મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના વિકાસ કામોથી ૨૬ બેઠકો પ્રાપ્ત થઈ: મેયર

મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર એક સયુંકત યાદીમાં જણાવે છે કે, લોકસભા ૨૦૧૯ની ચુંટણી પરિણામમાં ભાજપ અને સાથી પક્ષોની એન.ડી.એ.ની પૂર્ણ બહુમતીથી જીત થયેલ છે. આ જીત રાષ્ટ્રવાદ, વિકાસવાદ અને સમગ્ર દેશવાસીઓની જીત છે. નરેન્દ્રભાઈ મોદીની પાંચ વર્ષની કામગિરીને દેશવાસીઓએ સ્વિકારી ફરી ભાજપ તરફી જનાદેશ આપેલ છે. રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહની કુનેહ અને દુરંદેશીના કારણે તેમજ ભારતીય જનતા પક્ષના તમામ હોદેદારો, કાર્યકર્તાઓની મહેનત ફળી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારમાં પારદર્શક, વહીવટી, ત્વરિત નિર્ણય અને પ્રજાલક્ષી કર્યો કરી રાજયના વિકાસને આગળ વધારેલ છે. તેના કારણે રાજયની લોકસભાની ૨૬ બેઠકો પ્રાપ્ત
થયેલ છે.

દેશમાં ભાજપ એન.ડી.એ.ને ભવ્ય સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ દેશના ભારતીય જનતા પક્ષના તમામ હોદેદારો, કાર્યકરો, વિગેરેને હૃદયપૂર્વક અભિનંદન તેમજ દેશના મતદારોનો આભાર વ્યક્ત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.