શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની ૧૦માં તબક્કાની સાધના રાષ્ટ્રસંતના બ્રહ્મસ્વરે કરાશે
રોયલપાર્ક સ. જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રય આયોજિત, ડુંગર દરબારના આંગણે પૂ. રાષ્ટ્રસંતના સાંનિધ્યે ગત રવિવારની યુવા શિબિર-૧ માં ૩૦૦૦ થી વધારે ભાવિકોએ મેમરી મેનેજમેન્ટના મંત્ર મેળવીને પાસ્ટની બેડ મેમરીઝમાથી મુક્ત થવાની માસ્ટર કી મેળવી હતી.યુવા શક્તિને સત્યનું રીયલાઈઝેશન કરાવીને યુવા વર્ગને પરમાત્માના જ્ઞાન અને સમજી ભાવિત કરવાના લક્ષ સાથે આજના યુવાનોની સાઈકોલોજીના જાણકાર રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિના સાંનિધ્યે કાલે સવારે ૯.૦૦ કલાકે દ્વિતીય યુવા શિબિરનુ આયોજન કરવામાં આવ્યું છે. ગત રવિવારે આયોજિત પ્રથમ શિબિરમાં હજારોની સંખ્યામાં જોડાએલાં ભાવિકો તરફથી બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
યુવા માનસને ઢંડોળી દેતી યુવા શિબિરની સાથે સાથે છેલ્લાં નવ રવિવારી રાષ્ટ્રસંત પૂ.ના નાભિનાદથી કરાવવામાં આવતી મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની ૨૧ દિવસીય સંકલ્પ સિદ્ધિ સાધનાના દસમાં તબક્કાની બ્રહ્મ સાધના પૂ.ના શ્રીમુખેથી કરાવવામાં આવશે. દર્દનાક રોગમાં ઈન્જેકશનની ઈફેક્ટની જેમ આધિ-વ્યાધિ-ઉપાધિ ભર્યા જીવનમાં ઈન્સ્ટન્ટ શાંતિ-સમાધિનો અનુભવ કરાવીને હૃદયમાં પ્રભુ પ્રેમ જાગૃત્ત કરાવી દેનારા આ મહાપ્રભાવક સ્તોત્રની પ્રભાવક્તાનો અનુભવ રાષ્ટ્રસંત પૂજ્યના મુખેથી વિશિષ્ટ મંત્રોચ્ચાર સાથે કરાવવામાં આવતી સિદ્ધિની સાધનામાં જોડાઈને હજારો હજારો ભાવિકો કરી રહ્યા છે. હજારો ભાવિકો દર રવિવારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક એમા જોડાઈ રહ્યાં છે.
યુવા શિબિર ની સમાંતર૩ થી ૧૫ વર્ષના બાળકો માટે સવારે ૯ થી ૧૨ કલાક બાલ શિબિરનું આયોજનકરવામાં આવ્યું છે જ્યાં બાળકોને ડ્રામા, ગેમ્સ, ઈન્ટરેક્ટીવ સેશન્સી જૈન સિધ્ધાંતનું જ્ઞાન આપવામાં આવશે.
જીવન પરિવર્તન કરાવી દેનારી યુવા શિબિર તેમજ આત્મિક પરિવર્તન કરાવી દેનારી જપ સાધનામાં જોડાઈને આત્મહિત સાધવા રાજકોટના દરેક ધર્મપ્રેમી ભાવિકોને કાલે રવિવાર સવારના ૦૯.૦૦ કલાકે ડુંગર દરબાર, અમીન રોડ જંક્શન, ૧૫૦ રીંગ રોડ, જેડ બ્લુની સામે પધારવા રોયલપાર્ક સ. જૈન મોટા સંઘ તરફી અનુરોધ કરવામાં આવ્યો.