ડીઝલના ભાવ ઘટાડવા મુદે આગામી ૨૬ ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનો ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા નિર્ણય લેવાયો છે. આ હડતાલમાં રાજુલા-જાફરાબાદ પંથકના ટ્રક માલીકો અને ટ્રાન્સપોર્ટરો પણ ટેકો આપશે.
રાજુલા વિસ્તારમાં ડીઝલ ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને ઓમા ભારે મુશ્કેલી સર્જી છે.અમરેલી જિલ્લાના રાજુલા તાલુકો એટલે ઔદ્યોગિક તાલુકો છે અને ટ્રાન્સપોર્ટ આધારિત તાલુકો હોય તેવી રીતે અહીં સિમેન્ટ ઉદ્યોગ તૂફક્ષ એનર્જી કંપની લવભહ નર્મદા સિમેન્ટ કંપની બાબરકોટ વિસ્તારમાં તેમજ પીપાવાવ પોર્ટ મા મોટાભાગના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ આવેલા છે અહીં અંદાજે ૧૦૦૦ જેટલા ડમ્ફર trecote ટ્રક ઉપરાંત જેસીબી જેવા મોટા વાહનો આ વિસ્તારમાં છે પરંતુ અહીં ડિઝલના ભાવ વધારાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.એક બાજુ કોરોના ને કારણે મંદી. તેમજ આ વિસ્તારમાં રસ્તાઓ પણ ખરાબ હોવાથી ટાયર નો ઘસારો ના કારણે ટ્રક ડમ્ફર નો ધંધો સંપૂર્ણ મંદિમાં છે
ત્યારે અધૂરામાં પૂરું ડીઝલનો સતત ભાવ વધારાના કારણે તેમજ ડીઝલના ભાવ વધારા સામે કંપનીઓમાંથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવતો નહીં હોવાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માં ભારે મંદીની અસર પડી છે લોકો બેન્કમાંથી લીધેલી લોન પણ ભરવી મુશ્કેલ છે. ટ્રાન્સપોર્ટ વિભાગના માલિકોને એવી માગણી છે કે હાલ ડીઝલ વધારાના કારણે ત્રાહિમામ થઈ ગયા છીએ અને તાત્કાલિક ધોરણે સરકાર ટ્રાન્સપોર્ટ ઉધોગને બચાવી લેવા માટે ડીઝલનો ભાવ મા ઘટાડો કરવો જોઈએ અને જો ટૂંક સમયમાં ડીઝલનો ભાવ ઘટાડવામાં નહીં આવે તો ૨૬ ફેબ્રુઆરીએ ટ્રાન્સપોર્ટ ની દેશ વ્યાપી હડતાળ છે તેમાં રાજુલા જાફરાબાદ વિસ્તારના ટ્રક માલિકો અને transport હડતાળને ટેકો આપી જોડાશે. તેવું ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટ દ્વારા જણાવવામાં આવેલ છે. આ ભાવ વધારા અંગે સરકાર ગંભીરતાથી પગલાં લે તેવી પણ ટ્રક ટ્રાન્સપોર્ટ અને ટ્રક માલિકો એ માંગ કરી છે.