કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા વિકાસ અભીયાનની સાથે કદમથીકદમીલાવીને બધા રાજયમાં ગુજરાત સરકારનો કેન્દ્ર સરકાર સાથેનું સંકલન સૌથી વિશેષ અને પરિણામ દાયી બની રહ્યું છે.
કેન્દ્ર સરકારની અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિકાસના સ્વપ્નાની મહત્વાકાંક્ષી યોજનાઓ કાયદાઓ, અને વિકાસની રફતારને વેગવાન બનાવવાના તમામ સરકારી પ્રરીજનોને ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકાર અગ્રતાક્રમ આપીને જે રીતે ઝડપથી તેનો અમલ કરે છે. તેનાથી ગુજરાતની પ્રગતિ અને વિકાસમાં રાજય અને કેન્દ્ર સરકારના સંકલનની એક આગવી વ્યવસ્થા ઉભી થઈ છે.
ભૂતકાળમાં ગુજરાત જેવા અનેક રાજયો હતા કે જેમા કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે પક્ષભેદના કારણે મોટી અસંકલનની ગુંચ અને રાજકીય ખેંચતાણથી રાજકીય શકિતનો મોટો વ્યય થતો હતો. અલબત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દાયકાના પથ કાપીને કેન્દ્રના નેતૃત્વમાં સફળ વડાપ્રધાન તરીકે આઢ નરેન્દ્ર મોદીની ગુજરાતમાં કંડારાયેલી આલેખેલી વિકાસની રૂપરેખાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર ખૂબજ નિષ્ઠાથી આગળ વધારે છે. અત્યારે કેન્દ્રની અનેક મહત્વની યોજનાઓનું સૌથી વધુ સારૂ અમલીકરણ ગુજરાતમાં થઈ રહ્યું છે.
વડાપ્રધાનના ફસલ વિમા યોજના હોય કે સ્ટાઅપ પ્રોજેકટ, સરકારી યોજના અને કેન્દ્ર સરકાર તરફથી મળતા પ્રજાકીય વિકાસના કામોમાં કેન્દ્ર અને રાજયનું સંકલન માટે ગુજરાત અત્યાર નમુના રૂપ રાજય બની ગયું છે. જોકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયારેય કોઈ રાજય સાથે પક્ષના ભેદભાવ રાખ્યા નથી.
કેન્દ્ર સરકારની આ ઉદારતાનું પ્રથમ ઉદાહરણ દેશ સમક્ષ પ્રથમ વખત એ વખત આવ્યું કે જમ્મુ કાશ્મીરમાં આવેલી હોનારત વખતે વડાપ્રધાન મોદીએ ઈતિહાસમાં પ્રથમ વખત જમ્મુ કાશ્મીરને બચાવ માટે અઢળક નાણાંકીય સહાય આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સર્વાંગી વિકાસમાં તમામ રાજયની હિસ્સેદારી સરખી રહે અને વિકાસ માટે કેન્દ્ર સરકારની મહત્તમ સહાય છેવાડાના નાગરીક સુધી પહોચે તેવો અભિગમ ધરાવે છે.
ત્યારે ગુજરાતમાં બંને પક્ષે જાણે કે વિકાસની સરખી ખેવના હોય તેવી રીતે કેન્દ્રની સરકારની યોજનાઓનો મહ્ત્તમ લાભ લેવાનો પ્રયાસ ચાલુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકાર વચ્ચે અત્યારે વિકાસ માટેનો સવર્ણીમ સેતુનો આ સમય ગાળો ચાલી રહ્યો હોવાનું અવશ્ય પણે કહી શકાય