એક જુથ થઈને દેશના વિકાસમાં સહભાગી થાવ: કર્નલ અભિષેક શ્રીવાસ્તવ
ડિપ્લેમેટસ, બ્યુરોકેટસ અને રાજકારણીઓને એકઠા કરી વિદ્યાર્થીઓના દેશભક્તિનો સંચાર કરવાનો અનન્ય પ્રયાસ: પ્રકાશસિંગ
પ્રાંસલા ખાતે ૨૦મી રાષ્ટ્રકથા શિબિરમાં દેશભક્તિનો રંગ ઘૂંટાઈ રહ્યો છે. દરરોજ નિષ્ણાંતો રાષ્ટ્રભાવના પ્રજવલીત કરવા માટે વકતવ્યો આપે છે.
ભારતીય સૈન્યના કર્નલ અભીષેક શ્રીવાસ્તવે ધારદાર શૈલીમાં કહ્યું હતું કે, ૨૦મી રાષ્ટ્રકથા શિબીરમાં આવેલા અનેકવિધ પ્રાંતોમાંથી વિદ્યાર્થીઓને આર્મીમાં જોડાવવું જોઈએ અને દેશની સેવામાં અભિન્ન ભાગ ભજવવો જોઈએ. તેઓ દ્વારા ઈન્ડિયન આર્મીના અનેકવિધ પોસ્ટ વિશે માહિતી આપી હતી અને એમની સીલેકશન પ્રોસેસ વિશે માહિતગાર કર્યા હતાં.
વધુમાં તેઓએ આર્મી દ્વારા વપરાશમાં આવતાં તમામ સાધનો વિશે વિશેષ માહિતી આપી હતી. અંતમાં તેઓએ વિદ્યાર્થીઓને આહવાન કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ માટે યુવાનોએ હવે સજ્જ થવું પડશે અને એક જુથ થઈ દેશના વિકાસમાં સહભાગી થવું પડશે.
યુપીના ડીપ્લોયેટ પ્રકાશસિંગે કહ્યું હતું કે, ભારત દેશમાં યુવાનોનું ખૂબ જ પ્રભુત્વ છે અને પ્રાંસલા ખાતે જે રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થયું છે તે ખરા અર્થમાં કાબીલે તારીફ છે. કારણ કે, સ્વામી ધર્મબંધુજી યુવાનોમાં રાષ્ટ્રીય એકતાનો સંચાર કરતા શિબિરનું આયોજન કર્યું છે અને ભારત દેશના જે રત્નો કેવાય તેવા ડિપ્લોમેન્ટ, બ્યુરોક્રેટ અને રાજકારણીઓને ઈન્વાઈટ કરી વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિનો સંચાર કરી રહ્યાં છે. “મારી વિદ્યાર્થીઓને એ જ અપીલ છે કે વિદ્યાર્થી કોઈપણ ક્ષેત્રમાં જાય તેનો વાંધો નથી પરંતુ તેમનો મુળભૂત સિધ્ધાંત અને તેમનું લક્ષ્ય ભારત દેશનું ઉત્થાન અને દેશનો વિકાસ જ હોવો જોઈએ.