અબતક, રાજકોટ

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને હવે આર્થિક મહાસત્તા બનાવવા તરફ મક્કમપણે આગળ વધી રહેલા દેશ માટે ગઇકાલે રજૂ થયેલા બજેટને વિકાસનો રોડમેપ બનાવવામાં આવી રહ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ અંગે આપેલા વક્તવ્યમાં જણાવ્યું હતું કે આઝાદીના 75મા વર્ષે 100 વર્ષના આયોજન જેવા આ બજેટમાં સૌપ્રથમવાર રાજકારણથી પર રહીને માત્ર ને માત્ર વિકાસ લક્ષી બજેટ બનાવવામાં આવ્યું છે

વડાપ્રધાને જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછી જેવી રીતે સમગ્ર વિશ્વમાં નવેસરથી રાજકીય સામાજિક આર્થિક ઉપયોગી પ્રવૃત્તિઓ નો સંચાર થયો તે રીતે સો વર્ષની સૌથી મોટી મહામારી સામે લડીને દેશ સમગ્ર વિશ્વમાં એક સક્ષમ રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે કોરોના સામે ની જંગ જીતનાર ભારતને હવે દુનિયા એક સક્ષમ રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યું છે વર્ષ 2022 નું બજેટ સંપૂર્ણપણે રાજદ્વારી દ્રષ્ટિકોણ મુક્ત સમગ્ર ધ્યાન વિકાસ અને આવનારા દિવસોની જરૂરિયાતો અને અનૂસંગિક બનાવવામાં આવ્યું છે દેશભરમાં બજેટ નું સ્વાગત થઈ રહ્યું છે સાત વર્ષમાં લેવાયેલા નિર્ણયો ની ભૂલો સુધારી ને ભારતની શક્તિ ને વધુ સુંદર બનાવવાનું આશય રહ્યો છે.

આઝાદ ભારતના રાજદ્વારી ઇતિહાસમાં સૌપ્રથમવાર બજેટને રાજકારણથી
પર રાખી સંપૂર્ણપણે અભીગમની પહેલ

વડાપ્રધાને જણાવ્યું હતું કે આ બજેટમાં આર્થિક-સામાજિક પાસ આવો ને નજરમાં રાખીને ગરીબ પછાત વર્ગના મજૂરો થી લઇ ખેડૂતો અને ઉદ્યોગપતિઓને ખાસ કરીને યુવા વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે

ખેતી પ્રધાન ભારત ની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વધી રહી છે ત્યારે ગામડાઓને સક્ષમ બનાવવા ની જરૂરિયાતો માં ખાસ કરીને ગરીબ પરિવારો કે જે મોટા ભાગે ખેતી સાથે જોડાયેલા છે તેમને પીવાના પાણીની સુવિધાથી લઈ પાકા મકાન આપવાની જોગવાઈ કરવામાં આવી છે 30 લાખ ગરીબ પરિવારોને નળ કનેકશન આપી ને ગ્રામ્ય મહિલાઓ અને ખેતીમાં પૂરતો સમય આપવાની તક આપી માતા બહેનો ને મુશ્કેલરૂપ પાણીની સમસ્યાઓમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા છે.

ગરીબના ઘરનું ઘર થઈ જાય તો આત્મવિશ્વાસ થાય છે.આ જ રીતે ગરીબોને અત્યાર સુધી રાજકીય રીતે ઉપયોગ કરનારા યુગનો પૂર્ણવિરામ મૂકી ને સૌ પ્રથમવાર સરકારે જ નથી ગરીબ પરિવારોની ક્ષમતા વધારવાના પ્રયાસો કર્યા છે અને તેના સારા કોલ પણ મળ્યા છે બે લાખ ચાર પરિવારોને પાકા મકાન આપવા ના નવા વર્ષના બજેટથી અર્થતંત્ર મજબૂત બનશે સામાજિક ન્યાય સંતુલન અને ગરીબી નાબૂદી એ દેશના સંતુલિત વિકાસ માટે જરૂરી છે દેશમાં કોઈ વિસ્તાર પસાર ન રહે તે ધ્યાને લેવામાં આવ્યું છે સરકાર દ્વારા છેવાડાના વિસ્તારમાં વિકાસ પહોંચે તે માટે સંપૂર્ણપણે આયોજન કરવામાં આવ્યું છે

આર્થિક વિકાસ સામાજિક શસ્ત્રીકરણ ની સાથે સાથે સરહદી સુરક્ષા માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં અમે સરહદના ગામોના વિકાસ અને કચ્છના રણોત્સવના સફળ પ્રયોગો કર્યા છે હવે સમગ્ર દેશમાં તમામ રાજ્યોના ગામડાઓના વિકાસ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કે ગામડાઓમાં વીજળી પાણી સડક અને ટુરિસ્ટ ડેસ્ટિનેશન નો વિકાસ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તરાખંડ પંજાબ જમ્મુ કાશ્મીર ગુજરાત રાજસ્થાન જેવા સરહદી વિસ્તારના ગામડાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિકાસ અને ખાસ કરીને સરહદી વિસ્તારની શાળાઓમાં એનસીસી ની પ્રવૃત્તિ ને વેગ આપી ને સરહદના ગામડાના વિદ્યાર્થીઓ બાળપણથી જ લશ્કરમાં જવા માટે નોબલ વિકસાવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશ જેવા સરહદી વિસ્તારમાં જ્ઞિીંશિતિં તીર્થસ્થળ પર્યાવરણની સુરક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે

સરકાર દ્વારા ખેડૂતોને પગભર કરવા માટે એમ.એસ.એમ.ઈ ના ટેકા સાથે સાથે બરછટ અનાજ ની ખેતી ના પ્રોત્સાહનથી દલિત આદિવાસી ખેડૂતોને પ્રોત્સાહન અને ખાનગી નર્સરી માટેના પ્રોત્સાહનથી ખેડૂતો પગભર બનશે ખેતીના વિકાસ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલી ખાસ પરિયોજનાઓમાં તેલિબીયાના વાવેતરને આપવામાં આવશે અને તેના આધારે વિદેશમાંથી મંગાવવામાં આવતા ખાધતેલની આયાત ઘટાડી તેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બની વિદેશી હૂંડિયામણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  બજેટ અને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર વિગતવાર વાત કરવા માટે સંબોધિત કરી  તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ખૂબ જ સુંદર અને સારી રીતે બજેટના પાસાઓ રજૂ કર્યા છે. બજેટ ભાષણમાં આખું બજેટ શક્ય નથી કારણ કે બજેટમાં બહુ મોટો દસ્તાવેજ છે, વિગતો છે અને ગૃહમાં આ બધું બોલવું પણ શક્ય નથી. પીએમ મોદીએ કહ્યું કે આ સમય નવી તકોનો છે, નવા સંકલ્પોને પૂર્ણ કરવાનો સમય છે. ભારત આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ભારતના પાયા પર આધુનિક ભારતનું નિર્માણ થાય તે ખૂબ જ જરૂરી છે.

તેમણે અહીં કોરોના મહામારીનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે હાલમાં દેશ 100 વર્ષમાં સૌથી મોટી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે. કોરોનાનો આ સમયગાળો વિશ્વ માટે ઘણા પડકારો લઈને આવ્યો છે. વિશ્વ એક એવા ત્રિભેટે  છે જ્યાં વળાંક નિશ્ચિત છે. જે દુનિયા આપણે હવે પછી જોવા જઈ રહ્યા છીએ તે કોરોના પહેલા જેવી નહીં હોય.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આત્મનિર્ભરતાના આધારે નવા ભારતનું નિર્માણ કરવું જરૂરી છે. આ નવી તકોનો સમય છે, નવા સંકલ્પોની પરિપૂર્ણતાનો સમય છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભારત આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ભારતના પાયા પર આધુનિક ભારતનું નિર્માણ થવું જોઈએ. તેમણે કહ્યું કે હવે લગભગ 9 કરોડ ગ્રામીણ પરિવારોને નળમાંથી પાણી મળવા લાગ્યું છે. તેમાંથી છેલ્લા 2 વર્ષમાં જલ જીવન મિશન હેઠળ 5 કરોડથી વધુ પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે લગભગ 4 કરોડ ગ્રામીણ પરિવારોને પાણીના જોડાણ આપવામાં આવશે.

એમએસપી પર દુનિયાભરની વાતો ફેલાવવામાં આવી હતી. પરંતુ અમે ગત સિઝનમાંએમ એસ પી પર રેકોર્ડ ખરીદી કરી હતી. ડાંગરની જ વાત કરીએ તો, ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ માટે તરીકે 1.5 લાખ કરોડથી વધુ મળવાની અપેક્ષા છે. બજેટમાં એવી જોગવાઈ છે કે બે લાખ કરોડથી વધુની લઘુતમ ટેકાના ભાવનીસીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

રસ્તાઓનો પણ  વિકાસ  કરવામાં આવશે. વિકાસ કરવાથી  ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે  અને  ખેડૂતોનું ઉત્પાદન પણ વધશે. દેશમાં 4જગ્યા  પર  લોજિસ્ટિક પાર્ક  વિક્સાવવામાં આવશે.

ડિફેન્સમાં પણ વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દેશમાં બનેલ યંત્રો જ ખરીદવામાં આવશે.

મોબાઈલ સેક્ટરના ઉત્પાદનમાં પણ ક્રાંતિ આવી છે. જેના કારણે રોજગારીની તકોનું સર્જન થશે.

ડિજિટલ કરન્સીને રૂપિયામાં ટ્રાન્સફર કરી શકાશે. તમે તેને  ઓનલાઇન પર ટ્રાન્સફર કરી શકશો. આ સાથે જ   નાના વેપારી  માટે નાના લઘુ અને મધ્યમ ઉદ્યોગ  સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગથી દોઢ લાખ કરોડ નોકરીઓ સુરક્ષિત થઇ છે.

આગામી વર્ષ સુધી 5-જી સર્વિસથી રોજગારીની અનેક તકનું સર્જન થશે .

સાથેજ  મોદીએ જણાવ્યું  હતું કે, કચ્છના રન વિસ્તારનો વિકાસ થશે.  તો સરહદ વિસ્તારમાં પણ સુવિધા આપવામાં માટે સરકાર કાર્યરત છે. પર્વતમાળા યોજનાથી પહાડ પરની અવર-જ્વર વધશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,  જનધન એકાઉન્ટથી ગરીબ લોકોને ફાયદો થયો છે. આ સાથે જ કહ્યું હતું કે,  દેશના  બધા જ ગરીબ લોકોને  ઘર આપીશું.  તો  વધુમાં જણાવ્યું હતું કે, આ ઘરો પૈકી સૌથી વધારે  મહિલાઓના નામે છે/  દેશની ભલાઈ માટે દેશનો સંતુલિત વિકાસ કરવો જરૂરી છે. આ સાથે જ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે.ગામડામાં વીજળી-પાણી પર સરકાર સતત કામ કરી રહી છે.

ગરીબોનું ઘરના ઘરનું સપનું પુરૂ થશે

Screenshot 6 2

ગરીબ લોકોને પોતાના ઘરના ઘરનું સપનું પૂરું કરવા માટે સરકારે ખાસ જોગવાઈ કરી છે 48000 કરોડ રૂપિયા ગરીબી મુક્તિ અને ઘર નિર્માણ માટે ફાળવ્યા છે.

ઇન્ટરનેટ આધુનિક ભારતનું પ્રતિક બની જશે

Screenshot 7 2

આજે સસ્તું અને ઝડપી ઇન્ટરનેટ ભારતની ઓળખ બની ગયું છે. ખૂબ જ ટૂંક સમયમાં તમામ ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી પૂરી કરવામાં આવશે. 5ૠ સેવા ભારતમાં સરળ જીવન અને વ્યવસાય કરવાની સરળતાને એક અલગ પરિમાણ આપવા જઈ રહી છે.

સરહદના ગામોનો વિકાસ

Screenshot 8 1

સરકાર દ્વારા સરહદીય ગામો ના વિકાસ માટે ખાસ આયોજન કરીને સરહદીય વિસ્તાર ના ગ્રામ્ય વિકાસ નો રોડ મેપ બનાવ્યો છે સુરક્ષા માટે સરહદીય ગામડાઓ મહત્વ અત્યાર સુધી કોઈએ ધ્યાને લીધો નથી સરવૈયા વિસ્તારના ગામડાઓના વિકાસ અને ખાસ કરીને શિક્ષણ રોજગારી ના વિકાસ માટે સમય આવી ગયો છે કે તરત જ ગામો ની તમામ વસ્તી સુખી થાય સરહદી ગામોના વિકાસ દેશ સાથે રહે અને આ વિસ્તાર પાછળ ન રહી જાય તે માટે વાઈબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામ નો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે

ડ્રોન ખેડૂતોનો બનશે સાથી

dron

ટ્રાન્સપોટેશન માટે પણ અદ્યતન સુવિધા આપવામાં આવશે જેનાથી ફળ અને ફૂલ ડ્રોનથી પહોચાડવામાં આવશે.

ભારતની અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે. સાત વર્ષ પહેલા જીડીપી એક લાખ 10 હજાર કરોડ હતી, આજે ભારતની જીડીપી 2 લાખ 30 હજાર કરોડની આસપાસ છે. વર્ષ 13/14માં ભારતની નિકાસ 2 લાખ 85 હજાર કરોડ રૂપિયા હતી. આજે ભારતની નિકાસ 4લાખ 70 હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.

ગંગાને ઓર્ગેનિક ખેતીને આધારે પ્રદુષણ મુકત કરાશે

gangagangaganga 2 ganga

વડાપ્રધાને ખાસ કરેલી જાહેરાતમાં ખાસ પરિયોજનામાં નેચરલ ફાર્મિંગ કોઈડો ખેડૂતો અને ખેતી નું જીવન બદલી નાખશે તેમ જણાવ્યું હતું ગંગા કિનારે પાંચ પાંચ કિલોમીટરના વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી માટેના બ્લોક વિસ્તારવામાં આવશે અને આ ઓર્ગેનિક ખેતીથી ગંગા માં મળતું કેમિકલ નું પ્રદૂષણ અને રસાયણિક કચરાથી ગંગા મુક્ત થઈ જશે.

અઢી હજાર કિલોમીટર લાંબો પ્રાકૃતિક ખેતીનો કોરિડોર બનાવવામાં આવશે

farm
DCIM100MEDIADJI_0192.JPG

અઢી હજાર કિલોમીટર લાંબો કોરિડોર કુદરતી ખેતી કોરિડોર બનાવવામાં આવશે. હશે, ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં વિકસિત કરવામાં આવશે. કુદરતી ખેતીના કારણે બીમારીમાં પણ ઘટાડોથશે તો આ સાથે જ ખર્ચમાં પણ ઘટાડો કરશે.  આ સાથે જ જણાવ્યું હતું કે , વિશ્વભરમાં ઓર્ગેનિક વસ્તુની માંગમાં પણ વધારો થયો છે.

તેલ માટે બીજા દેશ પર નિર્ભર નહીં રહેવું પડે

oil

ભારત કૃષિપ્રધાન દેશ હોવા છતાં બીજા દેશ પર તેલ પર નિર્ભર રહેવું પડે છે. આ  માટે પગલાં લેવામાં આવશે. આ સાથે જ  તેલનું આયાત નિર્ભરતા ઘટાડીને  પૈસા ખેડૂતોને મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે  જ ખેડૂતોને  24 કલાક વીજળી મળી રહે તે માટે  પગલાં ભરવામાં આવશે. ખેડુયતોને ખેતરમાં સોલાર પેનલ લાગવામાં આવશે. 1લાખ 5 હજાર કરોડ રૂપિયાની  ખેડૂતોને ખાતર માટે મદદ કરવામાં આવશે.

ખેતીને કેમીકલ ફ્રી બનાવવાનું આયોજન

 

સાથે જ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં ખેતીમાં આધુનિકરણ થવું જરૂરી છે. આ સાથે જ  ખેતીને કેમિકલ ફ્રી કરવા માટે પણ પગલાં  લેવામાં આવશે. આ સાથે જ કૃષિ યંત્રો પણ ઉપલબ્ધ કરવામાં આવશે, ઓર્ગેનિક ફાર્મિગથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.