રસીકરણ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ 1796 માં એડવર્ડ જેનર દ્વારા કરવામાં આવ્યો હતો. {0લુઇસ પાશ્ચર{/0} એ વિભાવનાને માઇક્રોબાયોલોજીના પોતાના પાયોનિયરિંગ કામ દ્વારા આગળ વધારી હતી. રસીકરણ (Latin: vacca—cow) નું નામ એટલે પાડવામાં આવ્યું કે પ્રથમ રસી ગાય઼ોને અસર કરતા વાયરસ — સાપેક્ષ રીતે સૌમ્ય કાઉપોક્ષ વાયરસમાંથી મેળવવામાં આવી હતી—જે શીતળા, એક ચેપી અને ઘાતક રોગ સામે એક અંશની રોગપ્રતિરક્ષા આપતી હતી. સામાન્ય શબ્દોમાં, ’રસીકરણ’ અને ’રોગપ્રતિરક્ષા’ બંનેનો સમાન અર્થ થાય છે. આ તેને ઇનોક્યુલેશન થી અલગ તારવે છે જે નબળા ના પાડેલાં જીવિત જીવાણુંઓનો ઉપયોગ કરે છે, જોકે સામાન્ય વપરાશમાં બંને નો ઉપયોગ રોગપ્રતિરક્ષા નો સંદર્ભ કરવા માટે થાય છે. “રસીકરણ” શબ્દનો પ્રારંભમાં ઉપયોગ ચોક્ક્સપણે શીતળાની રસીનું વર્ણન કરવા માટે જ થતો હતો.

પહેલાના સમયમાં તો આટલી બધી રસીઓ આપવી ન્હોતી પડતી તો હવે શામાટે ?

પહેલાના સમયમાં વિજ્ઞાનની પ્રગતિ ખૂબ મર્યાદિત હતી અનેક ચેપી રોગની સામે ની રસીઓ ઉપલબ્ધ ન હતી. આથી અનેક બાળકોને આવા ચેપી રોગનો ભોગ બનવુ પડતુ હતુ. દા.ત. શીતળાનો રોગ ખૂબ જ જીવલેણ હતો અને તેની સામેનુ રસીકરણ શોધાયુ તે પહેલા અનેક લોકો તેનો ભોગ બન્યા. આજે વર્ષો પછી શીતળાનો રોગ નાબૂદ થઈ ચૂક્યો હોઈ હવે તેના સામે રસીકરણ ની જરુર નથી. આજ રીતે આજે ઉપલબ્ધ રસીઓ દ્વારા હાલના રોગ પણ નાબૂદ થશે. આમ વિજ્ઞાનની પ્રગતિએ રસીકરણ દ્વારા અનેક રોગ સામે લડવાને નવી રસીઓ આપી છે જે ખરેખર વરદાન છે અને આથી જ કદાચ હાલ અગાઉની સરખામણી એ ગંભીર ચેપી રોગનું સંક્રમણ ઘટ્યુ છે પણ રસીઓની સંખ્યા વધી છે…!

રસીકરણ દ્વારા ખૂબ ઘાતક અને ગંભીર પ્રકારના રોગ પણ રોક લગાવી શકાય છે. દા.ત. ડીપ્થેરીયા રોગ જો થાય તો શિશુ માટે પ્રાણ ઘાતક નીવડી શકે છે પણ રસીકરણ થી તેને ચોક્કસ અટકાવી શકાય છે.

અમુક રોગ કદાચ પ્રમાણ માં ઓછા ઘાતક છે અને દર્દીનુ મૃત્યુ ન પણ થાય પણ તેની આડ અસરો અને બિમારીના સમય દરમ્યાન બિન કાર્યક્ષમ રહેવાથી થતુ નુકશાન ઘણુ મોટુ હોય છે . દા.ત. ઓરીનો રોગ કદાચ સીધી રીતે શિશુને પ્રાણ ઘાતક ન પણ બને પણ તેના કારણે થતી અન્ય તકલીફો જેવી કે ન્યુમોનિયા કે લાંબા સમય ચાલતા ઝાડાની બિમારીથી શિશુને ઘણુ નુકશાન થાય છે તેનો વિકાસ અટકી જાય છે. જ્યારે અછબડા જેવી બિમારી સામાન્ય રીતે જાન્યુઆરી થી એપ્રીલ માસમાં થતી હોય છે જે સમય દરમ્યાન શાળા કોલેજોમાં પરીક્ષાઓનો હોય છે અને તે દરમ્યાન એકાદ અઠવાડીયાની માંદગી બાળકને અભ્યાસમાં પાછળ કરી શકે છે. વળી અછબડામાં રહી જતા ચહેરા પરના ડાઘ કયારેક સૌદર્ય પ્રત્યે વધુ સભાન બાળકમાં(ખાસ કરી ને કિશોરીઓમાં) લઘુતાગ્રંથિ પણ લાવી શકે છે.

રસીકરણ માટે વપરાતી રસીઓ ને બાળકોમાં વપરવાની પરવાનગી મેળવતા પહેલા અનેક પરિક્ષણમાંથી પસાર થવુ પડે છે. અનેક સુરક્ષા માપ દંડો માંથી પસાર થયેલી આ રસીઓ સમાન્યતઃ બાળકો માટે સુરક્ષિત ગણી શકાય છે. પરંતુ રસી પણ આખરે એક દવા જ છે અને ક્યારેક તેની આડ અસર પણ થઈ શકે છે. જે ખૂબ જ જૂજ કિસ્સામાં બનતુ જોવા મળે છે. આ માટે દરદીના શરીરની તાસીર પણ જવાબદાર હોઈ શકે છે. આવી જૂજ આડ અસરને લઈ ને રસીઓ ને બિન સુરક્ષિત કે નુકશાન કારક ન ગણી શકાય.

આ પણ એક ખોટી માન્યતા છે. પોલિયોના ટીપાથી માત્ર પોલિયો રોગ સામે રક્ષણ મળે છે બીજા અનેક રોગ સામે રસીકરણ વગર રોગ-પ્રતિકારકતા આવતી નથી. વારંવાર થતા પલ્સ પોલિયો અભિયાન અને તેના પ્રચારને લીધે ક્યારેક લોકો આ ગેર સમજ બાંધી લેતા જોવા મળે છે. બાળકને તંદુરસ્ત રાખવા તેને બધી રસીઓ સમયસર અપાવી જોઈએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.