પાંચ ગર્લ્સ અને ૩ બોયસ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની ટીમમાં : કુલ આઠ હોકી પ્લેયર રાજકોટને ગૌરવ અપાવશે
રાજકોટ મ્યુ.કોર્યોના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય લેવલે સિલેકટ યેલી પાંચ યુવતીએ અને ત્રણ યુવા ખેલાડીયો સવાર અને સાંજના સેશનમાં પરસેવો પાડી રહ્યાં છે. જેમના કોચ મહેશ દિવેચાએ ‘અબતક’ સો ખાસ વાતચીત કરી હતી. દિવેચાના જણાવ્યાનુસાર રાષ્ટ્રીયસ્તરે જયારે એમના વિર્દ્યાીઓ રમવા જતા હોય ત્યારે દિલી ખુશ થાય છે. આ વરસે વધુ ખુશી વાનું કારણ પાંચ યુવતીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યાની છે. દર વરસે રાજકોટ રાષ્ટ્રીય લેવલે પોતાની હાજરી પુરાવાનું જ રહ્યું છે. જેમાં અત્યાર સુધી આશરે ૩૦ જેટલા હોકી ખેલાડીઓ રાષ્ટ્રીયસ્તરે ઝળકી ઉઠયા છે. તેનું મને ગૌરવ છે એમ મહેશ દિવેચાએ ‘અબતક’ને જણાવ્યું હતું.
ગુજરાત રાજય અન્ય રાજયોની સરખામણીએ સ્પોર્ટ લેવલે પછાતી છે તેવો વસવસો વ્યકત કરતા એમણે વધુમાં જણાવ્યું હતું કે, સિન્ટીથેક ગ્રાઉન્ડ સુધરતી જણાય છે. ગુજરાતી વાલીઓની માનસીકતા વધુ શિક્ષણ આપવાની રહી છે. જયારે રમતગમત ક્ષેત્રે દરેક વાલીઓ તરફી પુરતું પ્રોત્સાહન બાળકોને મળતું નથી. તેવી ફરિયાદ દિવેચાએ કરી હતી. અલબત રાજકોટનું ભવિષ્ય ઉજળુ જણાવતા એમણે સરકાર તરફી આપવામાં આવતા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી. હોકીના ફિલ્ડમાં યુવતિઓની સંખ્યા મર્યાદિત હોવાને કારણે સ્પર્ધા ઓછી છે જે યુવાનોમાં વધુ સ્પર્ધા જોવા મળે છે. મિયાત્રા દિવ્યેશ નામના જુનિયર હોકી પ્લેયરે ‘અબતક’ને જણાવ્યું હતું કે, એમનો પહેલો મેચ પોંડીચેરી સામે રમાવવા જઈ રહ્યો છે ત્યારે દિવસમાં પાંચ કલાકની પ્રેકટીસ કરી રહ્યાં છીએ. જેમાં કોચ દ્વારા ફીટનેશ રનીંગ અને સ્નાયુની કસરત કરાવવામાં આવે છે.
મુંગપરા જી, કવિતા ગૌસ્વામી, ઋતુ ધીંગાણી, ખુશી વ્યાસ અને કક્ષા સીતાપરા નામની સિલેકટ યેલી પાંચ યુવતીઓ જુનિયર હોકીની રાષ્ટ્રીય મેચમાં રમવા જવા માટે અતી ઉત્સાહીત છે.
ઋતુ ધીંગાણીએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, છેલ્લી મેચ ઝારખંડમાં ફાયનલ રમ્યા હતા. આંતર રાજય ખેલાડીઓ પાસેી ઘણુ શિખવા મળે છે. કોચ દ્વારા અપાતી ટ્રીક આંતર રાજયસ્તરે ખાસ ઉપયોગી સાબિત થાય છે. મેચ ગમે તે હોય ૧૦૦% આપીને રમીએ છીએ હાર કે જીત મેટર નથી કરતી પણ મેચ પુરી થયા બાદ અમો સારૂ રમ્યા તેવો સંતોષ મળે તે બહુ મોટો મેડલ છે એમ ઋતુએ અંતમાં જણાવ્યું હતું.
અન્ય એક ખેલાડી કવિતા ગૌસ્વામીએ ‘અબતક’ સો પોતાની વાત શેયર કરતા જણાવ્યું કે ફાયનલ મેચમાં અમો બરોડા સામે જીત મેળવી હતી. જેમાં એ સીલેકશન મેચ અમદાવાદ ખાતે રમાઈ હતી. સવારે બે અઢી કલાક તેમજ બપોર પછી બે અઢી કલાક પ્રેકટીસી જીતનો આત્મવિશ્ર્વાસ બુલંદ બન્યો છે. એમ જણાવતા કવિતાએ રાષ્ટ્રીય કક્ષાએ સારા પરર્ફોમન્સનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.