જાણીતા અભિનેતાના અવસાનથી શોકનો માહોલ: મરાઠી, હિન્દી અને ગુજરાતી નાટકોમાં શ્રેષ્ઠ પ્રદાન હતુ

મરાઠી નાટકમાં નટસમ્રાટ તરીકે જાણીતા ડો.શ્રીરામ લાગુનું નિધન થયું છે. વૃદ્ધાવ્સ્થામાં બિમાર પડ્યા બાદ તેમણે ગઈકાલે દુનિયામાંથી વિદાય લીધી હતી. તેઓ ૯૨ વર્ષના હતા.

મરાઠી રંગભૂમિ અને ફિલ્મોના નટસમ્રાટ તરીકે તેઓ જાણીતા હતા. આવતીકાલે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. તેમણે પુનેની દિનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મોડી રાત્રે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓ આંખ, નાક અને ગળાના તબીબ પણ હતા. પોતાની અભિનય ક્ષમતાને ન્યાય આપવા તેમણે એક્ટિંગ ક્ષેત્રમાં ઝુકાવ્યું હતું. ચાર દાયકાની કારકિર્દીમાં રંગભૂમિ તથા ફિલ્મક્ષેત્રે તેમણે બહોળી નામના મેળવી હતી.

7537d2f3 15

ડો.શ્રીરામ લાગુએ પોતાની કારકિર્દીમાં ૧૦૦થી વધારે હિન્દુ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉપરાંત મરાઠી અને હિન્દી ભાષામાં ૪૦ જેટલા નાટકોમાં તેમણે અભિનય પાર્યો હતો. તેમણે કેટલાક મરાઠી નાટકોનું દિગ્દર્શન પણ કર્યું હતું. નોંધનીય છે કે, ગુજરાતી નાટકોમાં પણ ડો.શ્રીરામ લાગુએ અભિનય પાર્યો હતો. હિન્દી ફિલ્મ ઘરોંદામાં કરેલા અભિનય બદલ તેમને સ્હાયક અભિનેતા તરીકેનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

તેમણે આહટ, પિંજરા, મેરે સાથ ચલ અને સામના જેવી ફિલ્મોથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

ડો.શ્રીરામ લાગુના નિધન બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસીપી નેતા અજીત પવાર સહિતના રાજકીય આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત ફિલ્મી અને નાટય ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.