ગાયનાં ગોબરમાંથી દિવા બનાવી ગૌસેવા, રાષ્ટ્રસેવા અંગે અપાશે માર્ગદર્શન
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ‘ગોમય દિવા-કામધેનુ દિપાવલી’ વિષયક રાષ્ટ્રીય વેબીનારનું આયોજન આજે સાંજે ૬ કલાકેથી કરવામાં આવ્યું છે. ગૌ આધારીત ઉદ્યોગો દ્વારા સ્વાવલંબન અને સશકિતકરણ કંઈ રીતે કરી શકાય તે અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા માર્ગદર્શન આપશે. ‘વોકલ ફોર લોકલ અભિયાન’ અંતર્ગત અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્ન મુજબનું ‘આત્મ નિર્ભર ભારત’ બનાવવા આગામી દિવસોમાં જેમ ‘ગોબરમાં થી ગૌમય ગણેશ’નું અભિયાન કરવામાં આવ્યું હતું. તેની જેમ જ ખૂબ વિશાળ ફલક પર ‘કામધેનુ દિપાવલી’ અભિયાન હાથ ધરાયુ છે.ગાયના ગોબરના બનેલાં દિવા, પંચગવ્યની અનેક વિવિધ આઈટમો બનાવી લોકોમાં ગાય પ્રત્યેની શ્રધ્ધા, ગાય પ્રત્યેનો વૈજ્ઞાનીક અભીગમ વધે તે માટે સતત પ્રયત્નો રાષ્ટ્રીય કામધેનુ આયોગ કરી રહ્યું છે. આ વેબીનારમાં શ્યામ જાજુજી (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ,ભાજપ), શશી અગ્રવાલ (રાષ્ટ્રીય કામધેનુ આયોગ-દિલ્હી), નિર્મલ જૈન (મેયર,પૂર્વ દિલ્હી), જય પ્રકાશ અગ્રવાલ (મેયર,ઉત્તર દિલ્હી), અનામિકાજી (મેયર, દક્ષિણ દિલ્હી) તેમજ દિલ્હીનાં સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટર્સ વિ. અનેક અગ્રણીઓ ભાગ લેશે. આ વેબીનાર રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં ફેસબુક પેઇજ પર જીવંત નિહાળી શકાશે.પર્યાવરણ રક્ષા અને ગૌરક્ષા, રાષ્ટ્ર નિર્માણનાં પરમ સત્કાર્ય એવાં ‘કામધેનુ દીપાવલી-ગોમય દિવા’ અભિયાનમાં સૌને જોડાવા ડો. વલ્લભભાઈ કથીરિયાએ અપીલ કરી છે. આ વેબીનાર માં ભાગ લેવા માટે meet.google.com/zym-iwiv-orc