ચાર લાખથી વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરનાર અને ૨૪૬ બીમાર વૃઘ્ધોના મસીહા એવા ગરવા ગુજરાતીના કાર્યો અને વિચારો સમાજ માટે પ્રેરણારૂપ

દેશ અને દુનિયા હા જે સમસ્યાથી પિડાઇ રહી છે એ છે પ્રકૃતિનું અસંતુલન ગ્લોબલ વોમિંગના કારણે વાતાવરણમાં થતા ફેરફારના કારણે સર્જાતી પરિસ્થિતિ, આવા કપરા સમયમાં જરુર છે એક એવા મસિહાની કે જેઓ પર્યાવરણ સંતુલનમાં મદદરૂપ થાય, તેવી જ રીતે આજના આ ધોર કળિયુગમાં વૃઘ્ધો, વડીલો કે જેનું કોઇ નથી અને બીમાર છે, એક સમયે કંઇ કામ નથી કરી શકતા તેઓ સમાજનો પણ એક એવો ભાગ છે જેને સહારાની તાતી જરુરીયાત છે. તો સમાજમાં વૃક્ષો અને વૃઘ્ધો બન્નેના મસીહા છે સમાજ સેવક અને પર્યાવરણ પ્રેમી વિજયભાઇ ડોબરીયા કે જેઓનું સદભાવના વૃઘ્ધાશ્રમની આજે ભારતભરમાં નોંધ લેવામાં આવી છે. નાની વયે પડકારજનક કાર્ય કરનાર વિજયભાઇએ પ જુન ૨૦૧૪ થી વૃક્ષારોપણની શરુઆત કરી. વિજયભાઇએ આ સુંદર ગ્રીન અભિયાનની શરુઆત પડધરી તાલુકાના ફતેપર ગામથી કરી હતી. અને પ્રથમ ત્રણ માસમાં ૧૦૦૦ હજાર વૃક્ષો વાવ્યા હતા. એટલું જ નહીં તેનું જતન પણ કયુૃ છે. ૧૫૦૦ વૃક્ષો વાવવાની આ શ્રૃંખલાને આજે ચાર લાખથી પણ વધારે પહોચાડીને તેઓએ ‘હરિયાળી ક્રાંતિ’ લાવી છે. વિજયભાઇ ડોબરીયાએ પોતાના આ સાહસ, સ્વપ્નો અને સેવાકીય કાર્યો વિશે ‘અબતક’ સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે મારા જીવનનું આ ‘હરિત સફર ’ અત્યંત રસપ્રદ રહી છે. મને આ કાર્ય ખૂબ ગમે છે, જનુન છે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે હું આ કાર્યને દેશ સેવા ગણું છું. અને એમ માનું છું કે એક ક્રાંતિકારીની જરુર માત્ર આઝાદી પુરતી જ હોય એવું જરુરી નથી દેશ આઝાદ થયો  પછી પણ ઘણા પ્રશ્ર્નો છે અને હતા. જેને શરુ કરવા એટલા જ જરુરી હતા.  અને મેં વિશ્ર્વના ક્રાંતિકારીઓની બાયોગ્રાફી વાંચી છે, ત્યારથી મેં નકકી કર્યુ હતું કે સમાજના પ્રશ્ર્નો અને સમસ્યાઓ છે તેના માટે કામ કરવું છે. જે આગળ જતા સમાજને કામ લાગે અને તેમનું આ એક કામ છે. વૃક્ષરોપણ વૃક્ષારોપણ અને વાંચન બન્ને માટે સમય કાઢવો જરુરી છે. તો આપ આને કેવી રીતે બેલેન્સ કરો છો? અને વાંચન પ્રત્યે પ્રેમ, લાગણી કઇ હદ સુધી છે? તેના જવાબમાં વિજયભાઇએ જણાવ્યું કે ટ્રાવેલીંગ દરમિયાન વાંચન જ કરું છું. અને મને ક્રાંતિકારીઓ વિશે વાંચવું વધારે ગમે છે. મેં કયારેય નવલકથાઓ નથી વાંચી મને પુસ્તકોમાંથી બળ મળે છે. મારે સમાજને કંઇક આપવું છે હું એવું માનું છું કે માત્ર સંપતિ જ મહત્વની નથી.

તમારા મને સંપતિ એટલે શું છે? તેના જવાબમાં વિજયભાઇએ જણાવ્યું કે મારા માટે સમાજને ઉપયોગી બનવું એ જ સાચી સંપતિ છે.  તેથી વૃક્ષો અને વૃઘ્ધો માટે કામ કરવું છે. વૃઘ્ધોની સેવા અને વૃક્ષોનો ઉછેર બન્ને કાર્યોમાં સમાનતા છે. જે સમય અને જતન બન્ને માગી લે છે. તો વૃક્ષો અને વૃઘ્ધોની સેવા અને જાળવણી આ કાબિલેદાદ પડકારો લેવા સમયે શું વિચાર હતો? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે વૃઘ્ધાશ્રમ બનાવવો છે. કંઇક ઘણા લોકોએ એવું સમર્થન આપ્યું કે આ કાર્ય ન કરાય ત્યારે મને દ્રઢ નિશ્ર્ચય હતો કે જો આ કાર્યને હાથમાં જ ન લઇએ તો આને કરશે કોણે? અડગ નિર્ણય સાથે શરુઆત કરી અને વૃઘ્ધાશ્રમમાં હાલ ૨૪૬ વડીલો છે. એવા લોકો છે જે રેંકડી ચલાવે, શીંગ વેચતા હોય, જેનું કોઇ ન હોય તેવા બીમાર વૃઘ્ધોને આશરો આપ્યો આ બધામાંથી ૭૫ વડીલો હાલ ડાયપર પર છે અને ૫૮ કેન્સરગ્રસ્ત છે. વૃક્ષોનો ઉછેર હોય કે વૃઘ્ધોને પાળવા મારા માટે જતન છે. અને હું એવું માનું છું કે આ બધુ સમાજ ચલાવે છે. હું તો માત્ર આધાર સ્તંભ છું. હાલ ૧૮ લોકોનો સ્ટાફ છે, આ સેવાકીય કાર્યો કરવાની પ્રેરણા કયાંથી આવી? તેના જવાબમાં તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૦૫ માં મે એમ.એસ.ડબલ્યુ. નો અભ્યાસ કર્યો હતો. જેના અભ્યાસક્રમમાં ગાંધીજી, વિનોબાભાવે અને લક્ષ્મીબાઇના કાર્યો અને જીવન વિષયક બાબતો આવતી હતી. તેના પરથી મને પણ થયું કે મારે પણ દેશ સેવા  કરવી છે અને મેં આ કાર્ય શરુ કર્યુ અને તેમા બધાનો સહકાર મળ્યો.

IMG 20201212 WA0001

૩ર વર્ષની નાની વયે કારકિર્દી ઘડવી, સેવિંગ્ન કરવું એ બધાને અગ્રતા હોય પણ આપ અલગ દિશામાં આગળ વઘ્યા તો આ કોઇ પૂર્વ આયોજન હતું કે પ્રેરણા?  તેના જવાબમાં વિજયભાઇએ કહ્યું કે એવું કંઇ નથી મારા મતે જયારથી સ્વપ્ન આવે ત્યારથી જ શરુઆત કરવી જોઇએ તે જ મહેચ્છા સાથે વૃક્ષો  વાવવાનું અને વૃઘ્ધોની દેખભાળ કરવાનું શરુ કર્યુ લોકો સંપતિને નંબર ગણે છે. તેવી જ રીતે હું પણ ગણું છું. પણ વૃક્ષો વાવવા અને વૃઘ્ધોની દેખભાળ કરવી એ નંબરને પ્રાધાન્ય આપું છું. વૃક્ષોનું આપના જીવનમાં શું મહત્વ છે? તેના જવાબમાં તેમણે કહયું કે કરવી છે. અને મેં આ કાર્ય શરુ કર્યુ આજે તેમાં બધાનો સહકાર મળ્યો.

૩ર વર્ષની નાની વયે કારકિર્દી ઘડવી, સેવિંગ્સ કરવું, એ બધાને અગ્રતા હોય પણ આપ અલગ દિશામાં આગળ વઘ્યા તો આ કોઇ પૂર્વ આયોજન હતું કે પ્રેરણા? તેના જવાબમાં વિજયભાઇએ કહ્યું કે એવું કંઇ નથી મારા મતે જયારથી સ્વપ્ન આવે ત્યારથી જ શરુઆત કરવી જોઇએ તે જ મહેચ્છા સાથે વૃક્ષો વાવવાનું અને વૃઘ્ધોની દેખભાળ કરવાનું શરુ કયુૃ લોકો સંપતિને નંબર ગણે છે તેવી જ રીતે હું પણ ગણું છું. પણ વૃક્ષો વાવવા અને વૃઘ્ધોની દેખભાળ કરવી એ નંબરને પ્રાધાન્ય આપું છું.

વૃક્ષોનું આપના જીવનમાં શું મહત્વ છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, જન્મ થયા બાદ ધોડીયાથી વૃઘ્ધાવસ્થામાં જરુર પડતી લાકડી આ બધું જ વૃક્ષોની દેન છે. હું વૃક્ષોને ભગવાન ગણું છું. ગુજરાતમાં ૭૦૦૦ કી.મી. ના ડિવાઇડરમાં પાંચ વર્ષમાં વૃક્ષારોપણ કરી દેવાનું મારું સ્વપ્ન છે. તેમાં રાજકોટ મોરબી રોડ પરના ડિવાઇડરમાં વાવી દીધા છે. હાલ રાજકોટ ભાવનગર પર કામ ચાલુ છે. મારું ગુજરાત હરિયાણું ગુજરાત એ મારું સ્વપ્ન છે. ભવિષ્યના ઘ્યેય શું છે? તેના જવાબમાં વૃઘ્ધાશ્રમમાં વડીલો કે જેનું કોઇ નથી બીમાર વડીલોને મારે ફાઇવસ્ટાર હોટલ જેવી સુવિધા આપવી છે આજ ઘ્યેય સાથે આગળ વધીશ, અને વૃક્ષોના સંદર્ભમાઁ વીસ વર્ષમાં ગુજરાતને ગ્રીન કરવાનું મારું ઘ્યેય છે.

દરેક વ્યકિતને કંઇકને કંઇક મળતું હોય તો જ તે કાર્ય કરે છે. તો વૃક્ષો પાસેથી તમને શું મળે છે ના જવાબમાં તેમણે જણાવ્યું કે વૃક્ષોમાં પણ જીવ છે. વૃક્ષો વાવવાના કાર્યમાં મને લોકોનો સપોર્ટ મળ છે. અને અત્યાર સુધીમાં ૪૦ કરોડ આર્થિક સહયોગ મળ્યો છે. હાલ પપ ટ્રેકટર  પાણીના છેજે ડીવાઇડરમાં વાવેલા વૃક્ષોને પાણી પીવડાવા માટે છે. વૃક્ષોના પીંજરાની ફરતે કાંટાળી વાડ શા માટે બાંધી હોય છે? પશુથી બચાવવા આ રીતે કાંટાળી વાડ કરવામાં આવે છે. પર્યાવરણ પ્રેમી લોકો માટે આપ શું કહેશો તેના જવાબમાં તેમણે કહ્યું કે વૃક્ષારોપણ કરી દેવું એ જ પૂરતુ નથી વૃક્ષો ભલે ઓછા વાવીએ પણ તેનું જતન અને ઉછેર ખુબ જરુરી છે. આજે હું દરેક યુવાનોને માત્ર એટલું જ કહીશ કે વર્ષે માત્ર ર૦ વૃક્ષો વાવો અને ઉછેરો જેથી ગુજરાત એવું હરિયાળુ બની જાય કે કોઇ હવાઇ માર્ગોથી જુએ તો કહી ઉઠે કે આ ગુજરાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.