમા પણ સહકારે આદિ કૈલાસ, ૐ પર્વત અને કૈલાસ વ્યુ પોઇન્ટ સુધી રસ્તાઓ બનાવવાનું અકલ્પનીય કાર્ય કરેલ છે
હવે ચાયનામાં ગયા વગર પરમીટે કૈલાસ-માનસરોવર યાત્રા થઇ શકશે: કૈલાસ પર્વતનું હવાઇ અંતર લગભગ પ0 કી.મી. અને જમીન માગે આ અંતર 100 કી.મી. છે: ઉત્તરાખંડ ટુરિઝમથી વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ ઉભી થશે
ઉતરાખંડ રાજયમાં યીથોરાગઢ જિલ્લાની વ્યાસઘાટીમાં આવેલ નાભી વિલેજ ખાતે વ્યાસ ઋષિમેલા સમિતિના અઘ્યક્ષ મદનસિંહ નાબીયાલ અને ગ્રામપ્રધાન સનમ નાબીયાલ સાથે ટેલીફોનીક વાતચીત થયા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 1ર ઓકટો. ના રોજ આદિ કૈલાસ યાત્રાએ આવી રહ્યા છે. પ્રધાનમંત્રી દિલ્હીથી જાગેશ્ર્વર ધામ જશે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર હિમાલયની સુંદર ઘાટીમાં આવેલ છે. 7મી થી 14 મી સદીમાં નિર્માણ થયેલ આ મંદિર 124 પ્રાચીન હિન્દુ મંદિરનો સમુહ છે. અહીં પૂજા અર્ચના બાદ પ્રખર શિવ ઉપાસક પ્રધાન મંત્રી હેલીકોપ્ટર દ્વારા આદિ કૈલાસના દર્શને જશે ત્યાં પૂજા અર્ચના બાદ પાર્વતી સરોવરની યાત્રા પણ કરશે. આદિ કૈલાસ થી પાર્વતી સરોવર 3 કી.મી. દુર છે.
મદન નાબીયાલના જણાવ્યાનુસાર આદિ કૈલાસ ખાતે જોલીંગ કોંગમાં આ સમયે પ્રધાનમંત્રી સાથે માત્ર 25 લોકોને જ જવાની અનુમતિ અપાઇ છે. જેમાં વ્યાસ વેલીની 7 ગ્રામ પંચાયતના લોકો જશે. આ સમુહમાં મદન નાબીયાલ અને સનમ નાબીયાલ સાથે 4 કલાકારોની ટીમ પણ જશે. આદિ કૈલાસ, પાર્વતી સરોવર, કુંતી પર્વત, ગણેશ પર્વત, બ્રહ્મા પર્વત અને પાંડવ પર્વતના દર્શન પુજન અર્ચન બાદ પ્રધાનમંત્રી ૐ પર્વત અને ભારત-ચીન બોર્ડર પર સ્થિત કૈલાસ વ્યુ પોંઇટ જાય એવી શકયતા પણ છે. અન્યથા તેઓ આદિ કૈલાસથી પિથોરાગઢ આવી વિશાળ જનસભાને સંબોધી અનેક મહત્વ પૂર્ણ યોજનાની જાહેરાત કરશે.
ડો. યશવંત ગોસ્વામી જણાવે છે કે આ એજ માર્ગ છે જે ધારચૂલા, વવાઘાટ, ગુંજી થઇ આદિ કૈલાસ ૐ પર્વત અને ત્યાંથી 18,500 ફુટની ઉંચાઇએ આવેલ ચીન-ભારતની બોર્ડર લીયુલેખ પાસથી તિબેટમાં પ્રવેશી તકલાકોટથી કૈલાસ માનસરોવર જવાય છે. અને હવે પ્રધાન મંત્રીના સંનિષ્ઠ પ્રયાસોથી લીપુલેષ પર ભારતીય સરહદમાં કૈલાસ વ્યુ પોંઇટ તૈયાર કરાયેલ છે. જે સરકારી કૈલાસ યાત્રાનો પૌરાણિક માર્ગ છે. સંભવત: 2024માં આદિ કૈલાસની યાત્રા કરનારને કૈલાસ- માનસરોવરના દર્શનનો અમૂલ્ય અને અવિસ્મરણીય ધાર્મિક લાભ