આજની આ મહામારીમાં લાયબ્રેરી અંતર્ગત શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય કઈ રીતે થઈ શકે તેની ચર્ચા થઈ

પી.ડી.યુ મેડીકલ કોલેજ  રાજકોટના સેન્ટ્રલ લાયબ્રેરી વિભાગ દ્વારા રાષ્ટ્રીયકક્ષાના  વેબીનારનુ આયોજન થયું હતું. હાલના સમયમા સમગ્ર વિશ્વ અને ભારતભરમા કોરોના રોગને કારણે ભયંકર ભય ઉદભવેલ છે. સમગ્ર ભારતમાં આજે શૈક્ષણીક સંકુલો, વિદ્યાલયો, મહાવિદ્યાલયો પણ બંધ છે. આ સમયે શિક્ષણ પ્રત્યે લગાવ રહે અને આવી સંક્રમણ પરિસ્થિતિમાં મહાવિદ્યાલયો, વિદ્યાલયો, શૈક્ષણિક સંકુલોના હ્રદય સમા લાયબ્રેરી વિભાગમાં આવનારા દિવસોમાં શુ આવશ્યક પરિસ્થિતિ નિર્માણ થશે ? તેવા એક અતિ ઉપયોગી અને તત્વીય એવા અપ સ્કિલિંગ એન્ડ પ્રિપેડનેશ ફોર લાયબ્રેરીયન સર્વિસ ફ્યુચર સિચ્યુએશન  વિષય પર રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનુ આયોજન વેબેક્ષના માધ્યમથી ઓનલાઇન કરવામાં આવેલ. જેમાં સમગ્ર ભારતભરની મેડીકલ કોલેજ તથા અન્ય મહાવિદ્યાલયો અને વિદ્યાલયોના આશરે ૪૬૦ જેટલા (લાયબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ના તજજ્ઞો એ લાભ લીધેલ) આ વેબીનારના ઓર્ગેનાઇઝર તરીકે પી ડી યુ મેડીકલ મેડીકલ કોલેજના લાયબ્રેરીયન ડો. રાજેશ ત્રિવેદી એ કાર્યભાર સંભાળેલ અને માર્ગદર્શન આપેલ.

ઉક્ત વેબીનારમાં સમગ્ર લાયબ્રેરી સાયન્સના તજજ્ઞોને કોવિડ-૧૯ અંગે સુપેર માહિતિ મેડિકલ કોલેજનાં ડીન ડો.ગૌરવીબેન ધ્રુવે આપેલ અને જણાવેલ કે કોઇ પણ શૈક્ષણિક સંકુલનો પરિચય મેળવવો હોય તો તેના લાયબ્રેરી ની મેલાકાત સમગ્ર વિકાસનો અંદાજ આવી જતો હોય છે. માટે કોરોના સામે આવનારા દિવસો માટે લાયબ્રેરીયનોએ લડવુ આવશ્યક છે.  જ્યારે આ સમયે સ્પીકર તરીકે  સરદાર પટેલ યુનિવર્સિટિ વલ્લભ વિદ્યાનગરના યુનીવર્સીટી લાયબ્રેરીયન ડો.શિશિર માંડલિયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના લાયબ્રેરી સાયન્સ વિભાગના હેડ ડો.પ્રિયંકીબેન વ્યાસ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના એસોસિએટ પ્રોફેસર ડો.અતુલ ભટ્ટ વગેરે એ લાયબ્રેરીયનને આવનારા દિવસોમાં અનેક અહમ ભુમિકામાં રહીને જ્ઞાનવર્ધક કાર્ય પિરસતુ રહેવુ પડશે. તેવી અનેક મનનીય ભાવુક બાબતોનું નિરૂપણ કરેલ, જ્યારે વેબીનારનુ રીપોર્ટીંગ ડો. સંજીવ શર્મા દ્વારા કરવામાં આવેલ. ઉક્ત વેબીનારનુ લાઇજીંગ દિલિપભાઇ ભટ્ટ, ધ્રુવભાઇ શર્મા, વર્ષાબેન જોશી, જયભાઇ જાની, દ્વારા કરવામા આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.