આપણી પૃથ્વીની રચના થઈ ત્યારથી અહી કુદરતી આફતો આવ્યા કરી છે, વિકરાળ સમસ્યાઓ પણ આવ્યા કરી છે, અને મનુષ્યે પોતે જ એને ઉકેલી લીધેલી છે: એક તબકકે આપણા ભૂમિ પર કાળમુખો છપ્પનિયા દુકાળ આવ્યો હતો. એને કોરોના વાયરસની સાથે સરખાવીએ: માનવજાતને એનાથી ખોફનાક કોરોનાના કહેરમાં સધિયારો મળવાની અને લડવાનું બળ મળવાની ધારણા છે !… આમાં કેટલીક અજાયબીઓ પણ છે !
તા.૨૬-૧-૨૦૦૧ના રોજ, પ્રજાસત્તાક-દિને કચ્છની ભૂમિને વેરણ છેરણ કરનાર વિનાશકારી ભૂકંપમાં ૧૫૦૦૦ના મોત થયા હતા અને કચ્છની ધરા ખંડેરમાં ફેરવાઈ હતી. મંદિરો ધરાશાયી બન્યા હતા જોકે કોરોના વાયરસ વિશ્ર્વવ્યાપી બન્યો છે. અને એ મહામારીગ્રસ્ત પણ બન્યો છે: ભારત સહિત વિશ્ર્વભરના લોકો એને લીધે કાળનો કોળિયો બની રહ્યા છે.
આપણી રચના થઈ ત્યારથી અહી કુદરતી આફતા આવ્યા કરી છે. મુશિબતોનાં પહાડો તૂટી પડયા છે અને યુધ્ધો લડાઈઓ ચાલ્યા કર્યા છે.
માનવજાતે તકલીફો વેઠતા વેઠતાય એનો બુધ્ધિપૂર્વક ઉકેલ શોધ્યા કર્યા છે. અને તમામ સમસ્યાઓને સ્વયં ઉકેલી લીધી છે.હમણા હમણા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે અને આપણા જગતે તથા એની માનવજાતે જવલ્લે જ અનુભવી હોય એવી ક્રૂરમાં ક્રૂર મુશીબતો નિહાળી છે
તેણે અસંખ્ય લોકોને મોતના ખપ્પરમાં ધકેલ્યા છે. આજની માનવજાતે આનો સામનો કરવાની અસાધારણ હામ ભીડી છે. અને એને મ્હાત કરવા આકાશપાતાળ એક કર્યા છે. ભારતનાં વડાપ્રધાને અને ભારતની સવા અબજ જેટલી પ્રજાએ પૂરેપૂરી એકાત્મતા સાથે એની સામે લડવાની કટિબધ્ધતા જાહેર કરી દીધી છે. વિકરાળ કુદરતી આફતોનો અનુભવ આપણી ધરતીને અને તેના લાખો છોરૂ ઓએ આ પહેલીવાર નથી જોયો. આ પહેલા આપણા આ પ્રદેશમાં છપ્પનિયો દુકાનલ વિરાળ હાહાકાર મચાવી ચૂકયો હોવાનું આપણા બુઝર્ગોએ હાલની પ્રજાને દર્શાવ્યું છે.
કોરોના-વાયરસના હાહાકારને ટાંકણે એની યાદ તાજી કરીને એમાંથી બોધપાઠ અને અત્યારને તબકકોઅત્યંત જરૂ રી એવો સધિયારો તેમજ પ્રબળતા પામી શકાય તેમ છે.
તે દુકાળ વખતે લોકોને કોઈ સહાય નહોતી મળી રહી (કદાચ એ લોકો પણ મદદરૂ પ બની શકવાની સ્થિતિમાં નહોતા) ગામથક્ષ પૂર્વ દિશામાં એક માઈલ દૂર આવેલી નદીએ પહોચ્યા ત્યાં અમે જોયું તો નદીના પટમાં લાશો પડી હતી. એક કુતરૂ એક સ્ત્રીની લાશને ખાઈ રહ્યું હતુ. બાજમાં થોડા લોકો બેઠા હતા સ્ત્રીને ખાઈ રહેલા કૂતરાને એ લોકો નિર્લેપભાવે નિહાળી રહ્યા હતા. ગીધ અને કૂતરા માત્ર મૃત લોકોને જ નહી અમુક જીવીત લોકોને પણ બટકા ભરતાં હતા. પરંતુ એ ભુખ્યા લોકોમાં હાથ હલાવીને ગીધ કે કૂતરાને દૂર ભગાડવાની પણ તાકાત નહોતી મે જોયેલું સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય છ સાત વર્ષની એક છોકરીનું હતુ એ છોકરીની બાજુમાં તેના બે નાના ભાઈઓ તથા માતા સુતા હતા એ છોકરી પોતાના બે ભાઈઓ અને માતાને બચાવવા માટે કંઈક રાંધી રહી હતી નજીક જઈને જોયું તો ખબર પડી કે એ હાંડીમાં કૂતરાના લગભગ સડી ચૂકેલા હાડકા હતા. એ દુકાળની ભયાનકતામાં ઉમેરો કરનારી બાબત એ હતી કે એજ વખતે મોટે પાયે પ્લેગ પણ ફાટી નીકળ્યો હતો.અને દુકાળપીડીતો માટે બંધાયેલી રાહતછાવણીઆમેં કોલેરાએ પણ કાળો કેર વર્તાવ્યો હતો.
છન્નનિયો દુકાળ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તથા કર્ણાટકના કેટલાક વિસ્તારોને પણ નડયો હતો. પરંતુ તેને કારણે સૌથી વધુ માણસો ગુજરાતમાં જ મર્યા હતા. આવું થવાનું સૌથી મહત્વનું કાણર એ હતુ કે મહારાષ્ટ્ર તથા કર્ણાટકના લોકોને દુકાળ સામે ઝીક ઝીલવાની ટેવ હતી તથા દુકાળ વખતે તેઓ ઘરબાર છોડીને ઢોરઢાંખર વેચીને તરત રાહતછાવણીઓમાં પહોચી જત હતા. પરંતુ ગુજરાતી લોકોને ઘર છોડવા બાબતે પહેલા તો એ વિચાર કનડતો કે, ઘરનાં ગાય ભેશ બળદને કયા રાખવા ! ઈ.સ. ૧૯૯૦ની સાલના ઓકટોબર મહિનામાં અમદાવાદનું કલેકટરપદ સંભાળનાર ગોરા અમલદારે પણ આ વિશે લખ્યું હતુ ગુજરાતી માણસ દુકાળ વખતે પહેલી ચિંતા તેના ગાય ભેંસ અને બળદની કરે છે. ચારો ન મળતા તે પશુઓને પાંદડા તો દીઠ વૃક્ષની છાલ પર ખવડાવે છે. પણ ત્યજી નથી દેતા કે વેચી નથી દેતા.
તા.૨૬મી જાન્યુ. સદીની મહાવિનાશક આપત્તિ ભૂકંપે કચ્છમાં અતિભારે તારાજી સર્જી ધરતીકંપના તાંડવે સર્વત્ર વ્યાપક અને કલ્પનાતીત તબાહી મચાવી ખોફનાક ભૂકંપને લીધે જાનમાલની ભયાવહ તારાજી થઈ. ભૂજ, અંજાર, ભચાઉ અને રાપર શહેર અને સેંકડો ગામડા કાટમાલમાં ફેરવાયા, ૫૧માં પ્રજાસત્તાક દિન અને ગોઝારા શુક્રવારે સવારે ૮.૪૬ વાગ્યે ભૂજની પૂર્વે મોટા રણમાં નેર, અમરસર અને બંધડી ગામ ભૂકંપીયા કેન્દ્રથી (સત્તાવાર જાહેરાત પ્રમાણે) ૬.૯ રિકટર સ્કેલની તીવ્રતા સાથે અનુભવાયેલા વિકરાળ ભૂકંપે ૧૨૦ સેકંડ સુધી ધરતીને હચમચાવી.
સદીના સૌથી કાળા દિનનો કચ્છનો બિનસત્તાવાર મરણાંક ત્રીસથી ચાલીસ હજારનો અંદાજાયો. માર્ચ મહિનાના આરંભે બહાર આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે કચ્છની મૃત્યુ સંખ્યા ૧૮,૩૫૦ અને ઈજાગ્રસ્તોની સંખ્યા ૧૦૨૨૮૯ નોંધાઈ હતી.
આમ, આપણી પૃથ્વીની રચના થઈ ત્યારથી અહીં કુદરતી આફતો આવ્યાજ કર છે.
‘કોરોના’ જેવી વિશ્ર્વનીક માનવજાતને હલબલાવતી અને હાહાકાર સર્જતી ઘટનાઓ, છપ્પનિયા દુકાળ જેવા અતિ દારૂ ણ દુકાળ, કચ્છની ધરાને ખંડેરમાં ફેરવતા વિનાશક ભૂકંપ, ઝંઝાવાત, વાવાઝોડાં, ઘોડાપૂર અને અજબગજબની હોનારતો આપણી પૃથ્વીએ નિહાળ્યા છે.
આવી બધી કુદરતી આફતો અને યુધ્ધો-લડાઈઓ પણ આપણી પૃથ્વીએ નિહાળ્યા છે. મનુષ્યે આ બધી સમસસ્યાઓ નિહાળી છે, સર્જી પણ છે અને સ્વય ઉકેલી લીધી છે. કોરોનાની આફત પણ ઉકેલાઈ જ જશે, એમ કોણ નહિ માને ?