પૂર પ્રકોપમાં 1000 થી વધુ લોકો મોતને ભેટ્યા: પાકિસ્તાન સરકારે ’રાષ્ટ્રીય કટોકટી’ જાહેર કરી

ભારતના પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં પૂર સંકટનો સામનો કરી રહ્યું છે. જેને લઈ હવે પાકિસ્તાન સરકારે ’રાષ્ટ્રીય કટોકટી’ જાહેર કરી છે અને પૂરથી પ્રભાવિત લોકોના પુનર્વસનમાં મદદ માટે દાનની માંગ કરી છે. દેશમાં વરસાદના કારણે આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 1000 લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 30 મિલિયન લોકો બેઘર બન્યા છે.

એક અહેવાલ મુજબ વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમની યુનાઇટેડ કિંગડમની મુલાકાત રદ કરી છે અને તેઓ કતારથી પાછા આવ્યા પછી પૂર રાહત પ્રવૃત્તિઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. ગુરુવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં માહિતી અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે દેશમાં પૂરની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી. મંત્રીએ કહ્યું કે, બલૂચિસ્તાન અને સિંધમાં પૂરને કારણે થયેલી તબાહીનો સામનો કરવા માટે રાષ્ટ્રીય ભાવનાની જરૂર છે.

એક અહેવાલ મુજબ તેમણે વિદેશી પાકિસ્તાની સહિત દેશને પૂર પીડિતોના પુનર્વસન માટે દાન આપવા અપીલ કરી હતી. કારણ કે, વિશાળ વિનાશને ધ્યાનમાં રાખીને મોટી રકમની જરૂર પડશે. બે દિવસની સત્તાવાર મુલાકાતે કતારમાં રહેલા શાહબાઝ શરીફ દેશમાં પૂરની સ્થિતિને જોતા દેશ પરત ફરી રહ્યા છે. મહત્વનું છે કે. દેશમાં વરસાદના કારણે આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 1000 લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 30 મિલિયન લોકો બેઘર બન્યા છે.આ તરફ વર્તમાન સ્થિતિને જોતાં વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમનો બ્રિટનનો પ્રવાસ રદ કર્યો છે.

કતારથી પરત આવતાની સાથે જ પર શરીફ એક બેઠકની અધ્યક્ષતા કરશે જ્યાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સહિત તમામ સંબંધિત અધિકારીઓ તેમને પૂર પ્રભાવિતોના બચાવ અને રાહત માટે લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપશે.બીજી બાજુ પાકિસ્તાનમાં મોંધવારીનો બેવડો માર જનતા ઝીલી રહી છે, હાલ જો પાકિસ્તાનની વાત કરીએ તો અહી 400 રુપિયે કિલો ટામેટા તો 500 રુપિયે કિલો ડુંગળીનું વેચાણ થી રહ્યું ચે જેથી સામાન્ય જનતા પરેશાન થી રહી છે ત્યારે પાકિસ્તાન હવે ભારતથી આ તમામ જથ્થો આયાત કરાવાની તૈયારીમાં જોતરાયું છે.પૂરના કારણે વિવિધ શાકભાજી અને ફળોના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. દરમિયાન એવા સમાચાર છે કે પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરી શકે છે.

પાકિસ્તાન સ્થિત લાહોર બજારના જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા પ્રમાણે વા રવિવારે લાહોરના બજારોમાં ટમેટા અને ડુંગળીની કિંમત અનુક્રમે 500 રૂપિયા અને 400 રૂપિયા પ્રતિ કિલો હતી. જો કે, રવિવારના બજારોમાં, ટામેટાં અને ડુંગળી સહિત અન્ય શાકભાજી નિયમિત બજારો કરતાં 100 રૂપિયા પ્રતિ કિલો ઓછા ભાવે ઉપલબ્ધ હતા.અહેવાલ મુજબ, આગામી દિવસોમાં ખાદ્ય ચીજોની કિંમતો વધુ વધશે.

આ કિમંતો વધાવાનપં કારણે  પૂરને છે જેને લીધે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. તેમણે કહ્યું કે ડુંગળી અને ટામેટાના ભાવ આગામી દિવસોમાં 700 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી શકે છે. તેવી જ રીતે બટાકાની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 120 રૂપિયા થઈ ગઈ છે.તો બીજી તરફ પાક સરકાર વાઘા બોર્ડર દ્વારા ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.