ગુજરાતના ૭૦ હજાર બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાશે: રૂ. ૨૦ હહાર કરોડના વ્યવહારોને થશે અસર
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશનએ ૧૬-૧૭ ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળ જાહેર કરી છે. બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આ એલાન કરવામાં આવ્યું છે. બેન્ક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળમાં વધુ પ્રમાણમાં જોડાય તે માટે સોશિયલ મીડિયામાં હાલ આંદોલન પણ ચલાવાઈ રહ્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો ૭૦,૦૦૦ બેન્ક કર્મચારીઓ જોડાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આજથી બે દિવસ હડતાળ સફળ રહે તો ગુજરાતમાં રાષ્ટ્રીય કૃત બેન્કોની ૪૮૦૦ બ્રાન્ચનું કામકાજ અટકી જશે.
રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓએ બાયો ચઢાવી છે. બેંક કર્મચારીઓ શિયાળુ સત્રમાં આવનાર બેન્કિંગ એમેન્ડમેન્ટ લો સુધારા વિધેયકનો વિરોધ કરશે. આ અંગે બેંક કર્મચારીઓનું માનવુ છે કે સરકાર રાષ્ટ્રીયકૃત બેંકને ખાનગી માલિકને સોપી શકે છે. જેને લઈને થાપણદારોએ બેંકમાં મુકેલી થાપણ એક જ ઠરાવથી ખાનગી માલિકના હાથમાં જવાનો ભય છે. આ નિર્ણયથી ગ્રાહકોને સૌથી મોટી અસર થશે.
આ હડતાળની ચીમકીથી દેશમાંથી ૧૦ લાખ જેટલા બેન્ક કર્મી હડતાળમાં જોડાવાની શક્યતા છે.ગુજરાતમાં ૪૮૦૦ બેન્ક બ્રાન્ચો બંધ રહે તેવી શકયતા છે. અને રાજ્યના ૭૦,૦૦૦ બેન્ક કર્મચારીઓ હડતાળ કરે તો તેના પગલે રૂ. ૨૦,૦૦૦ કરોડના બેન્ક ટ્રાન્ઝેક્શન અટકી જવાનો ભય છે.
આગામી સમયે મળનાર શિયાળુ સત્ર માં બેન્ક ને લાગતું બેન્કિંગ એમેડમેન્ટ લૉ સુધારા વિધેયક ને લઈ બેન્ક કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા માં ચાલી રહેલ લડત સાથે બેન્ક કર્મીઓએ હવે જમીની સ્તરે પણ દેખાવો શરૂ કરતાં ૨૬ નવેમ્બરના રોજ અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે દેખાવો યોજ્યા હતા.
બેંકોના ખાનગીકરણ સામેના વિરોધમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફિડરેશન એ ધારણા પ્રદર્શન કર્યા હતા. બેંકોના ખાનગીકરણ સામે જનતાને જાગૃત કરવા અભિયાન ચલાવાઈ રહ્યું હોવાનું બેન્ક કર્મીઓ એ જણાવ્યું હતું.ગ્રાહકોની કરોડોની મૂડી ખાનગી ઉદ્યોગકારોને હાથમાં આવશે તો નાના માણસો ને લોન નહીં મળે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે..
છેલ્લા ૪ વર્ષમાં સરકારે ૧૪ થી વધારે બેંકોનુ વિલીનીકરણ કરી નાખ્યું છે ત્યારે હવે બેન્કિંગ એમેડમેન્ટ લૉ સુધારા વિધેયકને જો મંજૂરી મળી જાય તો કર્મચારીઑના દાવા પ્રમાણે ખાનગી માલિકના હાથમાં સત્તા જતી રહેશે આથી બેન્કના થાપણદારો તેમજ કર્મચારીઑને મોટું નુકસાન થવાની ભીતિ છે. જેથી કર્મચારીઓ અવનવા કારણો આગળ ધરી વિરોધના ભાગ રૂપે આજથી ૧૬-૧૭ ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ૪૮૦૦ બ્રાન્ચને થશે સીધી અસર
આ હડતાળની ચીમકીથી દેશમાંથી ૧૦ લાખ જેટલા બેન્ક કર્મી હડતાળમાં જોડાવાની શક્યતા છે.ગુજરાતમાં ૪૮૦૦ બેન્ક બ્રાન્ચો બંધ રહે તેવી શકયતા છે. અને રાજ્યના ૭૦,૦૦૦ બેન્ક કર્મચારીઓ હડતાળ કરે તો તેના પગલે રૂ. ૨૦,૦૦૦ કરોડના બેન્ક ટ્રાન્ઝેક્શન અટકી જવાનો ભય છે.