૧૬મી સદીના શાસક મહોમદ બીન તઘલખે લીધેલા ‘તઘલખી’ નિર્ણયની જેમ મોદી સરકારે પણ નોટબંધીનું પગલુ ભર્યું હોવાનો પૂર્વ નાણા પ્રધાનનો ઈશારો
પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હા ફરીી એનડીએ સરકાર ઉપર વરસી પડયા છે. ટેરેરીઝમના કારણે ભારત ૫૦૦ વર્ષ પાછળ ધકેલાઈ ગયું હોવાનો આક્ષેપ યશવંત સિન્હાએ કર્યો છે. ૧૬મી સદીના શાસકે કરેલી ભૂલ વડાપ્રધાન મોદીએ કરી હોવાનું તેમણે કહ્યું છે.
ર્અ શાી અરૂણકુમારની ‘નોટબંધી અને કાળુ ર્અતંત્ર’ વિષય પરના પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ૧૬મી સદીમાં પણ એક એવા શાસક થઈ ગયો જેણે દેશની રાજધાની દિલ્હીી દોલતાબાદ ખસેડવાની ભૂલ કરી હતી. તેણે ચલણ પણ એકાએક બંધ કરવાની મુર્ખામી કરી હતી. આપણે પણ નોટબંધી કરી તે શાસક જેવી મુર્ખામી કરી છે અને દેશને ૫૦૦ વર્ષ પાછલ લઈ ગયા છીએ.
આ નિવેદન દરમિયાન તેમણે ૧૬મી સદીના શાસકના નામનો ઉલ્લેખ કર્યો નહોતો પરંતુ ઈતિહાસ મુજબ તે શાસક મહોમદ બીન તઘલખ છે. જેણે આ પ્રકારનો મોટો નિર્ણય એકાએક લઈ લીધો હતો અને પોતાના રાજયને નુકશાન પહોંચાડયું હતું. તેવું નિષ્ણાંતોનું માનવું છે. ગુજરાતીમાં ‘તઘલખી નિર્ણય’ શબ્દનો વારંવાર પ્રયોગ તો હોય છે. જે ૧૬મી સદીના શાસકના નામ અને કામ પરી આવ્યો હોવાનું જણાય આવે છે.
આ તકે યશવંત સિન્હાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ એક પોલીસીમેકરનો નિર્ણય છે. અન્યની સલાહ લેવામાં આવી ની. નોટબંધી એક પ્રકારે ટેકસ ટેરેરીઝમ છે. જેના કારણે આવકવેરા વિભાગે ૧૮ લાખ કેસની ઉલટ તપાસ શરૂ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, યશવંત સિન્હા અવાર-નવાર મોદી સરકારના નિર્ણયોની ટીકા કરતા આવ્યા છે.
મોદીરાજમાં ભારત બેરોજગારીના ભયંકર ભરડામાં: રાહુલ
દેશ બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ જશે તેવી દહેશત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વ્યકત કરી છે. વડાપ્રધાન મોદીની નીતિઓ પર રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. બહોળી સંખ્યામાં દેશના યુવાનો બેરોજગાર બની રહ્યાં હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો છે. હાલ દેશ યુવાનોનો દેશ ગણાય છે ત્યારે બેરોજગારીની સમસ્યા નિવારવા યોગ્ય પગલા લેવાતા નથી. ત્યારે નોબલ પ્રાઈઝના વિજેતા ર્અશાી પોલ ક્રુગમન બે વર્ષી કહી રહ્યાં છે કે, દેશ ઉપર માસ બેરોજગારીનો ખતરો છે. પરંતુ વડાપ્રધાન અચ્છે દિનની વાતો કરે છે અને બેરોજગારીના ખતરાને રદીયો આપી રહ્યાં છે. મોદી સરકારે દર વર્ષે ૨ કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું. જે પૂરું કરવામાં નિષ્ફળ રહી હોવાનો દાવો પણ રાહુલ ગાંધીએ કર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,