ઋષિ સુનકના દાદા-દાદી પંજાબ પ્રાંતના, મૂળ ભારતીયના હાથમાં યુકેની સત્તા આવશે તો ભારત સાથેના સબંધો વધુ ગાઢ બનશે

બોરિસ જોનસને આખરે બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતાં બોરિસ જોનસને કહ્યું કે, દુનિયાની સૌથી બેસ્ટ જોબ છોડતાં તેઓ ખુબ જ દુ:ખી છે. અનેક દિવસો સુધી બ્રિટનમાં રાજકીય સંકટ ઊભું થયું હતું અને બોરિસ જોનસનના મંત્રીમંડળના અનેક મંત્રીઓએ મંગળવારે રાજીનામું આપી દીધું હતું. જેને કારણે આખરે બોરિસ જોનસને પણ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. બોરિસ જોનસને રાજીનામું આપી દીધા બાદ તેઓની કંઝર્વેટિવ પાર્ટી હવે નવા નેતા અને પીએમ ચૂંટશે.

બોરિસ જોનસન સરકારમાં ભારતીય મૂળના નાણામંત્રી રહેલા ઋષિ સુનકને બ્રિટનના આગામી વડાપ્રધાનની રેસમાં આગળ જણાવાઈ રહ્યા છે. તેઓ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ છે. બીજી તરફ પાકિસ્તાની મૂળના ક્ધઝર્વેટિવ નેતા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદ પણ બ્રિટનના વડા પ્રધાન પદના સંભવિત ઉમેદવાર છે.  તેમણે પીએમ બોરિસ જોન્સનના નિર્ણયના વિરોધમાં ઋષિ સુનક સાથે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.  સાજિદ જાવિદ પ્રથમ વખત 2010માં બ્રોમ્સગ્રોવથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.  પાકિસ્તાની ઇમિગ્રન્ટ પરિવારમાં જન્મેલા, સાજિદ જાવિદે 2019માં વડા પ્રધાન પદ માટે બોરિસ જ્હોન્સનનું જોરદાર સમર્થન કર્યું હતું.  આ માટે તેમને કુલપતિની ભૂમિકા આપીને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે છ મહિના પછી આ પદ છોડી દીધું હતું.  જે બાદ તેમને 2021માં બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.42 વર્ષના ઋષિ સુનકે ફેબ્રુઆરી 2020માં ઈતિહાસ રચ્યો હતો કે જ્યારે તેઓને બોરિસ જોનસન સરકારમાં નાણામંત્રી બનાવાયા હતા. કોરોના વાયરસની મહામારી દરમિયાન અર્થતંત્રને ધ્યાનમાં રાખતા તેમણે જે બચાવ પેકેજ જાહેર કર્યું હતું તેની ભારે પ્રશંસા થઈ હતી.

ઋષિ સુનકનો જન્મ તારીખ 12 મે, 1980ના દિવસે ભારતીય મૂળના માતા-પિતા યશવીર અને ઉષા સુનકના ત્યાં થયો. ઋષિ સુનકના પિતા યશવીરનો જન્મ અને ઉછેર કેન્યામાં થયો જ્યારે માતા ઉષાનો જન્મ તાન્ઝાનિયામાં થયો. ઋષિ સુનકના દાદા-દાદીનો જન્મ પંજાબ પ્રાંતમાં થયો હતો. ઋષિ સુનકના પિતા ડોક્ટર જ્યારે માતા દવાખાનું ચલાવતા હતા. ઋષિ સુનક ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. ઋષિ સુનકે ઓક્સફર્ડની એક કોલેજમાંથી ફિલોસોફી, રાજનીતિ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. જ્યાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી ઋષિ સુનકે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું.બ્રેવરમેન સિવાય બ્રેક્ઝિટની તરફેણ કરનાર સ્ટીવ બેકરે પણ પીએમપદની રેસમાં ઝુકાવ્યું છે. યુરોપીયન રિસર્ચ ગ્રુપના અધ્યક્ષ તરીકે સેવા આપનારા બેકર ટોરી બેકબેન્ચર તરીકે ઈન્ફ્લુએન્સર છે. જોકે, બ્રેવરમેન અને બેકર ’બહારના લોકો’ તરીકે ઓળખાય છે. ધ ડેઈલી ટેલિગ્રાફમાં ટોરી પક્ષના સભ્યોના તાજા ’યુગવ પોલ’માં સંરક્ષણ મંત્રી બેન વોલેસ આગામી વડાપ્રધાન તરીકે ફ્રન્ટ રનર તરીકે ઊભરી આવ્યા છે. આ સરવેમાં વોલેસ પીએમપદની રેસમાં 13 ટકા સાથે ટોચ પર છે જ્યારે પેની મોર્ડૌન્ટ 12 ટકા સાથે બીજા ક્રમે છે. ભારતીય મુળના રિશિ સુનાક સરવેમાં 10 ટકા સાથે ત્રીજા ક્રમે છે. 42 વર્ષીય સુનાક કોરોના મહામારીમાં લોકડાઉનના સમયમાં લોકપ્રિય ગ્રાન્ટ્સ અને નોકરી બચાવતી યોજનાઓ માટે લોકપ્રિય છે.

ઋષિ સુનક ઇન્ફોસીસના નારાયણ મૂર્તિના જમાઈ છે

વર્ષ 2001થી 2004 દરમિયાન ઋષિ સુનકે ઈન્વેસ્ટમેન્ટ બેંકમાં વિશ્લેષક તરીકે કામ કર્યું, ત્યારબાદ ધ ચિલ્ડ્રન્સ ઈન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજમેન્ટમાં કામ કર્યું અને સપ્ટેમ્બર 2006માં પાર્ટનર તરીકે જોડાયા. સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં એમબીએ દરમિયાન ઋષિ સુનકની મુલાકાત અક્ષતા મૂર્તિ સાથે થઈ કે જેઓ નારાયણ મૂર્તિના દીકરી છે. પછી ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિએ વર્ષ 2009માં લગ્ન કર્યા. તેઓના 2 બાળકો છે.

ઋષિ સુનકની રાજકીય કારકિર્દી

ઓક્ટોબર 2014માં ઋષિ સુનકની ક્ધઝર્વેટિવ ઉમેદવાર તરીકે પસંદગી થઈ. વર્ષ 2015માં તેઓ પહેલી વખત સંસદ પહોંચ્યા. વર્ષ 2015થી 2017 દરમિયાન સંસદમાં તેમણે પર્યાવરણ, ફૂડ અને રુરલ અફેર્સ સિલેક્ટ કમિટીના સભ્ય તરીકે કામ કર્યું. વર્ષ 2019માં ઋષિ સુનકની ચીફ સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી તરીકે નિમણૂક કરાઈ અને વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ફરી વખત ચૂંટાઈ આવ્યા. ઋષિ સુનક ફિટનેસનું પૂરતું ધ્યાન રાખે છે અને તેઓને ક્રિકેટ તેમજ ફૂટબોલ સિવાય ફિલ્મો જોવાનો શોખ છે. તેમણે હાલમાં જ ભારત વિશે વાત કરતા કહ્યું હતું કે ભારતમાં ઘણી તક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.